સમય સમય બલવાન હૈ…. ટીમ ઇન્ડિયાએ મુંડાવ્યું
ટી-૨૦ વિશ્વ કપ માંથી ભારતીય ટીમ લગભગ બહાર ફેંકાઈ ગઈ, પોતાની આબરૂ બચાવવા બાકી રહેલા મેચો રમશે
ટી-૨૦ વિશ્વ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત ખરાબ અને કંગાળ રહ્યું છે પ્રથમ મેચ પાકિસ્તાન સામે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ ભારતીય ટીમના બેટ્સમેનો દ્વારા નબળી રમત રમવામાં આવી હતી અને માત્ર 110 રન જ બનાવી શકી હતી. મેચ બાદ એ વાત સામે આવી કે ભારતીય ક્રિકેટ ટીમે ૨૦ ઓવરમાં થી નવ ઓવરમાં એક પણ રન નોંધાયો ન હતો જેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ એક ફૂટ ઉપર ધકેલાઈ ગયા હતા અને જે સમયે આક્રમકતા દેખાડવાની જરૂરિયાત હતી તે સમયે ખેલાડીઓ ડિફેન્સિવ મોડમાં આવી જતાં મેચનું પરિણામ ન્યૂઝીલેન્ડ તરફ જોવા મળ્યું હતું . સામે કોહલીની કેપ્ટનશીપમાં એક પણ આઈસીસી ટ્રોફી ભારત જીતી શક્યું નથી.
ત્યારે ન્યૂઝીલેન્ડ સામે ના મેચ મા એ વાત ઉપર આશા હતી કે જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને માત આપશે તો સેમિ ફાઇનલમાં તે સરળતાથી પહોંચી શકે છે પરંતુ ચિત્ર ઉલટુ સાબિત થયું હવે બાકી રહેલા ત્રણ મેચમાં ભારતીય ટીમ પોતાની આબરૂ બચાવવા રમશે અને હવે અફઘાનિસ્તાન જેવી નવી ટીમ સામે પણ ભારતે સમજદારી પૂર્વ રમત દાખવવી પડશે નહીં તો તેમને હારનો સામનો કરવો પડે તેવી સ્થિતીનું પણ નિર્માણ થયું છે.
સૌથી મોટી વાત તો એ છે કે આઇપીએલ પૂર્ણ થયા બાદ દરેક ટીમના ખેલાડીઓએ ભારતીય ટીમના ખેલાડીઓ ની રમત વિડિયો એનાલિસિસ મારફતે જોઈ હતી અને તેમની નબળી કરી પણ શોધી હતી ત્યારે ચાલુ વિશ્વ કપમાં અને નવોદિત ખેલાડીઓ કે જે આઈપીએલમાં રમ્યા ન હતા તેઓ પોતાની ટીમ માટે ડાર્ક હોર્સ સાબિત થઈ રહ્યા છે અને જે તે ટીમને વિજય પણ અપાવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.
ચાલુ ટી-૨૦ વિશ્વ કપમાં જે રીતે ભારતીય ટીમનું સર્જન થવું જોઇએ તે ન થયું હોવાનું પણ એટલું જ કારણભૂત છે નવોદિત ખેલાડીઓ ના બદલે જે આપેલ કાટલા છેલ્લા લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે તેને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ બંને મહત્વપૂર્ણ મેચમાં ટીમ દ્વારા અને ટીમના ખેલાડીઓ દ્વારા જે સારું પ્રદર્શન થવું જોઈએ તે કરવામાં ખેલાડીઓ નિષ્ફળ નીવડયા છે ત્યારે બાકી રહેલા મેં તને સારી રીતે જીતી શકે તે દિશામાં જ ભારતીય ટીમ પોતાની રણનીતિ બનાવશે.
અફઘાનિસ્તાન અને નામિબિયાના મેચમાંનો 62 રને વિજય
અફઘાનિસ્તાને ૬૨ રનથી નામિબીયા સામે વિજય મેળવતા સેમિ ફાઈનલની આશા જીવંત રાખી હતી. અફઘાનિસ્તાને પાંચ વિકેટે ૧૬૦નો સ્કોર કર્યો હતો. જેમાં શહઝાદના ૪૫ રન મુખ્ય હતા. જવાબમાં હામિદ હસને અને નાવીન ઉલ હકે ત્રણ-ત્રણ વિકેટ ઝડપતાં નામિબીયા ૯ વિકેટે ૯૮ રન કરી શક્યું હતુ. આ સાથે અફઘાનિસ્તાને સુપર-૧૨માં ત્રીજી મેચમાં બીજો વિજય મેળવતા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું છે. અબુ ધાબીમાં રમાયેલી સુપર -૧૨ની મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જીતવા માટેના ૧૬૧ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા નામિબીયાએ માત્ર ૩૬ રનમાં જ ચાર વિકેટ ગુમાવતા તેમનો પરાજય નિશ્ચિત લાગતો હતો.