વિરાટ સારા સુકાનીની સાથે ટીમનો આધાર સ્તંભ, આવનારા સમયમાં ઘણી મોટી ઇનિંગ્સ રમશે : દ્રવિડ
આફ્રિકા સામે શરૂ થતી બીજી ટેસ્ટ પહેલા ટીમના કોચ રાહુલ દ્રવિડ એ વિરાટ કોહલીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે કોહલી વિવાદો વચ્ચે પણ મહાન ખેલાડી છે. સાથોસાથ તેઓ એ માહિતી આપતા કહ્યું હતું કે ભારતીય ટીમ માટે વિરાટ એક સારા સુકાનીની સાથે ટીમ નો આધારસ્થંભ છે અને તે આવનારા સમયમાં અનેક મોટી ઇનિંગ્સ રમી ટીમને જીત અપાવશે.
ટીમના કોચ રાહુલ દ્રવિડે વધુ માહિતી આપતા કહ્યું હતું કે છેલ્લા ૨૦ દિવસથી વિરાટ કોહલી અને વિવાદો વચ્ચે રહ્યો હતો છતાં પણ તે એક મહાન ખેલાડી તરીકે બહાર આવ્યો છે જે ખેલાડી માટે ખૂબ સારા ચિન્હ કહી શકાય. ગીતા રફ વિવાદોની વચ્ચે ટીમનું મનોબળ પણ ખૂબ ઊંચું રહ્યું છે અને ટીમમાં આ મુદ્દાને લઇ એક પણ વખત કોઈ ખેલાડીઓ ના પ્રદર્શન ઉપર અસર પડી નથી જે ટીમ કોમ્બિનેશન માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયેલું છે.
બીજી તરફ અત્યાર સુધી એક પણ વખત કોહલી મીડિયા સમક્ષ આવ્યો નથી તેના પ્રત્યુત્તરમાં કોચ રાહુલ દ્રવિડ એ માહિતી આપતા કહ્યું હતું કે એવું કોઈ કારણ નથી જેમાં વિરાટ મીડિયા સમક્ષ ન આવતો હોય પરંતુ બીજા ટેસ્ટ મેચમાં તે સામે આવશે અને જે લોકો એ કોઈપણ પ્રકારના પ્રશ્ન પૂછવા હોય તેને મુક્ત મને પૂછી શકશે. વધુમાં રાહુલ દ્રવિડે એમ પણ જણાવ્યું હતું કે કોહલી પોતાની 100મી ટેસ્ટમાં મીડિયા સમક્ષ આવશે.
સામે વિરાટ કોહલી માટે તેમનો પણ ઉપાડવા માં આવેલો હતો કે વિરાટ નું બેટિંગ પ્રદર્શન જે રીતે થવું જોઈએ તે થઇ શક્યું નથી અને વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં જે ગતિએ બનાવવા જોઈએ તે બનાવવામાં નિષ્ફળ નીવડયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોતાનું સુકાની પદ છોડવા પાછળનો મુખ્ય કારણ એ છે કે વિરાટ કોહલી પોતાના બેટિંગ ઉપર વધુ ધ્યાન આપવા માંગે છે. આ અંગે કોચ દ્વારા આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવેલો છે કે વિરાટ આવનારા સમયમાં ખૂબ મોટી ઇનિંગ્સ રમી ટીમને વિજય અપાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે.