જો તમે ટેટૂ બનાવવાનો શોખ રાખો છો તો તમારે પહેલા આ જાણી લેવુ જોઈએ કે ભારતમાં ઘણી એવી નોકરીઓ છે, જેમાં ટેટૂ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- શરીર પર એક પણ ટેટૂ હશે તો નહીં મળે આ સરકારી નોકરી
- ટેટૂ સાથે જોડાયેલા નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ
- આ નોકરીઓમાં ટેટૂ ચિતરાવવાનો હોય છે પ્રતિબંધ
દેશમાં બેરોજગારીનું પ્રમાણ ખુબ વધી રહ્યું ઠે અને આજના સ્પર્ધાત્મક યુગમાં યુવાનો સરકારી નોકરી મેળવવા માટે મહેનત કરતા હોય છે અને સતત પરિશ્રમ કરીને ટોપર વિધાર્થીઓ સરકારી નોકરી મેળવતા હોય છે, પરતું આ ટોપર યુવાનો સહિત જે લોકો સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા હોય તેવા યુવાનોએ સરકારનો આ નિયમ નોકરી માટે જાણવો અતિ અનિવાર્ય છે. દિલ્હી પોલીસ સહિત તમામ કેન્દ્રીય સશસ્ત્ર સૈન્ય દળોમાં નોકરી મેળવવા માટેની તૈયારી કરી રહ્યા છે, તો શરીર પર ટેટુ બનાવશો તો નોકરી નહી મળે. નહી તો તમામ પરીક્ષાઓ પાસ કરવા છતા પણ તમે નોકરી પ્રાપ્ત નહી કરી શકો. એવા જ એક કિસ્સામાં દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ પરીક્ષઆ, 2020 માં સબ ઇન્સપેક્ટરની પરીક્ષામાં સફળ રહેવા છતા પણ યુવકને નોકરી નહોતી મળી. હાઇકોર્ટે સર્જરી બાદ હાથ પર ટેટુ હટાવ્યા બાદ કેન્દ્ર સરકારને યુવકને નોકરી આપવા અંગે વિચાર કરવા માટેનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને સૌરભ બેનર્જીની પીઠે પ્રદીપની આ અરજીનો નિકાલ કરતા આદેશ આપ્યો છે કે, જેમાં તેના શરીર પર ટેટુ હોવાના કારણે નોકરી નહી મળી શકવાના કારણે કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, સર્જરી દ્વારા ટેટુ હટાવીને બે અઠવાડીયાની અંદર મેડિકલ બોર્ડમાં હાજર થવા માટેની સ્વતંત્રતા આપી હતી.
સબ ઇન્સપેક્ટરના પદ માટે 2020 માં ભરતી પરીક્ષાની શરત હેઠળ અરજદારના શરીર પર ટેટુ હોવાની સ્થિતિમાં નોકરી ન આપી શકાય તેવું પ્રાવધાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આર્મીમાં પણ ટેટુ હોય તેવા વ્યક્તિની ભરતી કરવામાં આવતી નથી. જો કે આદિવાસી અને ટ્રાઇબલ વિસ્તારમાંથી આવતા લોકોને તેમાંથી છુટ મળતી હોય છે.
ક્યારે ચેક કરવામાં આવે છે
ફિઝિકલ ટેસ્ટમાં ટેટુ ચેક કરવામાં આવે છે. આ ટેસ્ટ દરમિયાન જો શરીર પર ટેટુ દેખાય છે તો કેન્ડીડેટને તરત જ રિજેક્ટ કરવામાં આવે છે. એવામાં આ અમુક ભાગો પર જ ટેટુ હોય તો જ રિજેક્ટ કરવામાં આવે છે.
કયા ભાગ પર ટેટૂ હોવાથી થવાય છે રિજેક્ટ
ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS), ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS) ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એર ફોર્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, પોલીસ સહિત અનેક સરકારી વિભાગો છે, આ ભાગોમાં ટેટૂને સંબંધિત નિયમો છે. જેમ કે આ સ્થાને ટેટુ ન હોવું જોઈએ, કેવું ટેટૂ ન હોવું જોઈએ, આ સિવાય ધાર્મિક અથવા આપત્તિજનક ટેટુ ન હોવું જોઈએ. આ સાથે જ ટેટુ આછુ થાય કે પછી ભૂંસાઈ જાય પછી જ ભરતીમાં મુશ્કેલી ઘટી જાય છે.
ટેટુ ન રાખવાનું કારણ શું છે
શરીર પર ટેટૂ હોવાથી નોકરી ન આપવા માટે ઘણા કારણો છે. તેમાંથી એક કારણ એ છે કે ટેટુથી HIV, ચામડીના રોગ અને હેપેટાઇટિસ A&B જેવી ભયંકર બીમારી થવાની શક્યતા વધી જતી હોય છે. જેમાં ટેટુ પાછળનું એક કારણ એ પણ છે કે ટેટુથી માણસની ઓળખાણ સરળતાથી કરી શકાય, એટલા માટે ટેટુ વાળા વ્યક્તિઓને રિજેક્ટ કરવામાં આવે છે.