- એકપણ તટ બોલ્ટ વગર બાંધવામાં આવેલો કેન્ટીલીવર બ્રિજ ભારતનો સૌથી લાંબો અને વિશ્ર્વનો સૌથી લાંબો છઠ્ઠો નંબરનો બ્રિજ છે: એન્જિનિયરીંગની કમાલ સમો આ બ્રિજ દેશ વિદેશના તસ્વીકારો માટે આકર્ષક બન્યો છે.
- બંગાળની રાજધાની શહેર કોલકાતાનો આ બ્રિજ 1943માં ફેબ્રુઆરીમાં ખુલ્લો મૂકાયો હતો: હુગલી નદી પર હાવડા અને કોલકતા શહેરને જોડતો આ બ્રિજ 1528 ફૂટ લાંબો અને 71 ફૂટ પહોળો છે.
વર્ષો પહેલા આવેલી અશોકકુમારની હિટ ફિલ્મ ‘હાવરા બ્રિજ’ ના ગીતો ખુબ જ સફળ થયા હતા, 1953 થી લઇને આજ સુધી લગભગ 30 થી વધુ ફિલ્મોમાં તેના દ્રશ્યો બતાવાયા છે.
વિદ્યા બાલનની ‘કહાની’, રણબીર કપૂરની ‘બર્ફી’ અને અર્જુન કપૂરની ‘ગુંડે’ ફિલ્મ સામેલ છે. બલરાજ સહાનીની ફિલ્મ ‘દો બીઘા જમીન’ નો આખી કોલકતામા જ ઉતરી હતી. જોય ઓફ સીટી કોલકાતા તેના આ હાવડા બ્રીજથી જગ મશહુર છે, નવાઇ વાત તો એ છે કે આજે 79 વર્ષે પણ આ બ્રિજ ને કાટ નથી લાગ્યો. પ્રખ્યાત ટાટા કંપનીએ ટિસ્ક્રોમ બનાવ્યું હતું. જેનો ઉપયોગ આ બ્રિજમાં થયો હતો.
કોલકતાના બ્રિજ વિશે ઘણલ રોચક માહીતી પણ છે જે જાણીને તમોને નવાઇ લાગશે. આ શહેરની આગવી ઓળખ જ આ બ્રિજ છે. બે રહેશો હાવડા અને કોલકાતા ને જોડતો આ પુલ છે. બન્ને શહેરો વચ્ચે હુગલી નદી છે. વર્ષો પહેલા આ બન્ને શહેરો વચ્ચે લોકો નાવકે શહેરો વચ્ચે લોકો નાવડે હોડીમાં જતા હતા. બ્રિટીશ શાસનમાં આ પુલનું નિર્માણ થયું અને 1943 માં આ બ્રિજને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રારંભે આ પુલનું નામ ‘રવિન્દ્ર સેતુ’ હતું જે બાદમાં વિદ્યાસાગર સેતું થયું જો કે સામાન્ય રીતે આપણા દેશમાં વિદેશીઓ પણ તેને હાવડા-બ્રિજ થી જ ઓળખે છે. આ પુલની બીજી વિશેષતામાં આની નીચેની હુગલી નદીમાં જયારે મોટા જહાજો પસાર થાય ત્યારે તેણે રસ્તો આપવા વચ્ચે ખુલી જાય તેવી બ્રિજમાં ટેકનીક છે. બ્રિજની હાઇટ જ એટલી ઉંચી છે કે તેનું બહુ ઓછી જરુરી પડતી હોય છે.
આ બ્રિજને બનાવવાનું કામ બ્રિટીશ કંપની ને સોપવામાં આવેલું હતું. આ વિશાળ કાય બ્રિજ બનાવવામાં એ જમાનામાં 333 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આજે દુનિયાના ટોપ બ્રેકેટ પુલ પૈકી એક છે. એપણ નટ બોલ્ટ વગર બાંધવામાં આવેલો આ કેન્ટીલીવર બ્રિજ આપણાં દેશનો સૌથી લાંબો અને વિશ્ર્વનો સૌથી લાંબો છઠ્ઠા નંબરનો પુલ છે. એન્જીનીયરીંગની કમાલ સમો આ યુગ દેશ અને વિદેશોમાં જાણીતો છે. આ બ્રિજ તસ્વીરકારો માટે હમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ પુલની લંબાઇ 1528 ફુટ અને 71 ફુટ પહોળો છે. જેના ઉપર લાખો લોકો અવર જવર છેલ્લા 79 વર્ષથી કરે છે છતાં આ પુલને કયાંય નુકશાન થયું હતું. આ પુલની એક ખાસ વિશેષતા એ છે કે 1528 ફુટ લાંબા પુલમાં વચ્ચે કયાંય પીલર નથી મુકવામાં આવ્યા.
આ પુલ નિર્માણમાં મોટાભાગનું સ્ટીલ ભારતનું જ વપરાયું છે. દુનિયાના ટોપ-ફાઇવ બ્રિજમાં આ ‘હાવરા બ્રિજ’ નું નામ આવે છે, જે આપણાં માટે ગૌરવ જેવી બાબત છે. ટાટા સ્ટીલે એ જમાનામાં ખાસ મજબૂત ‘ટીસ્કોમ’ નામનું સ્ટીલ બનાવ્યું હતું0. જે 60 હજાર ટનથી વધુ વજન સહેવાની ક્ષમતા ધરાવે છે. દુનિયાનો સૌથી વ્યસ્ત પુલ આપણો હાવડા બ્રિજ છે., જેના ઉપર દરરોજ એવરેજ એક લાખથી વધુ ગાડીઓ અને પગે ચાલનારા દોઢ લાખ લોકો પસાર થાય છે.
એક જમાનામાં વચ્ચે ટ્રામ પણ ચાલતી હતી જે બાદમાં પબ્લીકને મુશ્કેલી પડતા બંધ કરાઇ હતી. લોકોની અવર જવર માટે, પગે ચાલનારા માટે 7 ફુટની ફુટપાથ બનાવવામાં આવી છે. આ પુલ નિર્માણ થવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો. આજે 79 વર્ષે તેને કલર કામ કરવાના પ0 લાખથી વધુ ખર્ચ થાય છે. અવર જવર કરતાં લોકો પુલની સાઇડમાં પાનની પિચકારી મારતા હોવાથી આ પુલની દશા બગાડે છે. આ ઉપરાંત પક્ષીઓ પુલ પર ચરક કરતાં હોવાથી સ્ટીલમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી પણ બગાડ થતાં તેની મરામત બાબતે સતત દરકાર લેવી પડે છે.
આ બ્રિજ કોલકાતાની પહેચાન અને પર્યટકોનું આકર્ષકણનું કેન્દ્ર બનેલ છે. આ પુલ જયારે વચ્ચેથી ખુલે છે ત્યારે દ્રશ્યમ મનમોહક લાગે છે. વિશ્ર્વનો સૌથી લાંબો ત્રીજો નંબરનો કેન્ટીલિવબ બ્રિજ છે. આ બ્રિજ એવી રીતે બંધાયો છે કે બાંધકામ વખતે એક જ છેડે સપોર્ટ ઉપર ઉભો રખાયો હતો. સામાન્ય રીે દરેક પુલની નીચે થાંભલા હોય જેથી એ ટકેલો રહે પણ આ બ્રિજ ખાસ ટેકનોલોજીવાળો છે જે માત્ર ચાર થાંભલા પર ઉભો છે, જેમાં બે થાંભલા આ છેડે ને બીજા બે થાંભલા બીજા છેડે જેને કેન્ટી લિવર ટાઇપનો પુલ કહેવાય છે. આ ટાઇપનો અતિ વ્યવસ્થ રહેતો દુનિયાનો પહેલા નંબરનો પુલ છે, આ બ્રિજનું બાંધકામ 1937 માં શરુ કરવામા આવેલ હતું. ને 1943માં માત્ર વ વર્ષમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો.
આ બ્રિજ બાંધવામાં 26,500 ટન ટેન્સિલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવેલ જે પૈકી 23,500 ટન સ્ટીલ તો માત્ર ટાટા કંપનીએ પુરુ પાડેલ હતું. એ જમાનામાં ટાટા સ્ટીલનું નામ ‘ટિસ્ક્રોમ’ સ્ટીલ હતું. આજે પણ તમે આ પુલને જોવો તો તમને લાગે આ પુલ હમણાં જ બંધાયો હશે. આ બ્રિજનું ફેબ્રિકેશન બ્રેથવેટ, બર્ન અને જેસપ એન્જિનીયરીંગ કંપનીએ કર્યુ હતું. આની ખ્યાતિ જોઇએ જ 1958 માં આ બ્રિજના નામ પરથી શકિત સામંને ‘હાવરા બ્રીજ’ ફિલ્મ બનાવી હતી. પુલ નિર્માણ વખતે તેની કંપનીને જણાવેલ કે નિર્માણમાં માત્ર ભારતીય સ્ટીલનો ઉપયોગ કરવો જેથી આ પુલ 100 ટકા સ્વદેશી છે. રાત્રીના આ પુલનો નઝારો ખુબ જ આકર્ષક લાગે છે. 14 જુન 1965 ના રોજ બંગાળી કવિ રવિન્દ્રનાથ ટાગોર કે જેને નોબલ પુરસ્કાર મળેલ તેની યાદીમાં પુલનું નામ રવિન્દ્ર સેતુ રખાયું હતું.
