- Knowledge Bank : IPO એટલે શું? તેમાં અપ્લાય કેવી રીતે થાય? અપ્લાય પછી કંપની કોને IPO આપે અને કોને ના આપે?
IPO એક ખૂબ જ પ્રખ્યાત શબ્દ છે, પરંતુ મોટાભાગના લોકોને IPO શું છે અને IPO કેવી રીતે ખરીદવો તેની ખબર નથી. આ લેખમાં અમે તમને તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમને IPO Basicની માહિતી જાણવામાં રસ છે, તો તમે આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
આઈટી કંપની ઈન્ફોસીસનું નામ તો તમે સાંભળ્યુ જ હશે. 1993માં જો તમે આ કંપનીના 10 હજારના આઈપીઓ ખરીદ્યા હોત તો ખબર છે આજે તમને કેટલો ફાયદો થયો હોત… જો કે ધણા લોકો કહેશે કે અમે તો 1993માં જન્મ્યા પણ નહોતા તો આઈપીઓ કેવી રીતે ખરીદ્યા હોય.. પણ શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટને લઈ સવાલ વર્ષનો નહિ પણ મૂંઝવણનો છે.. જી હા ઘણા લોકો સ્ટોકમાર્કેટમાં ઈન્વેસ્ટ કરવામાં કન્ફ્યુઝ થતા હોય છે. તો આજનો આ વીડિયો તમારા માટે ખાસ છે કારણ કે 1993 જવા દો, પાછલા વર્ષો પણ જવા દો પણ 2021ના વર્ષમાં આવનારા Paytm- LIC જેવા મોટા આઈપીઓ તમારા હાથમાંથી સરકી ન જાય, તે જોવાનું છે. તો આઈપીઓની સ્ટોરીના ત્રણ પાર્ટ છે. પહેલુ આઈપીઓ એટલે શુ, બીજુ તેમાં અપ્લાય કેવી રીતે થાય અને ત્રીજુ અપ્લાય કર્યા પછી કંપની કોને આઈપીઓ આપે છે અને કોને નથી આપતી. જ્યારે કોઈ કંપનીને પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય તો જરુર પડે છે પૈસાની. આપણા દેશમાં બેત્રણ રીતે લોકો આ અરેન્જમેન્ટ કરતા હોય છે. સગાસંબંધીઓ પાસે ઉધાર માંગીને, મિલકત ગીરવે મુકે કે બેંકમાંથી લોન લઈને અને મોટી કંપની હોય તો પૈસાની સગવડ કરે છે આઈપીઓ બહાર પાડીને.. જી હા જે કંપનીઓ બિઝનેસ વધારવા માગે તે પબ્લીક પાસે જાય છે.. તેના માટે કંપનીએ પોતાની પ્રોપર્ટીની તમામ ડીટેલ શેર કરવાની હોય છે. તેને કહેવાય છે DRHP એટલે કે ડ્રાફ્ટ રેટ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ. આ લઈને કંપની બીએસઈ અને એનએસઈ પાસે જાય છે. અહિંથી સામાન્ય લોકોના પૈસા એ કંપનીમાં નાખી શકાય કે નહિ તેની ખરાઈ થાય છે. જો અહિંથી લીલી ઝંડી મળે તો કંપની આઈપીઓની તૈયારીમાં લાગી જાય છે. આઈપીઓ દ્વારા કંપની પોતાના શેર સામાન્ય નાગરિકોને વહેંચે છે.
જ્યારે કંપની પહેલી વાર શેર વેચતી હોય તો માલિક કંપની પોતે હોય છે. તમે શેર ડાયરેક્ટ કંપની પાસેથી જ ખરીદો છો. તેને કહેવાય છે પ્રાઈમરી માર્કેટ. એકવાર આઈપીઓ ખરીદી લીધા તો તમે પણ કંપનીના ભાગીદાર બની ગયા. ઘણી વાર મોટા ફાયદાની સાથે મોટુ નુકસાન પણ થતુ હોય છે..લોસની સ્થિતિમાં લોકો બ્રોકરને શેર વેચી દેતા હોય છે.. બ્રોકર શેર પોતાની પાસે થોડો સમય શેર રહેવા દઈ પછી કોઈને વેચી દે છે.. આખુ વર્ષ આ જ ખરીદીવેચાણ થતુ રહે છે. તેને કહેવાય છે સેકન્ડરી માર્કેટ.
