ક્લબે પણ કોહલીના ન રમવાની વાતને લઈને નિરાશા વ્યક્ત કરી અને જણાવ્યું કે પ્લાન ગડબડ થઇ ગયા
પોતાના સ્ટાર ખેલાડીને કાઉન્ટીમાં રમતો જોવા માટે ચાહકો પણ આતુર હતા ઓવેલ
ભારતીય સુકાની વિરાટ કોહલી ઈજાના કારણે કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો નથી જેના કારણે તેના ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ તો અસરગ્રસ્ત થઈ છે જ પરંતુ તેના ચાહકો પણ નિરાશ થયા છે.
કોહલી સરે ક્રિકેટ ક્લબ માટે રમવાનો હતો. પરંતુ હવે તે રમવાનો નથી ત્યારે ચાહકોએ ક્લબના ટ્વિટર પર સંદેશ લખીને ટિકિટના બદલે રિફન્ડની માંગણી કરી છે.
એક ટ્વિટમાં લખ્યું હતું કે શું કોહલીને જોવા માટે જેમણે ટિકિટો ખરીદી હતી તેમને તેમના રૂપિયા પાછા મળશે?. નોંધનીય છે કે જ્યારથી કોહલી કાઉન્ટી ક્રિકેટ રમવાનો છે તે વાત સામે આવી હતી ત્યારથી જ લોકો તેની રાહ જોઈ રહ્યા હતા.
પોતાના સ્ટાર ખેલાડીને કાઉન્ટીમાં રમતો જોવા માટે ચાહકો પણ આતુર હતા. જોકે, હવે કોહલી રમવાનો નથી ત્યારે ક્લબને આવકમાં પણ ફટકો ચોક્કસથી પડશે.ક્લબે પણ કોહલીના ન રમવાની વાતને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. સરેના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ એલેક સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે વિરાટ કોહલી સરે સાથે જોડાવાનો નથી તે વાત જાણીને અમે ઘણા જ નિરાશ થયા છીએ પરંતુ અમે સમજીએ છીએ કે ખેલાડીને ઈજાનો સામનો કરવો પડતો હોય છે.
અમે બીસીસીઆઈની મેડિકલ ટીમના નિર્ણયનું સન્માન કરીએ છીએ.કોહલી જૂનમાં સરે માટે છ મેચ રમવાનો હતો જેમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ (ચાર દિવસીય મેચ)ની ત્રણ મેચ પણ સામેલ હતી. જોકે, તેની ગરદનમાં ઈજા થઈ હોવાના કારણે તેણે કાઉન્ટી ક્રિકેટ ન રમવાનો નિર્ણય લીધો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com