ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા પવર્તમાન કોરોના મહામારીમાં સૌ સામનો કરી રહ્યા છે ત્યારે બાળકોનાં શિક્ષણ માટે તથા તેના સતત શિક્ષણ સાથે જોડી રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસો કરાયા છે. સ્કૂલ રેડિનેશ કે ક્લાસ રેડિનેશ કાર્યક્રમ અંતર્ગત બાળકોને શાળાએ હાજર રાખી શકાયા નથી તેવા વાતાવરણમાં તેમના ઘેર જ સુંદર સાહિત્ય પહોંચાડીને તેને રસમય સાથે ભણતો કર્યો છે. છેલ્લા એક વર્ષથી સરકારી શાળામાં આ ઉમદા પ્રયાસ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓમાં શાળા તત્પરતા સાથે તેના રસને ધ્યાને લેવાયું છે.
છેલ્લા એક વર્ષથી આપણે સૌ કોરોના મહામારી સાથે ઝઝૂમી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં હાજર રાખી શકાયા નથી પણ શિક્ષણકાર્ય બંધ રાખ્યુ નથી: વર્ચ્યુઅલ ક્લાસથી તમામ અભ્યાસક્રમને એપીસોડ વાઇઝ વિભાજીત કરીને શિક્ષણ ઘરે-ઘરે પહોંચાડેલ છે
બ્રિજ કોર્ષ અને ક્લાસ રેડીનેશ કાર્યક્રમના સુંદર સાહિત્યએ બાળકોમાં રસ પેદા કરીને તેને ભણતો કર્યો છે
શાળા કે વર્ગ કે અભ્યાસક્રમ એવો હોવો જોઇએ જેમાં છાત્રોને રસ પડે, તેને આવવું-બેસવું-ભણવું ગમે તે સૌથી શ્રેષ્ઠ બાબત શિક્ષણની છે. હાલમાં ચાલી રહેલો જ્ઞાન સેતુ કાર્યક્રમથી વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન અને શિખવાના જ્ઞાન વચ્ચેનો મહત્વનો સેતુ છે. આ પ્રોજેક્ટ દ્વારા કોરોના કાળમાં પણ શિક્ષણ કાર્ય બંધ થયું નથી. વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા છાત્રને સતત શિક્ષણ સાથે જોડવામાં આવ્યો છે, આટલું જ નહીં તેની એકમ કસોટી પણ શિક્ષકોએ ઘેર જઇને લીધી છે. સૌથી શ્રેષ્ઠ બાબતોમાં ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રમાં ધો.1માં પ્રવેશ મેળવેલ બાળકો માટે શાળા તત્પરતાની પ્રવૃતિ પુસ્તિકા યુનિસેફના સહયોગથી સમગ્ર શિક્ષા અભિયાનને બહાર પાડી છે જે ખૂબ જ સુંદર છે. દરેક મા-બાપે આ બુકમાં આવેલી તમામ કરાવવી જરૂરી છે.
શાળા તત્પરતા પ્રવૃતિ બુકમાં ટપકાં જોડીને આકારો બનાવવા, નાનું-મોટું-રંગપૂરણી-અલગ પડતાં આકારો-ટપકાં જોડીને ચિત્ર બનાવો-આકારની અંદર આકાર-એક જ ચિત્રમાં જુદા-જુદા આકારોમાં વિવિધ રંગો પૂરવા- ચિત્ર જોઇને પ્રશ્નોના જવાબ-દિવસ-રાતની સમજ-વિવિધ પ્રોજેક્ટ વર્ક-ટપકાંમાંથી રંગોળી-એક જ પેટર્ન આકારો ફરી બનાવવા- અઘુરુ ચિત્ર પુરુ કરવું-ટપકાં જોડો-ચિત્રોમાં રંગપૂરો- આકારોમાંથી ચિત્ર બનાવો- ક્લોઝવર્ક- ચિત્રો કટીંગ કરી ચોટાડવા-ચિત્ર જોઇને શબ્દ બોલો- જુદા પડતાં ચિબો પર વર્તુળ કરો- ઘરમાં દેખાતી વસ્તુના ચિત્રો દોરવા- પશુ-પક્ષી-ફળ-ફૂલ-શાકભાજીના નામ સહિતની સુંદર પ્રવૃતિ આપી છે. કલર ફૂલ પુસ્તિકા જોઇને જે બાળકને રસ પડતા તે કરવા માટેની તત્પરતા જાગે છે. જે પ્રવૃતિમાં રસ પડતા બાળક જાતે કરવા લાગે તે શિક્ષણ-જ્ઞાન તે ઝડપથી મેળવે છે.