હવે આવે છે સ્ટોરીનો બીજો પાર્ટ, એટલે કે આઈપીઓમાં ઈન્વેસ્ટ કેવી રીતે કરવું. શુ કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે,, તો તેનો જવાબ છે હા.. જો તમારી ઉંમર 18 વર્ષ છે તો તમે આઈપીઓ માટે અપ્લાય કરી શકો છો. એના માટે તમારી પાસે માત્ર બે વસ્તુઓ હોવી જોઈએ. એક પાન કાર્ડ અને બીજુ ડિમેટ એકાઉન્ટ. આજના સમયમાં ઓનલાઈન ડિમેટ એકાઉન્ટ ઈઝીલી ખોલાવી શકાય છે. મોટી કંપની હોય તો ટીવી ન્યુઝપેપર વગેરે દ્વારા તમે અપડેટ્સ મેળવી શકો છો. સાથે જે એપથી તમે ડિમેટ એકાઉન્ડ બનાવ્યુ હોય ત્યાંથી પણ આઈપીઓ માટે અપ્લાય થઈ શકે છે. ઉપરાંત તમે કંપનીની વેબસાઈટ પરથી પણ અપ્લાય કરી શકો છો. મિનિમમ 15 હજારના આઈપીઓ અપ્લાય કરે. અપ્લાય કરતા જ તમારા એકાઉન્ટમાંથી 15 હજાર રુપિયા ફ્રીઝ થઈ જાય છે. જો તમને આઈપીઓ મળે તો એટલા પૈસા કટ થઈ જશે અને શેર મળી જશે નહિ તો પૈસા પાછા મળી જશે. જાણવા જેવી વાત એ છે કે કોને આઈપીઓ આપવો તેના માટે કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી હોતી. ક્યારેક લોટરી દ્વારા તો ક્યારેક તમામ રોકાણકારોને થોડા થોડા શેર વહેંચવામાં આવે છે.
શું છે IPO
શેરબજાર અથવા કોઈપણ કંપની સાથે જોડાયેલા સમાચારો વાંચતી વખતે ઘણી વખત તમને IPO શબ્દ સાંભળવા મળતો જ હશે. આવી સ્થિતિમાં ઘણી વખત તમારા મનમાં પ્રશ્ન પણ ઉભો થતો હોય છે કે આખરે આ IPO શું હોય છે. જણાવી દઈએ કે IPO નું પૂરું નામ છે – ઈનિશિયલ પબ્લિક ઓફર. એટલે કે, જ્યારે પણ કોઈ પ્રાઈવેટ કંપની પબ્લિક કંપનીમાં પરિવર્તિત થવાનો નિર્ણય કરે તો પોતાના શેરના કંપની આઈરીઓના સ્વરૂપે બહાર પાડે છે અથવા કોઈ નવી કંપની સામાન્ય લોકોને પ્રથમ વખત રોકાણ દ્વારા કંપનીના શેર ખરીદવાની તક આપે છે, ત્યારે આ પ્રક્રિયા માત્ર IPO દ્વારા પૂર્ણ કરી શકાય છે. આ પછી કંપની શેરબજારમાં લિસ્ટેડ થઇ જાય છે.
