વિદેશની ધરતી પર કોહલી બે વખત મેન ઓફ ધ મેચ
વિનિંગ કોઝમાં સાતથી વધુ વખત ૨૦૦ રન કરતા ઈતિહાસ રચ્યો
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો છે. જેણે વિનિંગ કોઝમાં સાતથી વધુ વખત ૨૦૦ રન ફટકાર્યા છે. બુધવારે નોટીંગહામમાં ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ૨૦૩ રનની મેચ જીતી લીધી હતી. ૫ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારત ૧-૨ થી પાછળ છે.
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના બે મોટા બેટસમેન ડોન બ્રેડમેન અને રિકી પોન્ટિગને બેટીંગ મામલે પાછળ છોડી દીધા હતા. આ બંને ખેલાડીઓએ ૬ વખત ૨૦૦ થી વધુ રનનો સ્કોર કર્યો છે.
ધોનીએ વિનિંગ કોઝમાં ઓસ્ટ્રેલિયા સામે ૨૨૪ રન બનાવ્યા હતા. વિરાટે ૧૦મી વખત ૨૦૦થી વધુ રન ફટકાર્યા છે. વિનિંગ કોઝમાં ઈંગ્લેન્ડ સામે પહેલી સદી ફટકારી કોહલીએ ઈતિહાસ રચ્યો છે. નોટીંગહામ ટેસ્ટમાં વિરાટે ૯૭ રન બનાવ્યા હતા તો ઈંગ્લેન્ડ સામેની મેચમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું. ક્રિકેટમાં ભારતવતી સર્વાધિક ૫૬ વિકેટ લેવાનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો હતો તો વિરાટ બીજી વખત મેચ ઓફ ધ મેચ બન્યા હતા.