પ૧ સંસ્થાઓ દ્વારા કરાશે સન્માન: હેતુ ગઢવી હોલમાં કાર્યક્રમ: શહેર જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજના હોદેદારો અબતકની મુલાકાતે

અખીલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અઘ્યક્ષપદે રાજકોટના પૂર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળીયાના વરણી થતાં ગુજરાતભરમાં સમાજમાં હર્ષની લાગણી ફેલાઇ છે અને ગામે ગામ સાહેબના હુલામણા નામથી જાણેતા કુંવરજીભાઇનું સ્વાગત-સન્માન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તા. ૨૮ ના રોજ બપોરે ૨ થી ૬ સુધી સન્માનનો કાર્યક્રમ યોજાશે.

અખિલ ભારતીય કોળી સમાજની ગાંધીનગર ખાતે મળેલ રાષ્ટ્રીય કારોબારીમાં દેશભરમાંથી આવેલા કારોબારી સભાસદોએ એકી અવાજે સેવાક્ષેત્રે ગુજરાતભરમાં પોતાનું અનોખી ઓળખ ઉભી કરનાર પૂર્વ સાંસદ અને શિક્ષણશાસ્ત્રી એવા કુંવરજીભાઇ બાવળીયાની પસંદગી રાષ્ટ્રીય અઘ્યક્ષ તરીકે કરતાં ગુજરાતના સમાજના હોદેદારોમાં ભારે હર્ષ સાથે આ વરણીને વધાવી હતી અને દેશભરમાં નમુનારુપ અખીલ ભારતીય કોળી સમાજનું સંગઠન ગુજરાતમાં ઉભ થાય તે માટે સતત છેલ્લા ર વર્ષથી કાર્યરત રહી કામગીરી કરનાર ગુજરાત પ્રદેશ એકમના પ્રમુખ કુંવરજીભાઇ બાવળીયા અને તેમની ટીમ દ્વારા હાલમાં ગામેગાર સભ્ય નોંધણી અભિયાન ચાલું છે.

રાજસ્થાન, હરીયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક, મઘ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, બિહાર, તમીલનાડુ, તેલગણા, દીવ દમણ, સેલવાસ ચંદીગઢ અને ગોા જેવા કેન્દ્રશાસીત પ્રદેશો સહીતના રાજયોમાં આઝાદી વખતથી આ સંગઠન દેશના વિરાટ સંગઠન તરીકે પ્રથમ હરોળમાં રહી સામાજીક કામગીરી કરે છે. આ કાર્યક્રમમાં રાજકોટ નિવાસી અનેગુજરાત પ્રદેશ હોદેદારો પૈકીના દિનેશભાઇ પી. મકવાણા ઉપપ્રમુખ (ગુજરાત પ્રદેશ) ધર્મેશભાઇ જંજવાડીયા મંત્રી (ગુજરાત પ્રદેશ) રમેશભાઇ પરમાર સંગઠન (ગુજરાત પ્રદેશ) મહેશભાઇ રાજપરા, રાજકોટ જીલ્લા યુવા પ્રમુખ અલ્પેશભાઇ સાધરીયા, રાજકોટ શહેર યુવા પ્રમુખ દિપ્તીબેન સોલંકી, રાજકોટ જીલ્લા મહીલા પ્રમુખ ચંદ્રીકાબેન વરાણીયા, રાજકોટ શહેર મહીલા પ્રમુખ, શૈલેષભાઇ જાદવ, રાજકોટ શહેર ઉપપ્રમુખ દ્વારા આ આયોજ કરવામાં આવેલું છે. જેમાં શહેર-જીલ્લાના સંસ્થાના આગેવાનો- હોદેદારો શિવાભાઇ સીપરીયા, જીણાભાઇ સીતાપરા, હરેશભાઇ ગણોદીયા, વિજયભાઇ ચૌહાણ, દિપકભાઇ ગોવાણી, ગીરધરભાઇ ઝાલા, વિજયભાઇ ચાવડા, સમીરભાઇ બારૈયા, બળદેવભાઇ પંચાસરા, રાજુભાઇ પંચાસરા, સુભાષભાઇ અગોલા, વિવેકભાઇ વિરમગામા, સમીરભાઇ બારૈયા, રમીલાબેન ભરડા, વિરમભાઇ કુડેચા, જગદીશભાઇ મેરાણી, મનુભાઇ ગણોજા, મનુભાઇ આહુંદ્રા બાબુભાઇ ભખોડીયા, ગોરધનભાઇ જાખલીયા, વલ્લભભાઇ પરમાર, મનસુખભાઇ ગોવાણી, દીપકભાઇ બાબરીયા, ગોરધનભાઇ કુમારખણીયા, મહેન્દ્રભાઇ મકવાણા, જે.ડી. બાલોન્દ્રા સહીતના આગેવાન તેમજ સમુહ લગ્ન સમીતીના હોદેદારો  અનેબોડીંગના અગ્રણીઓ ઉ૫સ્થિત રહેશે.  આ તેમજ શહેર-જીલ્લા-તાલુકાના  સામાજીક અગ્રણી તેમજ આગેવાનશ્રીમાં  ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અવરસભાઇ નાકીયા, જીલ્લા પંચાયત બાંધકામ સમીતી ચેરમેન કાળુભાઇ તલાવડીયા, જી.પં. આરોગ્ય સમીતી ચેરમેન હેતલબેન રણજીતભાઇ ગોહિલ, જી.પં. સદસ્ય નાથાભાઇ મકવાણા, બચુભાઇ સોરાણી, સહીતના સમાજના આગેવાનો ઉ૫સ્થીત રહેશે. આ કાર્યક્રમમાં જોડાવા પ્રદેશ પ્રવકતા વિનુભાઇ સોલંકીએ એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.