સુકાની ગૌતમ ગંભીરની આગેવાનીમાં રાત્રે ૯:૦૦ કલાકે જેટની ફલાઈટમાં કે.કે.આરની ટીમ આવી પહોંચશે: શુક્રવારે ખંઢેરીમાં ગુજરાત લાયન્સ અને કે.કે.આર વચ્ચે આઈપીએલ જંગ
જામનગર રોડ સ્તિ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી શુક્રવારે આઈપીએલની ૧૦મી સીઝનમાં ગુજરાત લાયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર વચ્ચે મેચ રમાવાનો છે. આજે રાત્રે સુકાની ગૌતમ ગંભીરની આગેવાનીમાં કે.કે.આર.ની ટીમ રાજકોટ આવી પહોંચશે અને આવતીકાલે નેટ પ્રેકટીસ કરે તેવી સંભાવના છે. શુક્રવારે મેચ પૂર્વે શાનદાર ઓપનીંગ શેરેમની યોજાવાની હોય જેમાં ભાગ લેવા અને ટીમનો જોશ વધારવા બોલીવુડના બાદશાહ શાહ‚ખ ખાન અને અભિનેત્રી જુહી ચાવલા પણ રાજકોટ આવી રહ્યાં છે.
સુકાની ગૌતમ ગંભીર સહિત કે.કે.આરની આખી ટીમ રાત્રે ૯:૫૫ કલાકે જેટ એરવેઝની ફલાઈટમાં રાજકોટ આવી પહોંચશે અને એરપોર્ટી સીધ્ધી ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુનમાં જશે. આવતીકાલે કે.કે.આર.ની ટીમ નેટ પ્રેકટીસ કરે તેવી સંભાવના જણાઈ રહી છે. ગુજરાત લાયન્સના હોમ ગ્રાઉન્ડ એવા રાજકોટમાં આઈપીએલની ૧૦મી સીઝનમાં કુલ પાંચ મેચ રમાવાના છે જેમાં પ્રમ મેચ આગામી ૭મી એપ્રિલના રોજ ગુજરાત લાયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે