સદગુરુ વાસુદેવ જગ્ગી સાથે કરવામાં આવેલા બે કલાકના વાર્તાલાપમાં માત્રને માત્ર સાત પ્રશ્નો જ પૂછવામાં આવ્યા જે પૈકી બે પ્રશ્નો અબતક મીડિયા દ્વારા પૂછાયા !!!
ઈશા ફાઉન્ડેશન અનેક એવા અલૌકિક સ્થળોથી સુસજ્જ છે જેને જોવા માત્રથી એક હકારાત્મક ઉર્જાનું સર્જન થાઈ છે
ૐ નમ: શિવાય ઈશા યોગા સેન્ટર અથવા તો ઈશા ફાઉન્ડેશન નું નામ આવતાની સાથે જ ભગવાન આદિયોગીના દિવ્ય દર્શન નેત્ર સમક્ષ આવી જતા હોય છે. દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આદિ યોગીના દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. ‘સેવ ધ સોઇલ’ અને ‘સેવ ધ પ્લાનેટ’ નો મંત્ર આપીને ધરતી બચાવવાનું મોટું બીડું ઝડપનાર સદગુરુ જગ્ગીના સંસ્થાન દ્વારા તાજેતરમાં બેંગલોર ખાતે દેશભરના સિલેકટેડ મીડિયાને આમંત્રિત કરી એક કોન્ફરન્સ યોજી હતી
જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એક માત્ર અબતક મીડિયાને આમંત્રિત કર્યું હતું ત્યારે કોઇમ્બતુર ખાતે આવેલા ઈશા ફાઉન્ડેશન ખાતે મીડિયા રીટ્રીટ કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સદગુરુ વાસુદેવ જગી સાક્ષાત ઉપસ્થિત રહી મુક્ત મને વાર્તાલાપ કર્યો હતો અને સાંપ્રત પરિસ્થિતિમાં હાલ જે પ્રશ્ર્ન ઊભા થઈ રહ્યા છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અબતક દ્વારા પુછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં સદગુરૂએ વિસ્તૃત ચર્ચા કરી હતી.
સાકર અને નિરાકર એ એક સિક્કાની બે બાજું છે
સમજ્યાં વિના સમજણનું તુત જીવન માટે સૌથી ખતરનાક
અબતકના એડમીનીસ્ટ્રેટર કવિતા સિધ્ધપુરાએ સદગુરૂ જગ્ગી વાસુદેવને પ્રશ્ન પુછયો હતો કે ભગવાન છે કે નહીં ?
જવાબ : તેમણે જણાવ્યું કે આપણે સૌ માતાના ગર્ભમાથી જનમ્યા અને આપની આજુબાજુના જીવોઓએ પણ એ રીતે જન્મ લીધો એટલે માં આપની સૌની જનની હોય છે પરંતુ આ પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો? તેની જનની કોણ? આપણે બધા એવું માનીએ છીએ કે ઉપર આકાશમાં કોઈ એક શક્તિ છે જે આખા વિશ્વનું સંચાલન કરે છે. જો કોઈ ભેંસ વિચાર કરે તો તે એવું માને કે કોઈ મોટી ભેંસ આ બધુ સંચાલન કરે છે અવકાશ અને વાતાવરણ ક્યાંથી શરૂ થાય છે ક્યાં પૂરું થાય છે તે વૈજ્ઞાનિકો કે ધર્મગુરુઓ કોઈ જાણતા નથી.
આ બ્રહ્માંડ કલ્પનાથી પણ મોટું છે. આપણે તો નાનકડા માટીના ગોળા પર વસવાટ કરીએ છીએ એનું નામ છે પૃથ્વી. કોઈ ગ્રહ પૃથ્વીનો નાશ કરી શકે ભૂતકાળમાં આવું થયું પણ હોય આપણે પૃથ્વીને ગોળ અને પોતપોતાની ધરી પર ફરતી માનીએ છીએ મોટા ભાગના લોકોને એમ છે કે ભગવાન પૃથ્વી ફેરવે છે કેટલાક લોકોને એવો ભ્રમ છે કે અમે જ પૃથ્વી ફેરવી છીએ આ બધાને હું ‘પ્લાનેટ સ્નિપર્સ’ કહું છુંવાસ્તવિક્તા એ છે કે કુદરતનું આ સર્જન ખુબજ ગુચવણ ભર્યું છે જે વસ્તુ આપણે જોઈ નથી શકતા તે માની લઈએ છીએ જે આપણે નથી જાણી શકતા તેમાં વિશ્વાસ કેળવી લઈએ છીએ. આખા વિશ્વની લાઈબ્રેરીના પુસ્તકો વાંચી નાખશો તો પણ અમુક રહસ્યો સમજમાં નહીં આવે.