ધો.1ના છાત્રોની આ શાળા તત્પરતા પ્રવૃતિ બુકના કાર્યો થકી બાળકોમાં એકાગ્રતા વધે છે અને આકારો ઓળખીને સ્વઅધ્યનથી તે પ્રવૃતિ કરવા રસ દાખવે છે. ઋતુ ઓની સમજ કેળવીને એ બાબતે બદલાતા આપણા પહેરવેશ વિશે પણ જાણે છે. શિક્ષણમાં બાળકોના અવલોકનમાં ઘણી બાબત આપણને જાણવા મળે છે. વાત ધ્યાનથી સાંભળીને તે બીજા સાથે વાત કરે છે. કુટુંબ પરિચય મેળવે છે. રસમય-પ્રવૃતિમય શિક્ષણ દ્વારા તે ગીત ગાય-પોતાની આંગળીઓનો ઉપયોગ સાથે નાનેથી મોટીને મોટીથી નાની એમ ચડતા-ઉતરતાક્રમમાં ગોઠવે છે. આકાશ-સૂર્ય-ચંદ્ર-તારા વિશે જાણે છે, સાથે 1 થી 50 સુધીની ગણતરી પણ શીખે છે. બાળકો-બાળકોની સાથે જૂથ પ્રવૃતિ કરે છે. આ બધી પ્રવૃતિથી તેમનામાં સર્જનાત્મક શક્તિ ખીલે છે. રંગ-સ્વાદ અને સ્પર્શને ઓળખે અને જુદા પાડે છે. સુંદર પ્રવૃતિ બુક માટે ગુજરાત સરકારને અભિનંદન આપવા પડે તેવું શ્રેષ્ઠ કાર્ય કરેલ છે.
ધો.1 થી 8 ના દરેક ધોરણ માટે આ બ્રિજ કોર્ષ-ક્લાસ રેડિનેશની બુક બહાર પાડી છે. જે સરકારી શાળામાં વિનામૂલ્યે અપાય છે. કોરોના કાળમાં હાલ છેલ્લા એક વર્ષથી શાળા બંધ છે ત્યારે ‘દીક્ષા’ પ્લેટફોર્મ, ગુજરાત ઇ ક્લાસ સમગ્ર શિક્ષા અભિયાનની યુ-ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. જ્ઞાન સેતુ સાહિત્યમાં ગત વર્ષ દરમ્યાન પોતાના ધોરણનું હોમ લર્નીંગ શિક્ષણ અન્ય માધ્યમથી પુરૂ પડાયેલું છે. આ વર્ષે નવા સત્રથી તેને બળવતર બનાવી આ શ્રેષ્ઠ સાહિત્ય નિષ્ણાંત તજજ્ઞોએ તૈયાર કરેલ છે. પ્રશ્નો-દાખલા-ઉકેલ જેવી બાબતોનું લેખન પણ કરાવાય છે સાથે પોતાની નોટબુકમાં લખવાનું-ગણવાનું વિદ્યાર્થીએ કરવાનું હોય છે. શિક્ષકો આ નોટ ચેક કરીને જરૂરી ઉપચારાત્મક કાર્ય પણ કરાવે છે.
કોરોના કાળમાં હોમ લર્નીંગ પધ્ધતિને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે આ નવા શૈ.સત્ર 2021-22માં ગત વર્ષના અભ્યાસક્રમનું દ્રઢિકરણ સાથે આ બ્રિજ કોર્ષ તૈયાર કરેલ છે. આ સુંદર પુસ્તક ધોરણ વાઇઝ તૈયાર કરીને જ્ઞાનસેતુ બ્રિજ કોર્ષ-ક્લાસ રેડિનેશ પુસ્તક તૈયાર કરેલ છે. આ પુસ્તકની તમામ સામગ્રી-પ્રસારણ-ટીવી-મોબાઇલ અને અન્ય ડીજીટલ માધ્યમથી બાળકોને અપાય છે. મોબાઇલ ન હોય તો ડીડી-11ની ચેનલ ઉપર પણ આજ વસ્તુઓ દરરોજ નિયમિત શિખડાવાય છે.
આ સુંદર બુક વાલીઓ વાંચીને પણ બાળકોને કરાવી શકે તેટલી સરળ છે. હાલનાં વાતાવરણમાં બાળકોના શિક્ષણ માટે હવે વાલીઓએ પણ જાગૃત થવું જ પડશે. બાળકને નવા મહાવરા-ઉદાહરણો આપીને તેને સતત શિક્ષણ સાથે જોડી રાખવાનો છે. આખા મહિનાનું ટાઇમ-ટેબલ ધોરણ વાઇઝ સાથે તેના વિડિયો પણ નિયમિત અપાય છે. દરેક ધોરણના પાઠ્ય પુસ્તકમાં આપેલ બારકોડ મોબાઇલમાં સ્કેન કરતાં જ સમગ્ર પાઠની પ્રવૃતિ-વિડિયો-સમજ ખુલી જતી હોવાથી છાત્રોને ભણવામાં બહુ જ રસ પડે છે.
આજના યુગમાં છાત્રો માટે તમામ પ્રકારનાં વાત આપણે ભૂલવી ન જોઇએ. બાળક ગત વર્ષનો બ્રિજ કોર્ષ પૂર્ણ કર્યા બાદ નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતો હોવાથી તેની સમજવાની અને શિખવાની ગતિ ઝડપી બને છે.