વિશ્વ ક્રિકેટનાં હાલનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ડિ વિલિયર્સ અને વિરાટ કોહલી એકબીજા પ્રત્યે ઘણુ માન ધરાવે છે. અને વખત આવ્યે મિડિયા સામે એકબીજાનાં વખાણ કરવાનું ચુકતા નથી.

આ જ કડીમાં બેંગ્લોરે દિલ્હીને શનિવારે રમાયેલી મેચમાં સજ્જડ હાર આપી હતી. દિલ્હીએ આપેલો ૧૮૧ રનનો ટારગેટ બેંગ્લોરે ૫ વિકેટે ૧૯મી ઓવરમાં ઝિલ્યો હતો.જેમાં ડિવિલર્સે અને વિરાટે ૧૧૮ રનની વિજયી ભાગીદારી કરી હતી. મેચ બાદ કોહલીએ પોતાનાં ટ્વીટર પર ડિ વીલિયર્સનો ફોટો મુકતા જણાવ્યું હતું કે તેને ડિ વિલિયર્સ સાથે બેટિંગ કરવાની કેટલી મજા આવી.

તો તેનાં પ્રતિભાવ રૂપે ડિ વિલિયર્સે એક અંગ્રેજી અખબારમાં કોલમ લખતા કોહલીનાં પણ વખાણ કર્યા હતા.શરુઆતમાં બે વિકેટ્સ ગુમાવી દીધા બાદ હું અને કોહલી ક્રીઝ પર હતા. હું થોડી મેચોમાં ફીટ ન હોવાને કારણે બહાર હતો જેને કારણે મારી રિધમ મેળવી શકતો ન હતો.

ત્યારે મે કોહલીને જોયો, તેણે ઉપરાછાપરી ૨ સિક્સર લગાવી તેને રિધમમાં જોઈ મારો પણ આત્મવિશ્વાસ વધ્યો હતો.કોહલી જ્યારે ક્રીઝ પર હોય છે ત્યારે તે કુદરતી શક્તિ ધરાવે છે. મને તેનાં દ્વારા ગેમમાં પાછા ફરવાની પ્રેરણા મળી.આ મેચ માં જીત સાથે બેંગ્લોરની પ્લે ઓફ માં પ્રવેશવાની આશા જીવંત રહી હતી.હૈદ્રાબાદ અને ચેન્નાઈ જ પ્લે ઓફમાં પ્રવેશવા માટે ક્વોલિફાઈ થયાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.