પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બંને લૂંટારાની અટકાયત કરી
કોમ્પ્યુટર એન્જિનિયર મેટોડાથી કોમ્પ્યુટર રીપેર કરી પરત જતા યુવાનના 8000 અને માલસામાન લૂંટી લીધા
કોડીનારના કોમ્પ્યુટર એન્જીનીયરને રાજકોટના બે રીક્ષા ચાલકે રેલવે સ્ટેશન પાસે માર મારી લૂંટી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે રેલવે સ્ટેશન નજીકના સીસીટીવી ફૂટેજ તપાસી બંને લૂંટારાની અટકાયત કરી છે. કોમ્પ્યુટર એન્જીનીયર મેટોળાથી કોમ્પ્યુટર રીપેર કરી પરત વતન ફરતો હતોત્યારે બંને શખ્સોએ યુવાનને માર મારી રૂ.8000 અને માલસામાન લૂંટી લીધા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ કોડીનાર રહેતા અને અને કોમ્પ્યુટર એન્જીનીયરનો વ્યવસાય કરતા મનીષ નાથાભાઇ વાઢેર નામના 25 વર્ષના યુવાનને રાજકોટમાં રેલવે સ્ટેશન પાસે બે રીક્ષા ચાલકોએ માર મારી લૂંટી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે પોલીસમાં મનિષે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મનીષ વાઢેર ગઈ કાલે કોડીનારથી રાજકોટ મેટોળામાં કારખાનાંમાં કોમ્પ્યુટર રીપેર કરવા ગયો હતો.
જ્યાંથી કામ પૂરું કરી પોતે ખરીદી કરવા ગયો હતો. ત્યાર બાદ મનીષ 8:45 આસપાસ કોડીનાર જવા માટે ટ્રેન પકડવા કોર્ટ પાસે ઉતર્યો હતો. ત્યાર બાદ મનીષે રેલવે સ્ટેશન જવા માટે રૂ.20નું ભાડું નક્કી કરી રીક્ષામાં બેઠોહતો.રીક્ષામાં અગાઉથી એક પેસેન્જર પણ બેઠો હોય આ બંનેએ રેલવે સ્ટેશન પાસે ઉતરી યુવાનને 20 નહિ પણ ભાડા પેટે રૂ.200 આપવા પડશે એમ કહી પાછળ બેઠેલા શખ્સે લોખંડના પાઈપથી માથાના ભાગે વાર કર્યો હતો. જ્યારે રીક્ષા ચલાવતા શખ્સે તિક્ષ્ણ હથિયારથી મોઢા પર વાર કરી યુવાનનું રૂ.8000 ભરેલું પર્સ લૂંટી નાસી ગયા હતા.
જે અંગે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બે લૂંટારાઓનીઅટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.