1862માં બંગાળ સરકારે ઇસ્ટ ઇન્ડિયન રેલવે કંપનીને હુગલી નદી પર પુલ બાંધવાની શકયતાનો અભ્યાસ કરવા જણાવેલ મુખ્ય ઇજનેર જર્યોજ ટર્નબુલ કે જેને હાવડામાં રેલ ટર્મિનસ કંપનીની સ્થાપના કરી હતી. પ્રારંભે પોન્ટુન બ્રિજ બનાવ્યો હતો. જેને 1874 માં આવેલા મહા ચક્રાવાતથી નુકશાન થયું હતું. બ્રિજમાં નટ-બોલ્ટ ન હોવાથી સમગ્ર માળખાને રિવેટીંગ કરવામાં આવેલ છે. બીજા વિશ્ર્વ યુઘ્ધ (1939 થી 1945) એ મુશ્કેલી ઉભી થતા 3 હજાર ટન સ્ટીલ ઇંગ્લેન્ડથી સપ્લાય કરાયું હતું. આ પુલ નિર્માણ થયા બાદ જાપાનીઝ વિમાનો દ્વારા હુમલાથી આશંકાને કારણે ઉદઘટન કરાયું ન હતું. આ પુલનો પ્રથમ ઉપયોગ કરનાર એક ટ્રામ હતી. આ પુલને કોલકાતાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે કારણ કે તે શહેરને હાવડા સાથે જોડે છે.
હિન્દી અને વિદેશી ફિલ્મોમાં પણ આ પુલ ચમકી ગયો છે. ગાર્થ ડેવિસની એકેડમી એવોર્ડ નોમિનેટ ફિલ્મ ‘લાયન’ (2016) પણ દર્શાવાયો હતો. આ પુલનું સાંસ્કૃતિક મહત્વ પણ છે તો એન્જીનીયરીંગ કલાનો ઉત્કૃષ્ટ નમુનો પણ છે.
- માત્ર રિવેટીંગ ટેકનોલોજી વડે ચાર સ્તંભ વચ્ચે ઉભો થયો 1528 ફુટ લાંબો સ્વદેશી બ્રિજ !!
એકપણ નટ બોલ્ટ વગર માત્ર રિવેટીંગ ટેકનોલોજી અને બન્ને છેડે માત્ર બે બે સ્તંભો મળી કુલ ચાર સ્તંભ ઉ5ર 1528 ફુટ લાંબો અને 71 ફુટ પહોળો બ્રિજ એટલે ‘હાવડા બ્રિજ’ આ સિસ્ટમનો બ્રિજ દુનિયાનો સૌથી વ્યવસ્ત પુલ છે. કેન્ટીલિવર ટાઇપનો આ પુલ વિશ્ર્વના ટોપ થ્રી બ્રિજમાં સ્થ્ાન ધરાવે છે.
જેના બાંધકામમાં 26,500 ટન ટેન્સિલ સ્ટીલ વપરાયું છે. રાત્રે આ પુલનો નયનરમ્ય નઝારો જોવા નો અનેરો આનંદ હોય છે. આ બ્રિજ દુનિયાનો સૌથી વધુ બ્રિજ છે. દરરોજ તેના ઉપરથી એવરેજ એક લાખ વાહનો સાથે દોઢ લાખ લોકો પગે ચાલીને પસાર થાય છે. પુલની વજન સહેવાની ક્ષમતા 60 હજાર ટન છે. આજે 79 વર્ષે પણ તમે જોવો તો કાલે જ પૂલ નિર્માણ થયું હોય તેવું લાગે છે. જે તેની એન્જીનીયરીંગ કલાનો ચમત્કાર છે.
દુનિયાના ટોપ બ્રેકેટ પુલમાંથી ‘હાવડા બ્રિજ’ નંબર વન ગણાય છે. પદયાત્રીઓ માટે 7 ફુટ મોટી ફુટપાથ બનાવી હતી. વિશ્ર્વ યુઘ્ધના સમયમાં ઉદધાટન વગર જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દીવાયો હતો. તે વિશ્ર્વનો ત્રીજા નંબરનો સૌથી લાંબો કેન્ટીલીવર બ્રીજ છે. આ જગ્યાએ ‘પોન્ટન’ બ્રિજ બનાવ્યો હતો જેના સ્થાને નવો હાવડા બ્રિજ બન્યો હતો. આ પુલ માટે સ્ટીલ ‘ટાટા’ પુરૂ પાડેલ જેથી આ પુલ 100 ટકા સ્વદેશી છે આ પુલનું ફેબ્રિકેશન બ્રેથ વેટ, બર્ન અને જેસપ એન્જીનીરીંગ કંપનીએ કર્યુ હતું.