નીરખ્યા કોહિનુર હીરો બે વર્ષો પૂર્વે, લંડનના ‘ધ ટાવર ઓફ લંડન’ માં, પ્રદર્શન ક્રાઉન જવેલ્સ અને રાચરચીલાનું. પ્રદર્શનમાં પ્રવેશતાં જોવા મળ્યું ઇગ્લંડની વર્તમાન રાણી ઇલિઝાબેથ, ૧૯૫૩માં થયેલા રાજ્યાભિષેકની ફિલ્મનું પ્રદર્શન, ત્યારે બાદ ઉપલે માળે ‘ક્રાઉન જવેલ્સ’ અને રાચરચીલાનું પ્રદર્શન. રોજબરોજ સેંકડો પર્યટકોનો ધસારો એટલે ક્રાઇન જવેલ્સ નીરખનાર પર્યટકો માટે મુવિગ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે, જેથી પર્યટકને નીરખવાની તક મળે.
કોહિનૂર હીરાનું કામણ અનેરું છે. ઇ.૧૯૦૫થી અનેક ગણા મોટા હીરાઓ હસ્તીમાં આવ્યા છે, પરંતુ ભારતીય માટે કોઇ-ઇ-નૂર, પ્રકાજ પુંજ! પ્રદર્શન સુપેરે માણવા માટે ખરીદ્યા કલાગ્રંથો (૧) ધ ક્રાઉન જવેલ્સ, (૨) ધ ટાવર ઓફ લંડન.
‘ધી ટાવર ઓફ લંડન’ વિશાળ સંકુલ છે જે અગાઉ ઇંગ્લંડના રાજવીઓનું રહેઠાણ હતું અને જેમાં કુખ્યાત ‘સ્ટાર ચેમ્બ્ર ’ છે.
ભારત પર્યટકોમાંથી એક વર્ષમાં જેટલી કમાણી કરે છે તેનાથી અધિક કમાણી એકલું લંડન શહેર એક માસમાં અહીંનાં પર્યટકો પાસેથી કરે છે.
કોહિનૂર હીરાનાં ઇતિહાસ વિવાદસ્પદ છે, દંતકથા અને લોકવાયકા અને અનુશ્રુતિસભર છે. કોહિનૂર હીરાની જનેતા ગોલકોંડાની ખાણ. ૧૮મી સદી પૂર્વે હીરાક્ષેત્રે ભારતની જાણે કે ઇજારાશાહી, ભારતમાંથી વિશ્ર્વભરમાં હીરાની નિકાશ. (ધ ક્રાઉન જવેલ્સ, પુ.૪૯)કોહિનૂર હીરો મહાભારતના કર્ણનો હીરો? એટલા બધા ભૂતકાળમાં ન જઇએ તો
ઇ.સ.૧૩૦૪ માળવાના રાજવી કોહિનૂર હીરો ધરાવતા.
૧૫૨૬: મુગલ સામ્રાજ્યના સ્થાપક બાબર ગ્વાલિયર નરેશને હરાવીને કોહિનૂર હીરો પ્રાપ્ત કરે છે.
૧૫૨૬-૧૭૦૭: કોહિનૂર હીરો વારસામાં હુમાયૂં. અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબને મળે છે.
૧૯૩૮-૩૯: સંહારક નાદિરશાહ મુગલ સઉન્યને કરનાલના યુદ્ધમાં હરાવે છે. દિલ્હી કબ્જે કરે છે, લૂંટે છે. કત્લેઆમનું તાંડવ રચે છે. તત્કાલીન મુગલ ‘સમ્રાટ’ મોહમ્મદશાહ (રંગીલા રસુલ)પોતાની પાઘમાં હીરો સંતાડે છે. તેની જાણ નાદિરશાહને જનાનાની એક નોકરાણી મારફત થાય છે. નાદિરશાહ છટકું ગોઠવે છે, મોહમ્મદશાહને ભોજન માટે આમંત્રે છે. ભોજન બાદ દોસ્તીનો હાથ લંબાવવાનો ઢોગ કરે છે. પરસ્પર પાધ બદલાનું સૂચવે છે. મોહમ્મદશાહ સમજી જાય છે. પરંતુ લાચાર છે. પોતાની પાધ નાદિરશાહને સુપરતે કરે છે, ઢળે છે ‘કોહિનૂર હીરો’.
