રેશનીંગનો માલ બારોબાર ખટારા મોઢે વેચાય જાય છે ને તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આપેક્ષ
કોડીનાર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરકાર તરફથી અપાતા ગરીબોના રેશનીંગના ઘંઉ અને ચોખા પ0 ટકા અનાજનું ખુલ્લે આમ બારોબાર વેચી નાખવાનો ચાલતો ષડતંત્ર પુરવઠા તંત્ર મૌન સવે રહ્યું હોવાની આક્ષેપોએ ખળભળાટ મચાવી દીધી છે.
કૌભાંડકામ એજન્ટો દ્વારા ગરીબોના રેશનીંગના ઘંઉ તો ઠીક છે પણ ચોખાની મોટા મોટા ટ્રકો કોડીનારમાંથી ભરાયને ગાંધીધામ તરય જાય છે. ત્યારે આ વાત દુ:ખની સાથે હાસ્યસ્પદ બની જાય છે કેમ કે ચોખાનું વાવેતર સૌરાષ્ટ્રમાં 99 ટકા થતું નથી તો પછી આ ચોખાનો દરરોજ એક ટ્રક ભરાય ને કોડીનારમાંથી ગાંધીધામના કૌભાંડકાર દલાલ પાસે જાય છે અને જયારે સરકારી અધિકારીઓ દ્વારા ટ્રકો પકડવામાં આવે છે.
ત્યારે ખેડા શહેરમાં આવા ગેર કાયદેસર ચોખાનો ધંધો કરતો એજન્ટ (દલાલ) ના કોડીનારના કૌભાંડકારોને બચાવ કરવા માટે કરીને ખોટા બીલો મોકલે છે. અને એ કહે છે તો ચોખા કોડીનારમાં આવ્યા પછી પાછા ટ્રકો ભરાઇ ને ગાંધી ધામ કે જાય છે..? તે વાત પણ ઘણું સુચવે છે કેમ કે જો કોડીનારના એજન્ટો ખેડાથી કોડીનાર મગાવતા હોય તો તે આ ચોખા કોડીનાર વેચવાની બદલે પાછા પરત ગાંધીધામ મોકલે છે કેમ? તે પણ તપાસનો વિષય છે.
તેમજ આ કોડીનાર તાલુકામાં ચાલતું સરકાર તરફથી અપાતું ગરીબોના અનાજનું ગરીબોને ન આપીઅ અને બારોબાર વેચાણ કરનાર એજન્ટો જણાયે પત્રકારો લખે છે ત્યારે માર મારવો ખોટા કેસ કરવા તેમ જ તેને બારોબાર મરાવી નાખવાના ષડતંત્રો કરવામાં આવે છે તેવા આક્ષેપ થાય છે. રેશનીંગ અનાજના વાહનોને પકડવા હોય તો સરકાર તરફથી પુરવઠા અધિકારીઓએ નદીના સામા કાંઠે ચેક પોસ્ટ અથવા ચેકીંગ શરુ કરી તો કોભાંડનો પરદા ફાસ થાય અને ગરીબોને ન્યાય મળે તેવી ગરીબોની માંગણી ઉઠી છે.