બધા માં-બાપની ફરજ હોય છે કે તે પોતાનાં બાળકોને સારી પરવરિશ આપે બાળક માતા-પિતાને જોઇને સારી ખરાબ આદત શીખે છે. મા-બાપ બાળકોનેએ દરેક બાબત શીખડાવવા ઇચ્છે છે જે તેને ભવિષ્યમાં ઉપયોગી નીવડે. ઘણીવાર બાળકો ભણવામાં બેજવાબદારી દાખવતા હોય છે. અને ગણિત જેવા ઉપયોગી વિષયમાં ભૂલ કરવાનું શરુ કરે છે. જેની અસર તેની પર્સનલ લાઇફ પર પણ પડી શકે છે. ‚િ૫યાનો હિસાબ રાખવામાં પણ મુશ્કેલી થવા લાગે છે. આ પરેશાનીમાં માતા-પિતા બાળકોને આ વાત પ્રેમથી સમજાવવી જોઇએ નહિં કે ધાક ધમકીથી એટલું જ‚ર યાદ રાખવું કે કોઇપણ વાત ખીજ કે બળજબરીથી ન શીખવવી જોઇએ કારણકે બાળક પર તેની નકારાત્મક અસર પડે છે.

તો આવો જાણીએ બાળકોને રમત-રમતમાં ગણતરી કરતા કેમ શીખવવું.

– રમકડા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જે બાળકોને સૌથી વધુ પ્રિય છે. રમત રમવાના બહાને તમે બાળકોને કોઇ પણ વાત સહેલાઇથી સમજાવી શકો છો. બાળકો સાથે દુકાનદાર બની રમત રમો જેની સાથે લેવા દેવાનાં વહેવાર, છુટ્ટા ‚પિયા આપીને બાળકોને ગણતરી કરવાનું કહો. જેનાથી બાળકોને ગણતરીની સાથે વ્યવહારિક પ્લાસ્ટીકના કપ અને માર્કર લઇ બાળકોને મની કપ્સની રમત રમાડવી જેમાં બાળકોને અલગ અલગ કપમાં સીક્કા નાખવાનું કહેવાનું, માર્કરથી દરેક કપમાં એવી રીતે નીશાન કરવાનું કે બાળકને યાદ રહે કે ક્યા કપમાં કેટલાં સિક્કા નાખ્યાં હતા.

આ ઉપરાંત જ્યારે પણ ખરીદી કરવા જાવ, સુપરમાર્કેટમાં જાવ, ત્યારે બાળકોને બે કાગળનાં ટુકડાં આપી એકમાં બજેટની રકમ અને બીજામાં બીલની રકમ લખી તેને એડજેન્સટ કરતાં શીખવવું જોઇએ તેમજ જે બીલ આવ્યું હોય તેનો ટોટલ કરવાનું પણ કહેવું જોઇએ અને આવું વારંવાર કરાવવાથી બાળકને ‚પિયાની ગણતરીમાં નપૂર્ણતા પ્રાપ્ત થશે.

બોર્ડ ગેમ્સ નવાથી બાળકોની ગણિત કૌશલ્ય ડેવલોપ થાય છે. એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે શૂટ એન્ડ લેડર જેવી બોર્ડ ગેમ્સ ગણિત કૌશલ્યોને વિકસાવવામાં ખાસ મદદ‚પ થાય છે.

પિગ્ગી બેંક એટલે આપણે નાના હતા ત્યારે બચત કરવાનો મોજીલો શોખ. ત્યારે આજકાલ બજારમાં ઘણા પ્રકારનાં ગલ્લા મળે છે. વન-સ્લોટ પીઝી બેંકથી લઇ ચાર કાંણાં જેવા કે પૈસા ખર્ચવાનું, દાન કરવાનું, રોકાણ કરવાનું એમ હોય છે. જે બાળકોને રુપિયા નાખવાથી બાળકો રુપિયાની ગણતરીની સાથે સાથે રુિ૫યાની બચત કરતાં પણ શીખે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.