અઢળક લૂંટ સંગાથે નાદિરશાહ પાછો ફરે છે. ૧૭૪૭ જૂનમાં નાદિરશાહનું અફઘાનિસ્તાનમાં ખૂન થાય છે. નાદિરશાહનો સેનાપતિ અહમ્મદશાહ અબ્દાલી (દૂરાણી) કોહિનૂર હિરાનો કબજો લે છે. તેનો પુત્ર તૈમૂર લંગ વારસામાં તે મેળવે છે.
૧૭૯૩: તૈમૂર લંગનું મૃત્યુ થાય છે અને તૈમૂરના ત્રણ પુત્રો વચ્ચે ગાદી માટે પડાપડી થાય છે. પુત્ર શાહ જમન ગાદી પચાવી પાડે છે. તેનો ભાઇ મહમદશાહ જમનને પદભ્રષ્ટ કરે છે. તેની આંખો ફોડે છે, ગાદી પચાવે છે, પરંતુ તૈમુરનો પુત્ર શાહ સુજા અને તેની બેગમ વફા કોહિનૂર હીરો પચાવી પડો છે. શાહ સુજા અને વફા બેગમના પણ હાલહવાલ થાય છે. અને બંને પંજાબનરેશ રણજિતસિંઘનું શરણ શોધો છે.
રણજિતસિંઘના જીવનકાળ ઇ. ૧૭૮૦, નવેમ્બર ૧૩-૧-૩૮. જૂન ૨૭, ૧૮૧૩, જૂન ૧. સોદાબાજીમાં રણજિતસિંઘ શાહ સુજા અને વફા બેગમ પાસેથી કોહિનૂર હીરો પ્રાપ્ત કરે છે.
રણજિતસિંઘને અનેક રાણીઓ અને સંતાનો હતાં તેના મૃત્યુ બાદ પંજાબની ગાદી માટે રણજિતસિંધના પુત્રો અને સરદારો વચ્ચે ખૂન ખરાબી થાય છે, ૧૮૪૩, સપ્ટેબર ૧૫. રણજિતસિંઘના સગીર પૂત્ર દલિપસિંઘને પંજાબના રાજવી તરીકે ઘોષિત કરવામાં આવે છે: ૧૮૪૯, માર્ચ ૨૯. ગવર્નર જનરલ ડેલહાઉસી પંજાબ પચાવે છે, દર વર્ષીય દલિપસિંઘ પદભ્રષ્ટ થાય છે. પરંતુ કોહિનૂર હીરાનું શું?
‘ધ ક્રાઉન જવેલ્સ’ ગ્રુંથ વદે છે (પૃ. ૫૧)કે બ્રિટિશ સામ્રાજ્યે પંજાબ જીતી લેતાં દસ વર્ષીય મહારાજા દલિપસિંહ કોહિનૂર હીરો રાણી વિકટોરિયાને ‘ભેટ’ ધરે છે. (ઇ.સ.૧૮૪૯ા
બ્રિટિશ સામ્રાજ્ય માટે ‘લૂંટ’ એ ‘ભેટ’નો પર્યાય કે પછી ‘ભેટ’ એ ‘લૂંટ’નો પર્યાય.
રણજિતસિંઘના મૃત્યુ બાદ એકાદ દાયકામાં તેનું પંજાબ શીખરાજ્ય, છિન્નભિન્ન અને નામશેષ, આંતર વિગ્રહને કારણે ડેલહાઉસીની કૂટનીતિને કારણે.
દલિપસિંઘને ઇગ્લંડ ધકેલવામાં આવે છે. રાણી વિકટોરિઆનો ‘લાડકો’ બને છે, ‘ખ્રિસ્તી ધર્મ’ અંગીકાર કરે છે. તેની માતા રાણી જિનદન નેપાલથી ઇંગ્લંડ જાય છે. દલિપસિંહ એક પછી એક બે લગ્ન કરે છે અને ગાદી પાછી મેળવવા ધમાલ કરે છે. પુન: શીખધર્મ અંગીકાર કરે છે. લકવાગ્રસ્ત થાય છે. ઇ. ૧૮૯૩ના ડિસેમ્બરની ૨૨મીએ ઇંગ્લંડમાં મૃત્યુ પામે છે.
