ગુજરાતની ગરબા પ્રિન્સેસ એટલે ઐશ્વર્યા મજમુદાર સારી સિંગર હોવાની સાથે તે એક સ્ટાઈલ આઈકન પણ છે. જુઓ તેના આકર્ષક અને અમેઝિંગ લૂક્સ… લઈટ પિન્ક એન્ડ બ્લુ જીન્સ સાથે રોઝ ગોલ્ડ એસેસરીઝમાં ઐશ્વર્યા ખુબસૂરત લાગી રહી છે. નવરાત્રીમાં ઐશ્વર્યા લોકોને પોતાના સ્વરે ગરબે ઘુમાવે છે સાથે જ તેની ફેશન સેન્સ પણ લોકોના મન મોહી લે છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ઐશ્વર્યાના કેટલાય ચાહકો છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેક આઉટફિટ ઐશ્વર્યા પર શોભે છે.