સામાન્ય રીતે IPOની કિંમત પ્રારંભિક તબક્કામાં ઓછી હોય છે. પછી શેરબજારમાં લિસ્ટિંગ કર્યા બાદ તેના શેરની કિંમત બજાર પ્રમાણે વધતી કે ઘટતી રહે છે. કોઈપણ કંપની તેના વિસ્તરણ માટે રોકાણકારોને IPOમાં રોકાણ કરવા આમંત્રણ આપે છે. મોટાભાગની કંપનીઓ જાહેર બજારમાં પોતાનો બિઝનેસ વધારવા આઈપીઓ દ્વારા પ્રથમ વખત જનતાને સામાન્ય શેર જારી કરી અહીંથી મૂડી એકત્ર કરે અને તે મૂડીને પોતાના બિઝનેસના વ્યાપ માટે વાપરે છે. જેથી કંપની અને રોકાણકારો બન્નેને તેનો લાભ મળે છે. સરળ ભાષામાં સમજીએ તો IPO એવી પ્રક્રિયા છે, જેના દ્વારા કંપની શેરબજારમાં લિસ્ટેડ થઇ જાય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ થયા પછી કંપની પાસે ઓછામાં ઓછી રૂ. 10 કરોડની મૂડી હોવી જરૂરી છે. આ સિવાય જો ઈશ્યુ કર્યા બાદ કંપનીની મુડી રૂ. 25 કરોડથી ઓછી ન હોવી જોઈએ.
કંપની શા માટે લોન્ચ કરે છે IPO
કંપની આઈપીઓ લોન્ચ કરે પછી રોકાણકાર કંપનીનો આઈપીઓ ખરીદે જેથી કંપની પાસે સારું ફંડ જમા થઈ જાય છે. સાથે જ કંપનીને આ ફંડ કે પૈસા પર કોઈ વ્યાજ આપવું પડતું નથી અને એ ફંડ કંપનીના વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. આ પ્રકિયામાં રોકાણકારોને પણ લાભ મળે છે. રોકાણકારને હિસ્સાની અમુક ટકાવારી મળે છે, જ્યારે રોકાણકારનું મૂલ્ય વધે ત્યારે રોકામના શેર કે આઈપીઓ વેચીને રોકાણકારો પણ નફો મેળવી શકે છે, આ રીતે રોકાણકાર અને કંપની બંન્નેને લાભ થાય છે.
દેવામાં ડૂબેલી કંપનીઓ પણ તેમના દેવા ઘટાડવા માટે પણ આઈપીઓ બહાર પાડે છે, જેથી કંપની તેનું દેવું ચૂકવી શકે અને રોકાણકારોનો હિસ્સો મેળવીને નફો મેળવી શકે.
નવી આઇટમના લોન્ચિંગ પર આઇપીઓ જાહેર કરવામાં આવે છે, કોઇપણ કંપનીને નવા પ્રોજેક્ટ માટે વધુ પૈસાની જરૂર હોય તે સમયે કંપની પાસે બે રસ્તા હોય છે, પ્રથમ બેંક પાસેથી લોન અને બીજો આઇપીઓ જાહેર કરવાનો હોય છે, મોટાભાગની કંપનીઓ આઇપીઓ લોન્ચ કરે અને રોકાણકારો તેમાં રોકાણ કરે છે, તે પૈસાથી કંપની નવા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.
IPOમાં ઈન્વેસ્ટમેન્ટ
આઈપીઓમાં ઈન્વેસ્ટ કેવી રીતે કરવું. શુ કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે, તો તેનો જવાબ છે હા.. જો તમારી ઉંમર 18 વર્ષ છે તો તમે આઈપીઓ માટે અપ્લાય કરી શકો છો. એના માટે તમારી પાસે માત્ર બે વસ્તુઓ હોવી જોઈએ. એક પાન કાર્ડ અને બીજુ ડિમેટ એકાઉન્ટ. આજના સમયમાં ઓનલાઈન ડિમેટ એકાઉન્ટ સરળતાથી ખોલાવી શકાય છે. જે એપથી તમે ડિમેટ એકાઉન્ડ બનાવ્યુ હોય ત્યાંથી પણ આઈપીઓ માટે અપ્લાય થઈ શકે છે. ઉપરાંત તમે કંપનીની વેબસાઈટ પરથી પણ અપ્લાય કરી શકો છો. મિનિમમ 15 હજારના આઈપીઓ અપ્લાય કરવા ફરજીયાત છે. અપ્લાય કરતા જ તમારા એકાઉન્ટમાંથી 15 હજાર રુપિયા ફ્રીઝ થઈ જાય છે.
