IPL૨૦૧૮માં એક તરફ કેપ્ટન તરીકે ધોની, વિલિમ્સન અને કાર્તિકની પ્રશંસા થઈ રહી છે ત્યારં ભારતના સૌથી સફળ કેપ્ટન તરીકે આગળ વધી રહેલા વિરાટ કોહલીએ પોતાના ફેન્સને ખૂબ જ નિરાશ કર્યા છે. કોહલીની કેપ્ટનશિપમાં છઈઇ સતત હારી રહી છે.
સોમવારે પણ ૧૪૬ જેમા સાધારણ ટાર્ગેટનો પીછો કરવામાં કોહલીની બ્રિગેડ નિષ્ફળ રહી અને પાંચ રનથી મેચ હારી ગઈ. હવે સ્થિતિ એવી પેદા થઈ ગઈ છે કે, કોહલીની કેપ્ટનશિપ પર આંગળી ચિંધાઈ રહી છે, આવો જાણીએ કેપ્ટન કોહલીના એ પાંચ નિર્ણયો જે તેના અને છઈઇ પર ભારે પડી રહ્યાં છે.શરૂઆતની છ ૬ મેચોમાં કોહલીએ ટીમનો બેટિંગ ઓર્ડર મજબૂત બનાવ્યો અને બોલિંગ પક્ષ ખૂબ જ નબળો રાખ્યો.
આ જ કારણે ૬માંથી ૩ મેચોમાં વિરોધી ટીમો ૨૦૦થી વધુ રનનો સ્કોર બનાવી ગઈ. બોલિંગમાં હજુ સુધી ધાર જોવા મળી નથી, સાથે જ ફીલ્ડિંગમાં પણ ટીમ અનુશાસન દેખાડી શકી નથી.
બેટિંગ પક્ષને મજબૂત કરવા માટે ટિમ સાઉથી જેવા ટી૨૦ના નિષ્ણાંત બોલરને ટીમની બહાર રાખ્યો. સાઉથી ડેથ ઓવરમાં સારી બોલિંગની સાથે ફીલ્ડિંગમાં ફિટ છે. આ ઉપરાંત તે મોટી હિટ્સ પણ લગાવી શકે છે.કોહલીએ શરૂઆતની ૯ મેચોમાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીને બહાર બેસાડ્યો.
છઈઇને મોટાભાગની મેચોમાં ઓલરાઉન્ડરની ખોટ વર્તાઈ અને તેમ છતા કોહલી પોતાના આ નિર્ણય પર અમલ કરતો રહ્યો જેની કિંમત ટીમે હારથી ચૂકવવી પડી. આ ઈંઙકમાં વોટસન, નરેન, રસેલે પોતાની ઓલરાઉન્ડ તરીકેની ક્ષમતા અને ઉપયોગિતા પૂરવાર કરી છે જેમાંથી કોહલીએ સીખ લેવા જેવી હતી પણ તે આ ડિપાર્ટમેન્ટમાં ફેલ રહ્યો.કોહલીએ ૧૦મી મેચમાં મેક્કુલમને બહાર બેસાડી મોટી ભૂલ કરી.
બોલિંગ પિચ પર, ખાસ કરીને એવી ટીમ (સનરાઈઝર્સ હૈદરાબાદ) સામે બેટિંગ પક્ષને નબળો કરવાનો નિર્ણય બધાની સમજની બહાર છે.કોહલીએ સરફરાઝ ખાન, મનન વોહરા જેવા આઉટ ઑફ ફોર્મ બેટ્સમેનો પર દાવ રમ્યો પણ ફોર્મમાં રહેલા મનદીપ સિંહને બેટિંગ ઓર્ડરમાં ઉપર રમાડવાનો નિર્ણય લીધો નહીં. મનદીપ છઈઇ માટે કોહલી અને ડિ વિલિયર્સ બાદ સૌથી વધુ ૨૩૨ રન બનાવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,