છેલ્લી કેપ્ટન્સી મેચમાં કોહલી ટીમ ને જીત ન અપાવી શક્યો,
રહી ગયો વસવસો
કહેવાય છે કે, સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન , કાબે અર્જુન લૂંટયો વહી ધનુષ વહી બાણ વાક્ય આજે ખરા અર્થમાં શક્ય બન્યું છે. આઈપીએલના એલીમીનેટર મેચમાં આરસીબી અને કોલકત્તા વચ્ચે મેચ રમાયો હતો, જેમાં કોહલી તેની છેલ્લી કેપટન તરીકેની મેચમાં ટીમ ને વિજય અપાવવામાં નિષ્ફળ નીવડ્યો છે, જેનો સંપૂર્ણ વસવસો રહી ગયો છે. એ વાત પણ સાચી છે કે ક્રિકેટ એક મેન્ટલ ગેમ છે, જેને ખૂબ સારી રીતે સમજી કલકત્તાએ આરસીબીને ધોરે દિવસે તારા દેખાડી દીધા હતા.
બેંગલોના જે દિગજ ખેલાડીઓ હતા તે બાઉન્ડરી સુધી પણ બોલ પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા હતા. સામે કલકત્તાના બોલરોએ સ્લો બોલ ફેંકી બેંગ્લોરના બેટ્સમેનોને ધૂળ ચાટતા કરી દીધા હતા. સ્લો બોલ ફેંકી કલકત્તાના બોલરોએ કોહલી, ડી વિલિયર્સ અને મેક્સવેલ જેવા વિસ્ફોટક ખેલાડીઓને આઉટ કરી ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધું હતું. એટલુંજ નહીં બેફફૂટ ઉપર ગયેલી બેંગલોરની ટિમ ફ્રન્ટફૂટ ઉપર રમી સાકી જ ન હતી અને અંતે આઈપીએલ માંથી બહાર ફેંકાઈ ગયું હતું.
વિરાટ કોહલીના પ્રથમ બેટિંગ કરવાના નિર્ણયને પણ વખોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ બેંગલોરને હરાવી કલકત્તાની ટીમ બીજા કોઈ ફાયર માં આવી પહોંચી છે જેમાં તેનો મુકાબલો દિલ્હી કેપિટલ સાથે હશે ત્યારે પ્રશ્ન એ સામે આવે છે કે કલકત્તા માટે દિલ્હી કેટલુ દુર થશે જો કલકત્તા ની ટીમ દિલ્હી ને માત આપે તો તે સીધી જ ચેન્નઈ સાથે ફાઇનલમાં ટકરાશે તો બીજી તરફ જો કલકત્તા ની ટીમ સામે હારે તો તે ટૂર્નામેન્ટની બહાર ફેકાઈ જશે. દિલ્હી અને કલકત્તા ટીમની જો સરખામણી કરવામાં આવે તો દિલ્હીની ટીમ કેકેઆર કરતાં ચડિયાતી સાબિત થાય છે દિલ્હી ની બેટિંગ અને બોલિંગમાં બંને કલકત્તા ની સરખામણીમાં ખૂબ જ સારી છે.
એવી જ રીતે બેંગ્લોર સામેના મેચમાં દિલ્હી ના બોલો એ પોતાની સૂઝબૂઝથી ટીમને ખૂબ જ નજીવા ઉપર કરી દીધું હતુ ત્યારે કલકત્તા તરફથી બોલિંગ કરતા સુનિલ નારાયણ લોકી ફર્ગ્યુસન સહિતના ખેલાડીઓ પોતાની કળા કૌશલ્ય અને ઉજાગર કરી દિલ્હી સામે પોતાનો સિક્કો સાબિત કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરશે તો સામે દિલ્હીમાં પણ આવે સ્થાન જેવા યુવા પ્રતિભા હોવાના પગલે કલકત્તા ને બેટિંગમાં પણ પૂરતી ચુનોતી મળી રહેશે. કહેવાય છે કે ક્રિકેટ ઇઝ આ મેન્ટલ ગેમ ત્યારે બીજા ક્વોલિફાયર મેચમાં પણ ક્યાંક ને ક્યાંક આ પદ્ધતિને અમલી બનાવી બંને ટીમો એકબીજા ઉપર પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે મુકાબલો રમશે. વિરાટની ટીમનો પરાજય થતાં કોહલીને પણ એ વાતનો વસવસો રહી ગયો કે તે તેની કેપ્ટનશીપમાં ટીમ ને આઈપીએલ ટ્રોફી જીતાડી શકયો નથી.