ઓસ્ટ્રેલીયન ટીમના સુકાની સ્ટીવ સ્મિથને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ: કોહલીએ ૨૬ મેચોમાં ૭૬.૮૪ની એવરેજથી ૧૪૬૦ રન બનાવ્યા
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં શરમજનક હાર મેળવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ફેન્સ ફરીથી ખુશ થઈ ગયા છે. વિરાટને આઈસીસી દ્વારા વન-ડે ક્રિકેટર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનીત કરાયો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ કેટેગરીનો એવોર્ડ ઓસ્ટ્રેલીયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મીથના ખાતામાં ગયો છે.
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ ગયા વર્ષે ૨૬ મેચોમાં ૭૬.૮૪ની એવરેજથી ૧૪૬૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૬ સદી અને ૭ અર્ધ સદી બનાવી હતી. વર્ષમાં વિરાટ સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન રહ્યો છે. ભારતીય ટીમ તરફથી રોહિત શર્માએ ૨૧ મેચોમાં ૧૨૯૩ રન સાથે બીજો ક્રમાંક મેળવ્યો છે. તેણે ૬ સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર સ્ટીવ સ્મીથે ૧૬ ટેસ્ટ મેચમાં સૌથી વધુ ૧૮૭૫ રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ ૭૮.૧૨ની રહી છે. તેણે ૮ સદી અને પાંચ અર્ધ સદી ફટકારી છે. ભારતનો યુજવેન્દ્ર ચહલ આઈસીસી મેચ ઈન્ટરનેશનલ પરફોર્મયર ઓફ ધ યર રહ્યો છે.
એવોર્ડ વિનર ૨૦૧૭
* સર ગારફિલ્ડ સોબર ટ્રોફી ફોર મેન્સ ક્રિકેટર ઓફ ધ યર – વિરાટ કોહલી (ઈન્ડિયા)
* મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર – સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
* મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર – વિરાટ કોહલી (ઈન્ડિયા)
* મેન્સ ઈમરજીંગ ક્રિકેટર ઓફ ધ યર – હસન અલી (પાકિસ્તાન)
* ક્રિકેટર ઓફ ધ યર – રાશિદ ખાન (અફઘાનિસ્તાન)
* મેન્સ ટી૨૦ ઈન્ટરનેશનલ પર્ફોર્મન્સ ઓફ ધ યર – યુઝવેન્દ્ર ચહલ (૬-૨૫ વિરુધ્ધ ઈંગ્લેન્ડ) (ઈન્ડિયા)
* ડેવિડ શેફર્ડ ટ્રોફી ફોર એમ્પાયર ઓફ ધ યર-મરાઈસ એરાસમસ
* સ્પિરિટ ઓફ ક્રિકેટ-અન્યા શુઉબ્લોસ (ઈંગ્લેન્ડ)