જો તમને આઈપીઓ મળે તો એટલા પૈસા કટ થઈ જશે અને શેર મળી જશે, નહીં તો પૈસા પાછા મળી જશે. જાણવા જેવી વાત એ છે કે કોને આઈપીઓ આપવો તેના માટે કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી હોતી. ક્યારેક લોટરી દ્વારા તો ક્યારેક તમામ રોકાણકારોને થોડા થોડા શેર વહેંચવામાં આવે છે.
IPO ખરીદવાની પ્રક્રિયા
– IPO ખરાદવા માટે પૈસાની સાથોસાથ એક ડી-મેટ અકાઉન્ટ હોવું ફરજીયાત છે. ડીમેટ અકાઉન્ટ વિના IPO ખરીદી શકાતા નથી.
– ડીમેટ અને ટ્રેડિંગ અકાઉન્ટ બનાવ્યા બાદ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અકાઉંટ (ASBA) સુવિધાથઈ વાકેફ હોવું જરૂરી છે. દરેક IPO એપ્લિકન્ટ માટે ફરજીયાત છે.
– કંપનીના પ્રોસ્પેક્ટસમાં દર્શાવેલ લોટ સાઇઝ મુજબ રોકાણકારે IPOની અરજી કરતી વખતે જ બોલી લગાવવી જરૂરી છે.
– એક કિંમત મર્યાદા નક્કી કરવામાં આવે છે અને રોકાણકારે આ જ મર્યાદામાં બોલી લગાવવાની રહે છે, જો કે રોકાણકાર આ બોલીમાં સુધારો કરી શકે છે.
– જો કોઈ રોકાણકાર સંપૂર્ણ ફાળવણી મેળવવા માટે હકદાર હોય, તો તેને IPO પ્રક્રિયા પૂર્ણ થયાના 6 કાર્યકારી દિવસોમાં કન્ફર્મરેટરી એલોટમેન્ટ નોટ (CAN) અથવા કન્ફર્મરેટરી એલોટમેન્ટ નોટ તેના ડીમેટ એકાઉન્ટમાં આપવામાં આવશે.
આ બાદ રોકાણકારે શેરબજારમાં શેરલિસ્ટિંગની રાહ જોવી પડશે. સામાન્ય રીતે શેરને અંતિમ રૂપ આપ્યાના સાત દિવસમાં કરવામાં લિસ્ટિંગ કરવામાં આવે છે
વિડા ક્લિનિકલ રિસર્ચે 831 કરોડ રૂપિયાના IPO માટે SEBI ને ડ્રાફ્ટ લેટર રજૂ કર્યો
ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વીડા ક્લિનિકલ રિસર્ચે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે આઇપીઓ દ્વારા રૂ. 831 કરોડથી વધુ એકત્ર કરવા માટે પેપર્સ ફાઇલ કર્યા છે.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, પ્રારંભિક શેર-વેચાણમાં રૂ. 331.60 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર અને પ્રમોટર અને હાલના શેરધારકો માટે રૂ. 500 કરોડનો ઓફર ફોર સેલ (OFS)ની ઓફર હશે. હેતુઓ માટે IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપની તેના દેવાની ચૂકવણી, મૂડી ખર્ચના ધિરાણ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો ઉપરાંત સામાન્ય કોર્પોરેટ કરશે. જણાવી દઈએ કે વીડા ભારતની અગ્રણી સ્વતંત્ર સેવા ક્લિનિકલ સંશોધન સંસ્થા (CRO) છે.
અસ્વીકરણ: આ લેખ ફક્ત માહિતીના હેતુઓ માટે છે અને તેને કોઈપણ રીતે રોકાણ સલાહ તરીકે સમજવામાં આવવો જોઈએ નહીં. અબતક મીડિયા તેના વાચકો અને દર્શકોને ભલામણ કરે છે કે તેઓ નાણાં સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોનો સંપર્ક કરે.