કોડીનાર વેપારી અગ્રણીની ઘાતકી હત્યામાં પુરતો ન્યાય મળે તે માટે કોડીનાર લોહાણા મહાજન તેમજ વેરાવળ જલ્યાણ ગ્રુપ અને પરીવારજનો દ્વારા પ્રાસંલી ખાતે મુખ્યમંત્રીને આક્રમક રજુઆત કરી હતી.
કોડીનાર લોહાણા જ્ઞાતિના વેપારીની તરૂણપુત્રી વિમાશી તા.૫ના ધનતેરસના દિવસે મોબાઈલમાં ફોન આવતા ઘરેથી બુક આપવાના કહીને નિકળી ગયેલ હતી તેનો મૃતદેહ ગત તા.૬ના રોજ તેમનો મૃતદેહ ઘરેથી બે કિલોમીટર દુર મળેલ હતો અને તેની ૩૭ જેટલા ઘા મારી નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી. તેના ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
પણ આ હત્યામાં સંડોવાયેલ કોઈપણ આરોપીઓ છુટી ન જાય પ્રત્યક્ષ કે પરોક્ષ સાથે સંડોવાયેલ હોય તેમની પણ ધરપકડ કરવામાં આવે જેથી આજે પ્રાસંલી ગામે મુખ્યમંત્રીને જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારની સાથે રહી કોડીનાર લોહાણા સમાજના અગ્રણી હરીકાકા વિઠલાણી, હસમુખભાઈ પારેલ, બિપીનભાઈ તન્ના, ભાવેશ પારેલ તેમજ પરીવારના મનોજ ઠકરાર વેરાવળ જલ્યાણ ગ્રુપના દિપક કકકડ, બિપીન તન્ના, ચિરાગ કકકડ, જયેશ શિંગાળાએ રૂબરૂ મળી આ હત્યામાં કહેવાથી રાવણ ગેંગના અનેક સભ્યો હોય તેમજ મદદ કરનારાઓ પણ હોય જે આરોપીઓએ હત્યા કરી છે .
તેમની કડક પુછપરછ કરી સંડોવાયેલની ધરપકડ થવી જોઈએ. પીડિત પરીવારજનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં આપેલ છે કે કોડીનાર વિસ્તારની દિકરીઓ સલામત રહે એટલે આરોપી કશ્યપ, ધરતી તેને મદદગાર થનાર તમામ તથા માર્ગદર્શન, આરોપીના કહેવા મુજબ વિમાંશી પાસે તેમનો મોબાઈલ હતો તો તેનું શું થયું ?, હત્યા બાદ આરોપીએ કોલ કરેલ તે પૈકી એક કોલનું રેકોર્ડીંગ અમારી પાસે છે.
જેમાં પાર્થ પુરોહિતે પોતાના ઘરે બોલાવેલ તે વખતે સાગર તેમજ અન્ય મિત્રો હાજર હોય શકે તે તમામ આકરી પુછપરછ કરવી તે ઘણું ખોલી શકે તે વખતે આ યુવાનોએ માહિતગાર કરી જાણ કરી હોત તો નિર્દોષનો જીવ બચી જાત જેથી આ ગુનામાં આ તમામ પણ ગુનેગાર છે.
મૃતદેહ જે જગ્યાએ હતો ત્યાં ગોઠવીને મુકેલ હોય તેવુ અનુમાન છે ખુન કંઈ અલગ જગ્યાએ થયેલ હોય તેવી શંકા છે છરી સોળાજ માઈન્સ તરફ જતા રસ્તા પાસેથી મળેલ છે. આ ખુન કેસમાં અતિ વગદાર યુવાનો પણ સંડોવાયેલ હોય તેમની પણ પુછપરછ કરવામાં આવે તેવી પણ માંગણી કરેલ હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ કોડીનાર લોહાણા મહાજન વેરાવળ જલ્યાણ ગ્રુપ તેમજ પીડિત પરીવારજનોએ પણ કોડીનાર નહીં પણ સમગ્ર ગુજરાતને હચમચાવતી આ કરપીણ હત્યા કરાયેલ છે જેથી સમગ્ર સમાજની દિકરીને ન્યાય મળે ગમે તેવા ચમરબંધી ગુનેગારો હોય તેને આ બનાવમાં કોઈપણ રીતે છોડવામાં ન આવે તેવી રજુઆત કરવામાં આવેલ હતી.