કૃષિલક્ષી માહિતી, બીયારણનું ડેમોસ્ટ્રેશન મંડળીઓને સન્માનીત સહિતના કાર્યક્રમો
કૃષક ભારતી કો ઓપરેટીવ લિ.- (કૃભકો) ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ આયોજીત સંયોજીત સંસ્થાઓ રાજકોટ ડિસ્ટ્રી.કો – ઓપરેટીવ બેંક , ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ, રાજકોટ જીલ્લા સહકારી સંઘ તેમજ શિવરાજગઢ જુથ સેવા સહકારી મંડળી નાં સહયોગથી પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા તથા તાલુકા કક્ષાની સહકારી સંસ્થાનાં કમીટી સભ્યો, ગોડલ તાલુકાની ખેતિ વિષયક સેવા સહકારી મંડળીનાં હોદેદારો, કમીટી સભ્યો તેમજ ખેડુતોની ઉપસ્થિતિમાં દેવચડી મુકામે પ્રગતિશીલ ખેડુત મગનભાઈ ઘોણીયાનાં ખેતર ઉપર કૃભકો કપાસ બિયા2ણ સપના, મંગલાનું વાવેતર કરવામાં આવેલ.
પરિસંવાદમાં જીલ્લા બેકનાં ચેરમેન અને જીલ્લા સંઘના અધ્યક્ષ જયેશભાઈ રાદડીયાં અધ્યક્ષ સ્થાને આ પરિસંવાદનાં ઉદ્દઘાટક, ક્રિભકો ન્યુ દિલ્હી તથા ગુજકોમાસોલનાં ડાયરેકટર મગનભાઈ વડાવીયા તથા આગેવાનોનાં હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ.
આ સમારોહમાં ક્રિભકો ન્યુ દિલ્હીનાં મેનેજીંગ ડાયરેકટ2 (માર્કેટીંગ) ગુડવીલ, સ્ટેટ કાછડીયા , એરિયા મેનેજર સોરઠીયા , જીલ્લા ખરીદ વેચાણ સંઘનાં ચે2મેન મગનભાઈ ઘોણીયા, ગોડલ વિસ્તારનાં પુર્વે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, 2ાજકોટ ડેરીનાં ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, ગોંડલ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રવિણભાઈ રૈયાણી, ધનશ્યામભાઈ ખાટરીયા, કુ2જીભાઈ ભાલાળા , રવજીભાઈ હિર52ા, ભાનુભાઈ મહેતા, ગોવિંદભાઈ વાઢેર રાજકોટ ડિસ્ટ્રી.બેંકના જનરલ મેનેજર વી.એમ.સખીયા , યાર્ડનાં સેક્રેટરી તરૂણભાઈ પાંચાણી , ચીફ ઓફિસર પરેશભાઈ ફેફર, ડી.કે.વોરા તેમજ ખુબ જ બહોળી સંખ્યામાં ખેડુત ભાઈઓ તથા બહેનો તેમજ યુવાનો ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં કૃભકો ન્યુ દિલ્હી ઉત્પાદીત સર્ટીફાઈડ કપાસનાં બિયારણોનું અગ્રીમ વેંચાણ કરતી સહકારી મંડળીઓને સન્માનીત કરવામાં આવેલ. આ પાક પરિસંવાદનાં કાર્યક્રમનું સંચાલન રાજકોટ ડેરીનાં ઓફિસર સુરેશભાઈ દેત્રોજાએ કરેલ . અને કાર્યક્રમને સફળ બનાવવા આર.સી.પટેલ ખુબ જ જહેમત ઉઠાવેલ.