કિવિઝની પરફેક્ટ રણનીતિ સામે ભારતીય બેટ્સમેનો વામણા સાબિત થયા: ૧૭૦ રનમાં ઓલઆઉટ
ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની ગઈ છે. તેણે સાઉથેમ્પ્ટનમાં રમાયેલી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને ૮ વિકેટે હરાવ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમે તેના ૯૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર વર્લ્ડ કપ જીત્યો છે. કિવિ ટીમે ઇંગ્લેન્ડ સામે ૧૦ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ પ્રથમ મેચ રમી હતી. ત્યારથી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું ન હતું. તે જ સમયે આઇસીસીએ પ્રથમ વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે ટેસ્ટની વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી.
આની સાથે ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં બીજી વાર હરાવી છે. આની પહેલા ૨૦૦૦ની ચેમ્પિયન્સ ટ્રોફી (વનડે ફોર્મેટ)ની ફાઇનલમાં ૪ વિકેટથી હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડની ટીમે બીજી ઈનિંગમાં પરફેક્ટ શરૂઆત કરી હતી. રવિચંદ્રન અશ્વિને ટોમ લેથમની વિકેટ ઝડપીને ભારતમાં ગેમમાં પકડ બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. ૩૩ રન પર કીવી ટીમે પહેલી વિકેટ ગુમાવી. રિવચંદ્રન અશ્વિને ૨ વિકેટ લીધી, ૪૪ રન પર કીવી ટીમે ટોમ લેથમની વિકેટ ગુમાવી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ અશ્વિનને નામ- ૭૧* વિકેટ લીધી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી વિશ્વ વિજેતા બનવાનું ભારતનું સ્વપ્ન રોળાયું છે. સામે ન્યુઝીલેન્ડે ૯૧ વર્ષ બાદ ટ્રોફી જીતી છે. ભારતીય ટીમ રિઝર્વ ડેના દિવસે પણ કંઇક ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. સમગ્ર ટીમ ૧૭૦ રનમાં પેવેલિયન ભેગી થઈ હતી પરિણામે ન્યુઝીલેન્ડે સરળતાથી મેચ જીતી લીધો હતો. જો કે, ન્યુઝીલેન્ડની જીતનઓ શ્રેય ફક્ત તેની રણનીતિને જાય છે. મજબૂત રણનીતિએ ભારતીય ટીમને વામણા તો સાબિત કર્યા જ પણ બંને ટીમના કેપ્ટન વચ્ચે વિલિયમ્સન વિરાટ સાબિત થયો છે.
‘ક્રિકેટ ઇઝ અ મેન્ટલ ગેમ’ આ ઉક્તિ ફાઇનલ મેચમાં ફરી એકવાર સાબિત થઈ છે. ન્યુઝીલેન્ડની ટીમે જે રણનીતિ બનાવી તેને પારખવામાં ભારતીય ટીમે થાપ ખાધી જેના કારણે હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમ શિષ્તના પાઠમાં થાપ ખાઈ ગઈ તે પણ હાર પાછળ જવાબદાર પરિબળ છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ જેમિસને ચટકાવી હતી. વિરાટ કોહલી ફ્રન્ટફુટ પર રમાનરો ખેલાડી છે ત્યારે જેમિસને તમામ બોલ બેકફૂટ પર નાખી વિરાટની ગ્રંથી બાંધી દીધી અને ત્યારબાદ ફ્રન્ટફુટનો શોર્ટ બોલ નાખ્યો પણ વિરાટની બેકફૂટની ગ્રંથીએ તેને ફ્રન્ટફુટ પર આવવા ન દીધો અને પરિણામે કોહલીએ સ્લીપમાં કેચ દઈ દીધો.
તેવી જ રીતે ન્યુઝીલેન્ડની ટીમ ભલીભાતિ જાણતી હતી કે, પંત ડિફેન્સ નહીં રમી શકે. ત્યારે પંતને તમામ બોલ શોર્ટ નાખવામાં આવ્યા જેના કારણે એટેક કરવા જતાં પંતે મારેલો શોટ આસમાનમાં ચડ્યો ખરા પણ બાઉન્ડ્રી બહાર તો ન ગયો પણ કેચ જરૂર થઈ ગયો અને પંતને પેવેલિયન પરત ફરવું પડ્યું.
ઉપરાંત કિવિઝે પાંચ પેસબોલરને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ભારતીય ટીમ ૩ પેસ બોલર અને ૨ સ્વીન્ગ બોલર સાથે મેદાનમાં ઉતરી હતી. વાતાવરણને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડે રણનીતિ બનાવી અને તે કારગત નીવડી. ભારતીય ટીમનો એક પણ ખેલાડી લાંબુ રમી શક્યો નહીં.