ભારતની ભાતિગત સંસ્કૃતિમાં મહિલાઓનાં આભુષણનું અનેરુ મહત્વ છે. જેમાં હાથમાં બંગડી, ચુડલા, પગમાં પાયલ, કપાળમાં ચાંદલો, ગળામાં મંગળસુત્ર જેવી વસ્તુઓ હાલ લોકો માટે ફેશન બની ગયું છે. પરંતુ તેની પાછળ વિજ્ઞાનીક કારણ જોડાયેલુ છે.
મહિલાઓ સિંદુર લગાડે છે જે વાળની પાથીમાં પુરવામાં આવે છે કારણ કે તે બિંદુને મહત્વપુર્ણ માનવામાં આવે છે. તેનાથી મગજ તણાવમુક્ત રહે છે.
કાંચની બંગડી પહેરવાથી પણ ફાયદો થાય છે કાંચમાં સત્વિક તેમજ ચેતૈન્ય ગુણ સમાયેલા હોય છે. માટે જ્યારે એક બીજા સાથે અથળાય છે ત્યારે અવાજ થાય છે જે નકારાત્મક ઉર્જાને દુર ભગાવે છે.
મંગળસુત્ર મહિલાઓના સુહાગનું પ્રતિક માનવામાં આવે જાણકારોનું કહેવું છે કે ભારતીય મહિલાઓને કામનું ભારણ વધુ હોય છે માટે તેમનુ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે તેમાં રહેલુ સોનુ વધુ અસરકારક છે.
નાકની ચુંક પહેરવાથી શ્ર્વાસો શ્ર્વાસની પ્રક્રિયા નિયમિત રહે છે.
કંકુ લગાડવાનું કારણ છે કે તે મસ્તીષ્કનાં મધ્યમ લગાડવામાં આવે છે. જે આજ્ઞાચંત્રનું સ્થાન છે ગુસ્સાનું કેન્દ્ર છે માટે તે તેને નિયંત્રિત કરે છે.