Abtak Media Google News
  • કોલકત્તાને 10 વર્ષની મહેનત રંગ લાવી
  • બોલેરો બાદ બેટ્સમેનોના તોફાને હૈદરાબાદને ધૂળ ચાટતું: 2012, 2014 બાદ ત્રીજો ટાઈટલ જીત્યુ

ઈન્ડિયન પ્રીમિયર લીગ  એ ટી20 લીગની સૌથી મોટી ટુર્નામેન્ટ છે. વિશ્વભરના શ્રેષ્ઠ ક્રિકેટરો ભાગ લઇ આ ટુર્નામેન્ટને વધુ જીવંત અને રોમાંચક બનાવે છે. આ ટુર્નામેન્ટ જીતવી મોટી સિધ્ધિ છે. આઈપીએલ શરુ થઇ ત્યારથી અત્યાર સુધીના આઈપીએલ ચેમ્પિયન ટીમની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાંચ પાંચ વખત ચેમ્પિયન બની રેકોર્ડ ધરાવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજી ટીમ છે જે બે વખત ચેમ્પિયન બન્યું છે. હૈદરાબાદના નામે પણ એક ટાઇટલ છે. આઈપીએલ પ્રથમ સિઝન 2008 માં રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બન્યું હતું.

આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું છે. આન્દ્ર રસેલ (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ ઐયરની અણનમ અડધી સદી (52)ની મદદથી કોલકાતા નાઈટ રાઇડર્સે આઈપીએલ 2024ની ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોલકાતાની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની છે. આ પહેલા 2012 અને 2014માં ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે ગંભીર ટીમનો કોચ છે..

હૈદરાબાદની ટીમ આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ ફાઈનલમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમ બની છે. આ પહેલા રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો. તેણે 2013ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 9 વિકેટે 125 રન બનાવ્યા હતા. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલ મેચ એકતરફી રહી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બોલિંગ કરવી પડી હતી. પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી મિશેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી. આ ઉપરાંત આન્દ્રે રસેલે પણ ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. આ પછી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે હૈદરાબાદને 113ના સ્કોર સુધી રોકી દીધું.બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતરેલી કોલકત્તાએ આસાનીથી ટાર્ગેટ પાર કરીને ટ્રોફી પર કબ્જો કરી લીધો. કોલકત્તા માટે વેંકટેશ અય્યરે શાનદાર અડધી સદી ફટકારતા 26 બોલમાં 52 રનની ઈનિંગ રમી. આ સિવાય ગુરબાઝે 39 રન બનાવ્યા.

  • દસ વર્ષની સખત મહેનત બાદ કોલકત્તા આઇપીએલ ટાઇટલ જીતી શક્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ નું ટાઈટલ જીતવો ખૂબ મોટી વાત છે ત્યારે દસ વર્ષની સખત મહેનત બાદ કલકત્તાએ ત્રીજી વખત ઇન્ડિયન પ્રીમિયર લીગનો ટાઈટલ પોતાના નામે અંગે કર્યો છે જેની પાછળ સમગ્ર ટીમ તથા સપોર્ટ સ્ટાફનો ખૂબ મહેનત છે. કલકત્તા ની ટીમમાં અનેક એવા ખેલાડીઓ કે જેઓને અનેક તકલીફો હોવા છતાં પણ આ વર્ષે શરૂઆતથી જ એક જૂથ થઈને રમ્યા હતાને વિપક્ષી ટીમો પર સતત દબાણ ઊભું કર્યું હતું. એટલું જ નહીં કોચ ગૌતમ ગંભીરનું માર્ગદર્શન અને આપવામાં આવેલું પ્રતિક્ષણ પણ ટીમ માટે અત્યંત ફાયદરૂપ નિવડ્યું.

  • શું હતી પ્રાઇઝ મની?

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ટાઈટલ જીત્યા બાદ મોટી રકમ મેળવી છે. તેને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. આ સાથે જ મેચ હારનાર ટીમ સનરાઇઝર્સને પણ મોટી રકમ મળી છે. સનરાઇઝર્સ ટીમને 12.5 કરોડ રૂપિયા મળ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.