દરેકનું સપનુ હોય છે ‘એક સરસ મજાનો વિદેશ પ્રવાસ’ પરંતુ તેમાં મહત્વની વાતતો એ છે કે, ઘણાં લોકોએ પોતાનું દેશ પોતાનું રાજ્ય એક્સપ્લોર કર્યુ જ નથી હોતુ, ખૂબ જ ઓછા લોકો આ સ્થળ વિશે જાણતા હશે, જેને માણવાનો લ્હાવો અવિશ્ર્મરણીય બની રહેશે. ભારતમાં અસંખ્ય પર્યટન સ્થળો છે તો સૌરાષ્ટ્રની ધરોહર પણ અદ્ભૂત સૌર્દ્ય, ઇતિહાસથી ભરપૂર છે.
પોરબંદરથી ૧૦ કિલોમીટરનાં અંતરે આવેલા રણવાવ તાલુકામાં આવેલ ઐતિહાસિક અને અજ્ઞાત એવી છે. ‘જાંબુવતી ગુફા’ આ સ્થળ એક ગાઢ ઇતિહાસ ધરાવે છે. જેનો રસપ્રદ ઇતિહાસ ધાર્મિક અને આધ્યાત્મિક સમન્યય ખરેખર જાણવા લાયક છે. જે દ્વારકાથી ૩ કલાક અને ૩૬ મિનીટનો સમય માગી લે છે.જે દ્વારકાથી ૧૮૦ કિ.મી. દૂર આવેલું છે. વિખ્યાત બરડા પહાડના પગ પાસે સ્થિત છે. કહેવાય છે કે આ ગુફામાં ભગવાન કૃષ્ણ અને જામ્બવન સતત ૨૮ દિવસ સુધી રહ્યાં હતાં.
આ ગુફા રામાયણના યુગના યૌદ્વા ‘જામ્બુવન’ માટે વિખ્યાત છે.જેનો જન્મ સતયુગમાં થયો હતો અને તેઓ ત્રેતાયુગમાં પણ જોવા મળ્યા હતા. જામવનાને જમાવંત તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતીય મહાકાવ્ય કવિતામાં ઉદભેવલા એક પાત્ર છે. એ રીંછનો રાજા, જે મહાકાવ્યની પરંપરા મુજબ એકસુસ્ત રીંછ રહ્યા, તો તેમના પિતા બ્રહ્મા અમર છે. તેમનું નિર્માણ રાવણ સામે તેમનાં સંઘર્ષમાં રામની સહાય માટે. બ્રહ્મા દ્વારા બનાવવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણનાં મુખ્ય આઠ પત્નિઓમાં રુકમણી અને સત્યભાષા બાદ જામ્બવતી ત્રીજા ક્રમે હતા. જે રીંછ રાજાની પુત્રી હતી.