અન્ય ગ્રહ ઉપર ‘વિકસીત જીવન’ તરફથી સિગ્નલ મળ્યા હોવાની આશા વ્યકત કરતા ખગોળશાસ્ત્રીઓ
અવકાશમાં ખગોળીય ઘટનાઓ ઉપર નજર રાખી રહેલા ખગોળશાસ્ત્રીઓને પૃથ્વીથી ૧૧ પ્રકાશ વર્ષ દુર નાના ડીમ સ્ટારમાંથી ભેદી રેડિયો સિગ્નલ મળ્યા છે. સંશોધકોએ આ મામલે જણાવ્યું છે કે, રોઝ ૧૨૮ (જીજે ૪૪૭) નામના લાલ સ્ટારમાંથી સિગ્નલો મળ્યા છે. આ સ્ટાર સૂર્ય કરતા ૨૮૦૦ ગણો ઓછો પ્રકાશિત છે. સ્ટારને કોઈ પ્લાનેટ છે કે નહીં તે અંગે તપાસ થઈ રહી છે. પ્યુરીટો રીકો યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીએ આ ભેદી રેડિયો સિગ્નલ ‘વિકસિત જીવન’ તરફથી કોઈ ગ્રહ પરથી છોડવામાં આવ્યા હોવાની શંકા વ્યકત કરી છે. નાસા સહિત એજન્સીઓ ઘણા સમયથી અવકાશમાં જીવન અથવા એલીયનની શોધ કરી રહી છે. પ્યુરીટો રીકો યુનિવર્સિટી તેમજ ચીનમાં પણ રેડિયો સિગ્નલ પકડવા વિશાળકાય ટેલીસ્કોપ મુકવામાં આવ્યા છે. ત્યારે માત્ર ૧૧ પ્રકાશવર્ષ દુરથી મળેલા રેડિયો સિગ્નલ આ ક્ષેત્રે અનેક સસ્પેન્સ છતા કરશે તેવી અપેક્ષા છે.