• – સ્વાઈન ફ્લુ ડામવામાં નિષ્ફળ રહેલી સરકારનુ નવુ ફરમાન
  • – વડોદરા કોર્પોરેશને રાજ્યમાં સૌથી પહેલો અમલ શરૃ કરાવ્યો

સરકારનુ કહેવુ છે કે કોકમના ફુલોને પાણીમાં ઉકાળ્યા બાદ  આ પાણી પીવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને તેનાથી સ્વાઈન ફ્લુને અટકાવી શકાય છે.

આખા રાજ્યમાં સ્વાઈન ફ્લુના કહેર વચ્ચે સરકારે હવે તમામ હોટલો અને રેસ્ટોરન્ટોને  જમવા આવનારા ગ્રાહકોને કોકમનુ પાણી પીવડાવવાનો આદેશ આપ્યો છે. જેનો સૌથી પહેલો અમલ વડોદરામાં શરૃ થયો છે.

બીજી તરફ સરકારનો આ પરિપત્ર મળ્યા બાદ કોર્પોરેશનની આરોગ્ય શાખાના કર્મચારીઓ તેમજ ફૂડ ઈન્સેપક્ટર્સે તેનો અમલ કરાવવાનુ શરૃ કરી દીધુ હતુ. કોર્પોરેશનની ટીમે વડોદરા શહેરની સંખ્યાબંધ હોટલો અને રેસ્ટોરન્ટોમાં જઈને આ બાબતની સૂચનાઓ આપી હતી.

કામગીરી સાથે સંકળાયેલા અધિકારીનુ કહેવુ હતુ કે કોકમનુ પાણી ગ્રાહકોને વિના મુલ્યે હોટલો અને રેસ્ટોરન્ટો દ્વારા આપવામાં આવશે.સરકારનો આ પરિપત્ર તમામ હોટલો અને રેસ્ટોરન્ટોમાં લાગુ પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.