લાંબા સમયથી નોકરીની રાહ જોઈને બેસેલાં શિક્ષકો માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે મોટા પ્રમાણમાં ભરતી. ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ મંગાવી છે. પ્રાથમિક શાળાઓ બાદ હવે ગુજરાત સરકાર દ્ધારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે.શિક્ષક તરીકેની નોકરીની રાહ જોઈને ઘણાં યુવાઓ લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યાં હશે. એ તમામ યુવાનેને નોકરીને એક મોટી તક મળવા જઈ રહી છે.કાલથી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે: ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી

નોકરી વાંચ્છુક ઉમેદવારોએ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અરજી દ્વારા કરવાની રહેશે. તેના માટેની વિગતવાર પ્રોસેસ પણ અહીં આપવામાં આવી છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી. આગામી 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવા અરજી મંગાવવામાં આવી છે.

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓન લાઈન અરજી કરી શકશે.શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)”ની ભરતી કરવામાં આવશે.ઉમેદવારે ઓન-લાઈન અરજીhttp://gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર જઈ કરવાની રહેશે.

ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર આપેલી જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને પગાર સંબંધિત સૂચનાઓ/માર્ગદર્શિકા વાંચવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આ રીતે મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.