સામગ્રી :
૧ મિડીયમ કોબી
મકાઈનો લોટ – ૧ ચમચી
મીઠું સ્વાદ અનુસાર
૧ લીલું મરચું બારીક સમારેલ
૧,૧/૨ ચમચી આડું પેસ્ટ
૧,૧/૨ ચમચી લસણની પેસ્ટ
1 કપ બારીક સમારેલ ડુંગળી
1/૪ ચમચી આજીનો મોટો
૨ ચમચી સોયા સોસ
૨-૩ ચમચી ટોમેટો કેચપ
૨ ચમચી તેલ
રીત :
પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો.એક ચમચી આદુ અને લસણની પેસ્ટ મિક્સ કરો અને તેમાં કોબીનાં ટુકડા બોળી ગરમ તેલમાં તળી લો. હવે એક બીજી કઢાઈ અથવા પેન લો અને તેમાં બચેલ આદુ-લસણની પેસ્ટ મિક્સ કરો. ત્યારબાદ તેમાં સમારેલ ડુંગળી અને મરચું નાખી ફ્રાય કરો. હવે તેમાં આજીનોમોટો, સોયા સોસ અને ટોમેટો સોસ મિક્સ કરો. જ્યારે બધી સામગ્રીઓ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેમાં તળેલ કોબી મિક્સ કરી લો. જ્યારે કોબીમાં બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારે સમજવું કે તમારું કોબી મંચુરિયન તૈયાર છે.