ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 2 કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.
વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. વાવણી કર્યા બાદ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આજે આભમાંથી કાચુ સોનું વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોડીનાર પંથકના દેવળી, પીપળી, છારા, સરખડી, દુદાના અને રોનાજ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે જ વેરાવળ પંથકના ભેટાડી, રામપરા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે જ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતાં.