કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલ, મુંબઇના ડોકટરોએ રાજકોટમાં પ્રથમ વર્ષ થવાની ઉજવણી કરી અને સ્થાનીક મેડીકલ પ્રોફેશનલ્સને મળ્યાં
રાજકોટમાં કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલે આજે કામગીરીનું એક વર્ષ પૂર્ણ કર્યુ છે. એકિઝકયુટીવ ડાયરેકટર ડો. રામ નારાયણ, રિહેબિલિટેશન મેડિસિનમાં ફિઝીકલ મેડીસીન અને રિહેબિલિટેશન ક્ધસલ્ટન્ટ માટેના સેન્ટરનાં ડાયરેકટર અને ન્યુરો રિહેબિલિટેશન સ્પેશ્યાલિસ્ટ ડો. અભિષેક શ્રીવાસ્તવ, પીડિયાટિકસ, પીડિયાટીક ઓન્કોલોજી એન્ડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનમાં ક્ધસલ્ટન્ટ ડો. સાંતનુ સેન, સ્પાઇન સર્જરીના હેડ ડો. વિશાલ પેશાટ્ટિવાર તથા એન્ડ્રોલોજી અને રિક્ધસ્ટ્રકિટવ યુરોલોજીના હેડ ડો. સંજય પાંડેએ કામગીરીનું વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. સંસ્થાએ રાજકોટના અગ્રણી મેડીકલ પ્રોફેશનલ્સના મેગા સીએમઇનું આયોજન પણ કર્યુ છે. તથા મેડીકલમાં લેેટેસ્ટ પ્રગતિ અને સારવારના નીતી નિયમો વિશે જાણકારી આપી હતી.
કિલનીકમાં વર્ષ દરમીયાન ૧૦૦૦ થી વધારે દર્દીઓની સારવા થઇ છે. જેમાં કેટલાક જટીલ કેસો સામેલ છે. ૪૦ થી વધારે તાલીમ કાર્યક્રમો અને સીએમઇ હાથ ધરવામાં આવ્યાં છે આ કાર્યક્રમો વર્ષ દરમિયાન યોજાયા હતા. જેમાં રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો ડોકટરો સુધી પહોંચીને તેમને સારવારની લેટેસ્ટ પઘ્ઘ્તિઓ અને ટેકનોલોજીકલ સફળતા વિશે જાણકારી આપવામાં આવી હતી. કેટલાક ટ્રસ્ટ અને સામુદાયિક જુથો સાથે જોડાણમાં થેલેસેમિયા, વેરીકોઝ વેઇન્સ, ડાયાબેટિક ફુટ અને યુરિનરી ઇન્કોન્ટિનન્સ જેવા રોગો પર જાવૃતિ લાવવા સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલના એકિઝકયુટીવ ડાયરેકટર ડો. રામ નારાયણે કહ્યું હતું કે, અમે અમારા દર્દીઓને શ્રેષ્ઠ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા હમેશા ઘ્યાન કેન્દ્રીત કરીએ છીએ. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાંથી નિયમીત પણે કીલનીકમાં દર્દીઓનો નોધપાત્ર પ્રવાહ આવે છે. સીનીયર ડોકટર અહી ક્ધસલ્ટેશન માટે મુંબઇથી નિયમીત આવે છે અમે ઉપભોકતાઓઅને સ્વાસ્થ્ય સાથે સંબંધીત વિવિધ નુકશાનકારક પરીબળો અને તેની સારવા વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં કિલનીક મારફતે અત્યારે હેલ્થકેરમાં અત્યાધુનિક સેવાઓ અને પ્રસિઘ્ધ નિષ્ણાતો ઉ૫લબ્ધ છે. આ કિલનીક હેલ્થકેરને મજબુત કરવાનાં અને સ્વાસ્થ્યના સબંધમાં સુમાહિતીપ્રદ નિર્ણયો લેવા માટે લોકોને સક્ષમ કરવાનાં સ્વપ્ન સાથે સ્થાપીત કરવામાં આવી છે.