આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ 2018-19 માટે અવોર્ડની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીને મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે સર ગારફીલ્ડ સોબર્સ અવોર્ડ મળ્યો છે. તેને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે સતત બીજા વર્ષે વનડે ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે. કોહલીને આઈસીસીની ટેસ્ટ અને વન-ડે ટીમના કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યો છે.
?? @imvKohli has been named ICC Men’s Test Cricketer of the Year for the first time!
He was the top run-scorer in Tests with 1,322 runs at an average of 55.08, with centuries in each of South Africa, England, India and Australia.
➡️ https://t.co/ROBg6RI4aQ#ICCAwards ? pic.twitter.com/GVBBYndUwg
— ICC (@ICC) January 22, 2019
કોહલી અને જસપ્રીત બુમરાહને ટેસ્ટ અને વન-ડે, બંને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જ્યારે ઋષભ પંતને વિકેટ કિપર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સાથે જ આઈસીસી મેન્સ ઈમરજિંગ ક્રિકેટર ઓફ ધ યરનો અવોર્ડ પણ મળ્યો છે. ઓપનર રોહિત શર્મા અને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને વન-ડે ટીમમાં લેવામાં આવ્યો છે.
37 matches, 47 innings.
2,735 runs at an average of 68.37.
11 centuries, 9 fifties.What a year for @imvKohli! He wins the Sir Garfield Sobers Trophy for ICC Men’s Cricketer of the Year 2018! ?
➡️ https://t.co/ROBg6RI4aQ#ICCAwards ? pic.twitter.com/oeSClhcfJQ
— ICC (@ICC) January 22, 2019