૧૭ બોલમાં ૪૮ રન બનાવી રસેલે ૨૦ રન આપી ૨ વિકેટ પણ ઝડપી

આઈપીએલ-૨૦૧૯ની ૧૨મી સીઝનમાં કલકતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેનો મેચ ખુબ જ મહત્વપૂર્ણ બન્યો હતો. કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીતી કલકતાને બેટીંગ માટે આમંત્રિત કર્યું હતું જેમાં આ ૧૨મી આઈપીએલ સીઝનમાં કલકતા નાઈટ રાઈડર્સે સૌપ્રથમ વખત ૨૦૦ રનનો આંકડો પાર કર્યો હતો અને કલકતા નાઈટ રાઈડર્સની ટીમ ૨૦ ઓવરમાં ૨૧૮ રન કરી પોતાની ૪ વિકેટ ગુમાવી હતી. જેમાં કલકતા ગયા મેચમાં રસેલે ૧૯ બોલ રમી ૪૯ રન નોંધાવ્યા હતા ત્યારે પંજાબ સામેના ખુબ જ મહત્વપૂર્ણ મેચમાં તેને ૧૭ બોલ રમી ૪૮ રન નોંધાવતા ટીમને મજબુત સ્થિતિમાં રાખી હતી.

આ મેચના હિરો તરીકે રસેલ ઉભરી આવતા તેને ૧૭ બોલમાં ૪૮ રનની સાથે ૨૧ રન આપી બે મહત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી હતી. જેના પરીણામ સ્વ‚પે કિંગ્સ ઈલેવન પંજાબ ૧૯૦ રન બનાવી ૪ વિકેટ ગુમાવતા મેચ ૨૮ રને હારી હતી. આઈપીએલમાં હાલ કેરેબીયન ખેલાડીઓની બોલબાલા જોવા મળી રહી છે ત્યારે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમી રહેલા ક્રિસ્ટોફર હેનરી ગેઈલ જયારે બેટીંગમાં આવ્યો ત્યારે લાગતું હતું કે, આ મેચ ખુબ જ મહત્વપૂર્ણ અને વિસ્ફોટક બની રહેશે. જેમાં ગેઈલે ૧૩ દડા રમી ૨૦ રન નોંધાવ્યા હતા. એવી જ રીતે કે.એલ.રાહુલ પણ આ મેચમાં નિષ્ફળ નિવડયો હતો જેને માત્ર એક રન નોંધાવી પોતાની વિકેટ આપી દીધી હતી.

ત્યારબાદ કિંગ્સ ઈલેવન પંજાબને સ્થિર કરવા માટે સાઉથ આફ્રિકન બેટસમેન ડેવીડ મિલર અને મયંક અગ્રવાલ ટીમને સારી સ્થિતિમાં લાવવા માટે ખુબ જ મથામણ કરી હતી. જેઓએ ૫૦ રનની ભાગીદારી નોંધાવતા સુનિલ નારાયણની ૧૨મી ઓવરમાં ૧૯ રન નોંધાવ્યા હતા ત્યારે એક સમય એવું લાગી રહ્યું હતું કે, કિંગ્સ ઈલેવન પંજાબ ૨૧૮ રનનો સ્કોર ખુબ આસાનીથી પાર કરી શકશે પરંતુ કલકતા નાઈટ રાઈડર્સની ચુસ્ત બોલીંગ અને તેની ફિલ્ડીંગે પંજાબને ૨૮ રને હરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.