કોડીનારનાં એસ.ટી. સ્ટેન્ડ નજીક ના વિસ્તાર માંથી ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરની વિઝીલન્સએ ૫૦ પેટી આશરે દોઢ લાખ દારૂ નો મસમોટો જથ્થો ઝડપયો હતો.
કોડીનાર પોલીસે સિટી વિસ્તારમાં આવેલી મેમેણ કોલોનીમાં રેડ કરી ૬૦ પેટી ઈંગ્લીશ દારૂ તેમજ બિયરની બોટલ ૧૯૨૭ નંગ ઝડપી પાડ્યો છે. જેની કિંમત ૨ લાખ ૨૬ હજાર ૨૦૦ આંકવામાં આવી છે. આ સાથે ૧ લાખની ગાડી પણ ઝડપી છે.કુલ મુદામાલ ૩ લાખ ઉપરનો ઝડપયો છે.
કોડીનારની મેમણ કોલોનીમાં રહેતા મોહસીન ઓસમાણ હાલાઈનાં ઘરે રેડ કરી હતી.અને ઘર નજીક છોટા હાથી મિનિટ્રક આખે આખી ખીચો ખીચ ઈંગ્લીશ દારૂ ભરેલી મળી આવતા આરોપી મોહસીન ઓસમાણ હાલાઈની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ મોહસીન હાલાઇ ઝડપાયો છે. પરંતુ હજુ વધુ અન્ય આરોપીઓ આમાં સંકળાયેલા પણ હોઈ શકે. એટલુંજ નહીં પોલીસને શંકા છે કે દારૂ નો મોટો જથ્થો હોડી અથવા ટ્રક મારફતે કોડીનારનાં દરિયા કિનારે ઉતારી લવાયો હોઈ શકે.
મોહસીનનાં ઘરે થોડા દિવસ થી પોલીસ તપાસ કરી રહી હતી. પરંતુ અસફળતા મળતી હતી. આખરે મોહસીન દારૂ સાથે ઝડપાતા પોલિસે રાહત નો શ્વાસ લીધો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની વિઝીલન્સએ કોડીનાર માંથી મોટો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડતા સ્થાનિક પોલિસ સવાલોના ઘેરા માં આવી હતી
કોડીનાર પોલીસ દ્વારા ડોળાસા સહિતનાં વિસ્તારોમાં રેડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ડોળાસા ગામેથી ૩૩૦૦ લીટર દેશી દારૂનો આથો ઝડપાયા બાદ સાંજે પોલીસે મેમેણ કોલોની મા રેડ કરી ઈંગ્લીશ દારૂ ની આખો મીની ટ્રક ઝડપી પાડી હતી.