પોતાના ચહિતા કોહલીને નિહાળવા મોહાલી ખાતે 50 ટકા ક્રિકેટ રસિકોને પ્રવેશ અપાશે.
અબતક, મોહાલી
ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય ટીમમાં અનેકવિધ પ્રચલિત ખેલાડીઓ થઈ ચૂક્યા છે કે જેઓએ તેમની કૌશલ્ય અને ખરા અર્થમાં ઉજાગર કરી લોકચાહના મેળવી છે અને તેમને કક્ષા સુધી પહોંચાડી છે. અત્યારે હાલ વિરાટ કોહલીનું નામ ક્રિકેટ જગતમાં મોખરે આવી રહ્યું છે ત્યારે તે પોતાની 100મી ટેસ્ટ મોહાલી ખાતે રમશે તેને ધ્યાને લઇ બીસીસીઆઈ દ્વારા ગ્રાઉન્ડમાં 50% ક્રિકેટ પ્રેમીઓ ને આવવા દેવા માટેની મંજૂરી આપી છે. કોહલીની વિરાટ ક્રિકેટ કારકિર્દી અનેકવિધ તાર ઉપર ઉજાગર થઈ છે અને ભારતીય ટીમને તેનાથી ઘણો એવો ફાયદો પણ પહોંચ્યો છે. એક સુકાની તરીકે પણ વિરાટ કોહલીએ ભારતીય ટીમનું મનોબળ ખૂબ જ ઊંચું રાખવામાં મદદરૂપ સાબિત થયો હતો અને તેમને વિજય શિરપાવ પણ અપાવ્યો હતો. તારે ક્રિકેટ રસિકો નું એવું પણ માનવું છે કે વિરાટ તેની 100મી ટેસ્ટમાં સદી ફટકારી ટેસ્ટ મેચ યાદગાર બનાવે.
શ્રીલંકા સામે ટી-20 સિરીઝ જીત્યા બાદ ભારત લંકા સામે ટેસ્ટ સિરીઝ રમશે જેનો પ્રથમ મેચ મોહાલી ખાતે 4 ફેબ્રુઆરીના રોજ રમાશે. આગામી ૪ માર્ચથી મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ જે રમાવવા જઈ રહ્યો છે તેમાં ૫૦ ટકા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપી મેચ જોવા દેવામાં આવશે. બીસીસીઆઈએ જણાવતાં કહ્યું હતું કે, પંજાબ ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઇ બીસીસીઆઈએ પરવાનગી પણ આપી છે. કોહલીની ક્રિકેટ કારકિર્દી મા અનેક વિરાટ રેકોર્ડ ભારતીય ટીમ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે જેનો ફાયદો ખરા અર્થમાં ભારતીય ટીમને પણ મળ્યો છે ત્યારે 4 માર્ચ ના રોજ જે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે શ્રીલંકા સામેની સિરીઝ માટે તે ભારતીય ટીમ અને કોહલી માટે ખૂબ જ વિરાટ સાબિત થશે તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે