શિક્ષક વિના મનુષ્યનો સર્વાંગી વિકાસ અશકય
શિક્ષણમાં કાઉન્સેલીંગ, ક્ધસલ્ટીંગ, કોચીંગ અને કેરીયરનું મહત્વના: જાણિતા શિક્ષણવિદ્-પિયુષ હિંડોચા
શાળા સિવાય બાળક તેના આસપાસના વાતાવરણમાંથી ઘણું શીખે છે: ચાઇસ્ડ સાયકોલોજીસ્ટ-અરૂણ દવે
આજે શિક્ષક દિવસ.. શિક્ષકને તેના અમૂલ્ય સેવા કાર્યો માટે સન્માનવાનો દિવસ છે. પોતાના વર્ગખંડના ગણતર શિક્ષક જ કરે છે. બાળકને વિવિધ શિક્ષણ પધ્ધતિથી ભણતો કરનાર શિક્ષણ ગુરૂસ્થાને છે. શિક્ષણનાં વિવિધ પાસાઓની ચર્ચા પે ચર્ચા કાર્યક્રમમાં કરવામાં લોજીસ્ટ અરૂણ દવે તથા જાણીતા શિક્ષણ વિદ્ અને કરણસિંહજી હાઇસ્કૂલનાં વિરાણી શિક્ષક પિયુષ હિંડોચાએ ચર્ચામાં ભાગ લીધો હતો.
આવનારી શિક્ષણ પધ્ધતી-નવી શિક્ષિણ વિશે પૂછાયેલા પ્રશ્ર્નમાં પિયુષ હિંડોચાએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે પ્રારંભમાં પાયો મજબુત કરીને પ્રથમ ફેઝમાં અર્લી ચાઇલ્ડ એજયુકેશન સાથે ધો.૧-૨ને જોડી દેવાશે. સ્કીલ આધારીત શિક્ષિણ પધ્ધતીઓ આવતા બાળકનો તેના રસ-રૂચિ પ્રમાણે વિકાસ થઇ શકશે.
હાઇસ્કૂલના ધો.૯થી ૧૦ અને ધો.૧૧-૧૨ના શિક્ષણમાં તેને ભણાવવાની સાથે તેને મુંઝવતા પ્રશ્ર્ને માર્ગદર્શન શિક્ષકે આપવું જરૂરી છે. નવા વિચારો જોમ ઉત્સાહ જેવા ગુણો કિશોરોમાં વધુ જોવા મળતા તેને સારૂ-ખરાબની પરિભાષા પણ સમજાવી પડશે. તેમ પિયુષ હિંડોચાએ જણાવેલ છે.
વિવિધ શિક્ષણના મુદ્દાઓની છલાવટ બન્ને તજરી મિત્રોએ કરી હતી. અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન બાળકોને જણાવેલ કે બાળક આ વિષયો સામે મને નહી જ આવડે તેવી દઢ માન્યતાને કારણે પાછળ રહી જાય છે. ગણિતના મહાવરા અને વિજ્ઞાનના પ્રયોગોમાં રસ લેતા શિક્ષક જ કરી શકે છે. અંગ્રેજી આપણી ગુજરાતીની જેમ જ ભાષા છે તેને થોડી મહેનત, સમજથી શ્રેષ્ઠ રીતે બોલી શકાય છે.
એક સાચા શિક્ષકનો ધર્મ શું હોય શકે તે બાબતે પ્રકાશ પાડતા િ૫યુષ હિંડોચાએ અબતકને જણાવેલ કે શિક્ષક કયારેય સાધારણ ન હોય શકે તે વ્યસન મુકત હોવો જોઇએ અને પોતાના વર્ગખંડના બાળકોને બરોબર સમજીને તેના સર્ંવાગી વિકાસ બાબતે અવિરત કાર્ય કરતો હોવા જોઇએ. આપણા બધા ધર્મો આચરણની વાત કરે છે તેમ શિક્ષકનો પણ ધર્મ છે કે તેના કલાસનો એક પણ બાળક નબળો ન રહે.
પુસ્તકના અભ્યાસ ક્રમ સાથે સહ અભ્યાસમિક પ્રવૃતિનું વિશેષ મહત્વ છે તેમ ચર્ચાના જવાબમાં પિયુષ હિંડોચા એ જણાવેલ વર્ગખંડમાં અંદર કે બહાર કે શાળા સંકુલમાં વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી શિક્ષણમાં વેગમળે છે. એનસીસી સ્કાઉટગાઇટ જેવી વિવિધ પ્રવૃતિઓમાં છાત્રોને જોડીને વિકાસ કરી શકાય છે. પર્યાવરણ જાગૃતિ બાબતે શાળામાં ઇકોકલબ ચાલે જ છે. તેમાં જોડીને પદુષણથી થતાં નુકસાન અને વૃક્ષારોપણ વિશે તેને જાગૃત કરી શકાય છે.
જાણીતા ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અરૂણ દવેએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે શિક્ષકની શ્રેષ્ઠ અસરકાર વર્ગ વ્યવસ્થાથી છાત્રોને રસમયને વિવિધ શિક્ષણ પધ્ધતિના ઉપયોગથી શ્રેષ્ઠ શિક્ષણ આપી શકે છે. શિક્ષક જ વર્ગખંડનો રાજા છે. છાત્રોને વિવિધ પ્રવૃતિઓમાં સતત કાર્યરત રાખીને વિવિધ પાઠોનું અધ્યયન શિક્ષક કરાવી શકે છે. બધા જ વિદ્યાર્થીઓ પ્રવૃતિમાં જોડાશે એટલે આપોઆપ વર્ગખંડ શાંત થઇ જશે. શિક્ષક બાળકનો પ્યારો લાડકો હોવો જોઇએ, તે વર્ગમાં આવે કે તુરંત જ શાંતિ થઇ જાયને બાળક એલર્ટ થઇ જાય છે. વર્ગમાં જુદી જુદી પ્રવૃતિ વાતા, ચિત્રો, સંગીત, વ્યાયામ, બાલસભા પાર્થના સંમેલન જેવી પ્રવૃતિ થકી તેના રીટનમાં વધારો કરી શકે છે. છાત્રોનો વિકાસ શિક્ષક તેની આવડતથી જ કરી શકે છે. તહેવારની ઉજવણી કે નાટ્ય પધ્ધતિ દ્વારા અધરા વિષયો સરળતાથી શિક્ષક શીખવી શકે છે. તેમ છેલ્લા ચાર દાયકાથી શિક્ષણ સાથે જોડાયેલા અરૂણ દવેએ ‘અબતક ચાય પે ચર્ચા’ માં જણાવેલ હતું.
ધો.૧-૨ના ટબુકડા છાત્રોમાં હમેંશા લેડી ટીચર જ હોવા જોઇએ કારણ કે બાળક ઘરના વાતાવરણ માંથી શાળામાં આવે છે એટલે એક સ્ત્રી જ તેને પ્રેમ, હુંફ, લાગણી આપી શકે છે. તેથી આ બાબતે શાળા સંકુલે તકેદારી રાખવી જરૂરી છે. તેમ અરૂણ દવેએ વધુમાં જણાવેલ છે.
શાળામાં પાંચ કલાક બાળક શીખે છે ને બાકીનો સમય કે જે શાળા કરતા ય વધારે છે તે આસપાસનાં વાતાવરણ માંથી બાળક ઘણું શીખે છે. નાના શખ્દો, ગીતો, ચિત્રો, વાતો, ભાઇ, બહેન, મમી, પપ્પા પરિવારની વિવિધ વાતો તે શીખીને જ શાળામાં આવે છે જેથી તેને શિક્ષણ સાથે સાંકળીને તેનો ઉપયોગ શિક્ષણમાં કરી શકાય છે. આ એક શિક્ષણ પ્રક્રિયાની અતિ મહત્વની બાબત છે. તેમ અબતકને અરૂણ દવેએ જણાવેલ હતું.
જાણીતા ચાઇલ્ડ સાયકોલોજી અરૂણ દવેએ ચાય પે ચર્ચામાં વાલીઓને બાળકના આહાર ઉછેર બાબતે તકેદારી રાખવા તથા તેના શિક્ષણના વિકાસ માટે શાળા સંકુલની મુલાકાત લેવા પર ભાર મુકયો હતો. પોતાના સંતાનોના પુછાયેલા પ્રશ્ર્નોના જવાબ સમય આપવો જરૂરસ છે. છાત્રોને પરિવારનો સહયોગ પૂરતો મળી રહે તેવું વાતાવરણ વાલીઓએ ઉભુ કરવું જ પડશે. પોતાના સંતાનોની જરૂરિયાત સાથે તેમનામાં રહેલી વિવિધ કલાને પ્રોત્સાહીત કરવી જરૂરી છે.