કોહિનૂર હીરો: ગોલકોંડાની ખાણથી માળવા, ગ્વાલિયર, દિલ્હી, અફઘાનિસ્તાન, પંજાબ, ઇંગ્લંડ (ઇ.સ.૧૩૦૪થી ઇ.સ.૧૮૪૯), કોહિનૂર હીરો રાણી વિકટોરિઆનું અવસાન થતાં ‘ક્રાઇન જવેલ્સ’ બને છે. ત્યાર બાદ તે ૧૯૦૨: રાણી એલેકઝાંડરનાં રાજમુકુટમાં.
૧૯૧૧: રાણી મેરીના રાજમુકુટમાં. કુલિનન હીરા અને ૨ બાંચરૂ પે, કુલિચન ૪ પેન્ડન્ટરૂ પે
૧૯૩૭: રાણી ઇલિઝાબેથ (કવીન મધર)ના રાજમુકુટમાં.
૧૯૫૩: વર્તમાન રાણી ઇલિઝાબેથ (૨)ના રાજમુકુટમાં. ત્યાર બાદ ‘ટાવર ઓફ લંડન’ના ‘ક્રાઇન જવેલ્સ’ના પ્રદર્શનમાં. અસલ કોહિનૂર હીરો ૧૮૬ ૧.૧૦ કેરેટ.
ઇ.૧૮૫૧: કોહિનૂરનું કટિંગ. વજનમાં ૪૩ ટકા ઘટાડો થયો દંતકથા છે કે કોહિનૂર પુરુષ માટે અપશુકનિયાળ છે અને આથી ઇ.૧૮૪૯થી ઇંગ્લેડમાં રાણીઓ જ કોહિનૂર ધારણ કરે છે.
- શુકન-અપુશકન કોને છોડે છે?
ઇ.સ. ૧૮૬૦માં દક્ષિણ આફ્રિકામાં હીરા શોધાય છે. ઇ. ૧૮૮૮માં ડી. બ્રીશ કં. હસ્તીમાં આવી (હીરાક્ષેત્રે આંતરરાષ્ટ્રિય કં.) ત્યારથી હીરાક્ષેત્રે ભારતનું વર્ચસ્વ ઘટતું ચાલ્યું.
ઇ.૧૯૦૫: વિશ્ર્વમાં સૌથી મોટા ૩૧૦૬ કરેટનો કોહિનૂર હીરો શોધાયો.૫૩૦.૨ કેરેટ કુલિનન ૧ હીરો: ઇગ્લંડના રાજાના રાજદંડમાં.૩૧૭.૪ કેરેટ કુલિનન ૨ હીરો્ય ઇંગ્લંડના રાજના મુકુટમાં (ધ ક્રાઉન જવેલ્સ. પૃ. ૪૯-૫૩) ઇ. ૧૯૧૧ પશ્ર્વાત્?)
કોહિનૂર હીરો મુગલ સમ્રાટોનાં મુકુટમાં જડવામાં આવેલો કે? મોહમદશાહને તો કોહિનૂર હીરો પાઘમાં છુપાવવાનો વખત આવ્યો. યુગલ સમ્રાટો માટે કોહિનૂર હીરો કમનસીબ નીવડયો હોવાનું જાણ્યું નથી, કારણે કે ઇ.સ.૧૫૨૬થી ૧૭૩૮ સુધી કોહિનુર હીરો મુગલ સમ્રાટો પાસે જળવાયો. નાદિરશાહ, અહમદશાહ અબ્દાલી, શાહ સજા અને રણજિતસિંઘ પાસે કોહિનૂર હીરો લાંબો ટકયો નહિ (ઇ.૧૭૩૮થી ઇ. ૧૮૩૮), ઇંગ્લંડની રાણીઓ પાસે. ઇ.૧૮૪૯થી વર્તમાન સુધી કોહિનૂર હીરો ટકયો છે. પ્રદર્શનમાં અનેક તાજ મુકુટો અને અન્ય હીરાઓમાં કોહિનૂરનું નૂર ઝંખવાય છે.