શું છે સમગ્ર મામલો
આ ભયાનક ઘટના 8-9 ઓગસ્ટની રાત્રે બની હતી, જ્યારે કોલકાતાની ‘રાધા ગોવિંદ કાર મેડિકલ કોલેજ’માંથી ટ્રેઇની ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. આ ડોક્ટરની ઉંમર 31 વર્ષની હતી, જે તે દિવસે અન્ય ત્રણ ડોક્ટરો સાથે નાઈટ ડ્યૂટી પર હતી. જેમાંથી બે ડોકટર ચેસ્ટ મેડીસીન વિભાગના હતા અને એક ટ્રેઈની હતી. એક કર્મચારી હોસ્પિટલના હાઉસ સ્ટાફમાંથી હતો. તે રાત્રે આ તમામ ડોકટરો અને સ્ટાફે સાથે મળીને રાત્રિભોજન કર્યું હતું.
આ પછી, મહિલા ડૉક્ટર રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલના સેમિનાર હોલમાં સૂવા માટે ગઈ હતી. આ પછી સંજય રોય પાછળની બાજુથી સેમિનાર હોલમાં આવ્યો અને પહેલા ડૉક્ટરની પર દુષ્કર્મ ગુજારીને નિર્દયતાથી હત્યા કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ આરોપી મેડિકલ કોલેજમાં કોઈ પોલીસકર્મીને દાખલ કરવામાં આવતો ત્યારે તે તેની દવાઓ લાવવા અને તેને અન્ય મદદ પૂરી પાડવા માટે સહાયક તરીકે હાજર રહેતો હતો. પરંતુ જે દિવસે આ ઘટના બની તે દિવસે આરોપી કોઈ કામ માટે હોસ્પિટલમાં આવ્યો ન હતો. તે દિવસે તે હોસ્પિટલના પાછળના ભાગમાં દારૂ પીવા આવ્યો હતો અને દારૂ પીધા બાદ તેણે મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો જોયો હતો. ત્યારબાદ ઘટનાને અંજામ આપ્યો હતો.
આરોપી સંજય રોયની અંગત તપાસમાં તે મહિલા વિરોધી મનોરોગી હોવાનું સામે આવ્યું
સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારા કલકત્તામાં તબીબ પર બળાત્કાર અને નિરમમ હત્યાના બનાવમાં પોલીસે મુખ્ય આરોપી સંજય રોયની અટકાયત કરી તપાસ હાથ ધરતા સંજય હિંસક પોર્ન નો વિકૃત મનોરોગી હોવાનું બહાર આવ્યું છે તપાસમાં તેની વર્તણૂક અને અંગત તપાસમાં તેના મોબાઈલમાંથી ઇન્સક પોર્ન ના ક્ધટેન્ટ વાળા વિડીયો મળી આવ્યા હતા. સંજય રોય હિંસક મનોવૃત્તિ અને પોર્ન નો શોખીન હોવાનું બહાર આવ્યું છે 33 વર્ષનો સંજય 2019 માં કલકત્તા પોલીસમાં સામાજિક લોક સેવક તરીકે જોડાયો હતો તે ચાર ચાર વખત પરણયો હતો. પોલીસ ના મત મુજબ રોય તેની પત્નીઓને સતત કન્નડતો હતો અને તેમને મારીને વિકૃત આનંદ લેતો હતો ત્રીજી વખત બેરકપૂરની એક છોકરી સાથે પરણ્યો હતો પરંતુ તેની સાથે પણ તેને ફાવ્યું ન હતું પોલીસે રોય સામે IPC કલમ 64 બળાત્કાર 103 હત્યા સહિત કલમો સાથે ગુનો નોંધ્યો છે.