- એશિયા કપમાં કરેલી ભૂલો સુધારી આજે ભારતની ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી 20
- વિરાટ કોહલી-રોહિત શર્મા ઓપનિંગ કરે તેવી પુરી શક્યતા: વિશ્ર્વના તમામ બોલરોનું ફોક્સ હાલ વિરાટના પર્ફોમન્સ પર
એશિયા કપની ભૂલો સુધારી ભારતીય ટિમ ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની ટી-20 સીરીઝ રમવામાં ઉતરશે. જો કે આજે અલગ જ જુસ્સા સાથે ભૂલો ને સુધારી ટિમ ઇન્ડિયા સીરીઝનો પ્રથમ મેચ જીતવા મેદાને ઉતરશે. ટી20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટિમ પોતાની મિડલ ઓર્ડર્ બેટીંગ સુધારી વધુ સ્ટ્રાઇક રેટ સાથે જંગમાં રમશે. સીરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાશે. વિરાટ જે રીતે એશિયાકપમાં બેટિંગ કર્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે, હવે ફરી કોહલી વિરાટ સાબિત થવા પર આગળ વધી રહ્યો છે. લોકો આજે પણ જેમ સચિન તેંડુલકરને યાદ કરે છે તેમ વિરાટને પણ યાદ કરશે. ટી20 વર્લ્ડકપમાં વિરાટ-રોહિત ઓપનિંગ કરે તેવી પુરી શક્યતા છે. હાલ તો આખા વિશ્વના બોલરોનું ફોક્સ કોહલીના પર્ફોમન્સ પર કેન્દ્રિત છે કેમ કે જે રીતે એશિયાકપમાં વિરાટે ફટાકાબાજી કરી છે તેને જોતા લાગી રહ્યું છે કે કોહલી હવે ફરી ’વિરાટ’ સાબિત થશે જ…
ભારત સામે પહેલી ટી-20 મેચ પહેલા આરોન ફિન્ચે વર્ચ્ચુઅલ પત્રકાર પરિષદમાં કહ્યું કે વિરાટ કોહલીને રાઈટ ઑફ કરવુ સરળ નથી. તમે તેને રાઈટ ઑફ કરી શકતા નથી. કોહલીએ છેલ્લાં 15 વર્ષોમાં બતાવ્યું છે કે તેઓ આ રમતના મહાન ખેલાડીઓમાંથી એક છે.
આરોન ફિંચે ભારત સામેની ટી-20 સીરીઝની શરૂઆત પહેલા કહ્યું, વિરાટ કોહલીને રાઈટ ઑફ કરવા માટે કોઈ સાહસિક વ્યક્તિની જરૂર પડશે.
છેલ્લાં 15 વર્ષોમાં તેમણે કરી બતાવ્યું છે કે તેઓ સર્વકાલિક મહાન ખેલાડીઓમાંથી એક છે. તેમણે વધુમાં કહ્યું, વિશેષ રીતે ટી-20 ક્રિકેટમાં તેઓ એવા ખેલાડી છે, જેણે પોતાની રમતને નવી બુલંદીઓ સુધી પહોંચાડી છે અને જ્યારે તમારે તેનો સામનો કરવાનો હોય ત્યારે તમારે પોતાની સર્વશ્રેષ્ઠ તૈયારી કરવી પડે છે.
ઓછા દડે વધુ રન કરવા કે.એલ.રાહુલ સજ્જ
ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કપ્તાન લોકેશ રાહુલે જણાવ્યું હતું કે, ટી20 વર્લ્ડકપ પૂર્વે તે પાવરપ્લેમાં પોતાની સ્ટ્રાઇક રેટ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. રાહુલને છેલ્લા ઘણા સમયથી ઓછી સ્ટ્રાઇક રેટથી રમવા બદલ ટીકાકરોની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુમાં રાહુલે જણાવ્યું હતું કે, હું ઓપનર તરીકે કેવી રીતે શ્રેષ્ઠ કરી શકું તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. ઓસ્ટ્રલિયા વિરુદ્ધ ટી20 પૂર્વે રાહુલે જણાવ્યું હતું કે, ટીમનો માહોલ એ પ્રકારનો છે કે દરેક ખેલાડીને પોતાની ભૂલમાંથી પાઠ શીખવા મળ્યો છે.
આવતા દિવસોમાં ટી20 ફોર્મેટમાં હાર્દિક પડ્યાં પર કેપ્ટ્નશિપનો ભાર સોંંપાય તેવી પુરી શક્યતા
જે રીતે પાછળના છ મહિનાથી હાર્દિક પંડ્યાએ બેકઅપ કર્યું છે અને ઇન્ડિયા માટે માત્ર ફિનિશર જ નહિ પરંતુ ઓલરાઉન્ડરની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી રહ્યો છે. તેને જોતા તો લાગી રહ્યું છે કે, આવતા દિવસોમાં એટલે કે ટી20 વર્લ્ડકપ બાદ 20-20 ફોર્મેટમાં ટિમ ઇન્ડિયાના સુકાનીનો ચાર્જ હાર્દિક પંડ્યાને સોંપાય તેવી પુરી શક્યતા છે. જ્યારથી પંડ્યાએ કમબેક કર્યું છે ત્યારથી તેની બેટિંગ અને બોલિંગ બંનેમાં સુધારો આવ્યો છે. 200ની સ્ટ્રાઇક રેટથી હાર્દિક બેટિંગ કરી ટિમ ઈંડિયાને જીતાડવા મજબૂત દાવેદારી પેસ કરી રહ્યો છે. આ સિવાય ધારદાર બોલિંગથી લોકોના દિલ જીત્યા છે ત્યરે હવે 20-20માં કેપ્ટ્ન તરીકે હાર્દિક પંડ્યાની વરણી થાય તો કોઈ નવાઈ નહિ.