ઈશ્વરની વાત આવે તો બધા લોકો ઉપર જોવે છે પણ ઓસ્ટ્રેલીયામાં જઈને તમે ઉપર જોશો કે નીચે કેમ કે ઓસ્ટ્રેલીયા પૃથ્વીના ગોળમાં ઉપરના ભાગે આવે છે સારું છે કે તમે નીચે જુઓ તો ધરતીને જ ઈશ્વર માનો એવો અર્થ થયો અને એ સારી વાત પણ છે માન્યતાને કારણે આત્મવિશ્વાસ આવે છે પણ ચોક્કસાઈ વગરની અને શુધ્ધ દ્રષ્ટિ વગરની માન્યતા વિનાશ સર્જે છે. જેમ કે, અજવાળામાં આપણે ચોખ્ખું દેખાતું હોય તો કોઈ આધાર વગર આપણે ચાલી શકીએ છીએ પણ જો અંધારું થાય તો આપણો આત્મવિશ્વાસ ડગે છે અને કોઈ સહારાની જરૂર પડે છે.
ચાહે તમે ટોર્ચનો ઉપયોગ કરો અથવા હાથમાં કોઈ ટેકો રાખીને ચાલો એનો અર્થ એ થાય કે અંધારામાં કોઈ સહારો જોઈએ. જીવનમાં પણ અંધારું થાય ત્યારે ભગવાન ની યાદ આવે છે આપણી માન્યતાઓને કારણે વ્યક્તિઓ વચ્ચે સંધર્ષ થાય છે જે વસ્તુ આપણે નથી જાણતા તે કબુલી લઈએ તો આપણે જાગૃત થઈ જઈએ છીએ. જાગૃત થઈ જઈએ તો જીવનમાં પ્રકાશ રેલાય જાય છે.આ જાગૃતિ તમારી સમજણથી આવે, મંત્રો કે શ્લોકો દ્વારા આવે કે અન્ય કોઈ રીતે આવે હું બધુ જાણું છુ એવું સમજવાથી વ્યક્તિ ડાઉન થાય છે જ્યારે હું નથી જાણતો એવું સમજવાથી વ્યક્તિ અપ થાય છે
અબતકના રિપોર્ટર મારૂત ત્રિવેદીએ સદગુરૂને પ્રશ્ન પુછયો હતો કે સાકાર અને નિરાકાર વચ્ચેનો તફાવત શું ?
જવાબ : સદગુરુ વાસુદેવ જગ્ગીએ જણાવ્યું હતું કે, પરમેશ્વર એ સાકાર પણ છે અને નિરાકાર પણ છે, નિષ્ક્રિય છે અને સક્રિય પણ છે, નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. જે બે જુદાં-જુદાં પરસ્પરમાં વિરોધી એવા જે લક્ષણો છે, એ બંને એમાં આવી શકે છે. નિરાકાર બ્રહ્મ તો બધે સરખો છે પણ જે સાકારવાળો થયો એ તો દૂર રહેવાનો. જ્ઞાનમાં એટલે નિરાકાર માન્યતામાં પરમેશ્વર સમીપમાં છે. આ મુદ્દે વધુમાં સદગુરુ એ જણાવ્યું હતું કે સાકાર અને નિરાકાર બંને આપણામાં જ તમારા છે તમે નજરથી જુઓ તો તે સાકાર થઈ જતું હોય છે જ્યારે તમે અંતર મનની આંખોથી જે કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુ અથવા તો ઈશ્વરના દર્શન કરો તો તે નિરાકાર બની જતું હોય છે એટલે વાત તો સાચી જ છે કે ઈશ્વર સહકાર અને નિરાકાર રૂપમાં પણ છે
માત્ર નજરનો જ તફાવત છે જેનાથી સાકાર અને નિરાકાર એમ બે શબ્દો ઉદભવ્યા છે. સદગુરુ વધુમાં ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એક અન્ય વ્યક્તિને આંખ ખુલી રાખીને નિહાળે તો તે તેનું સાકારરૂપ નિહાળે છે અને એ જ વ્યક્તિ જ્યારે આંખ બંધ કરે અને તેની સમક્ષ જે વ્યક્તિ છે તે તેના મનમાં કંડોળાયેલી તસવીરને અનુભવે છે અને તેની અનુભૂતિ કરે છે જે ખરા અર્થમાં એક નિરાકાર રૂપ કાપડ આપણે એ રૂપને પણ ઓળખીએ છીએ ત્યારે સાકાર અને નિરાકાર એ એક સિક્કાની બે બાજુ છે.
અબતકના એક્ઝિક્યુટિવ ડીરેકટર દેવાંશભાઈ મહેતા સાથે સદગુરુ જગ્ગીની વિશેષ મુલાકાત
કોઇમ્બતુર ખાતે ઈશા ફાઉન્ડેશન દ્વારા આયોજિત મીડિયા રીટ્રીટ કાર્યક્રમમાં સદગુરુ વાસુદેવ જગ્ગીએ અબતકના એક્ઝિક્યુટિવ ડીરેકટર દેવાંશભાઈ મહેતા સાથે વિશેષ મુલાકાત કરી હતી અને મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર વાર્તાલાપ પણ કર્યો હતો. જ નહીં અબતકની યશ કલગીમાં વધારો થાય તે માટે સદગુરુ જગ્ગીએ અબતકને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. અને ઉતરોતર પ્રગતિ થાય તે અંગે વિગતવાર ચર્ચા પણ કરી હતી. અત્યંત વ્યસ્ત શેડ્યુલ વિચારે સદગુરુએ અબ તકના એક્ઝિક્યુટિવ ડીરેકટર સાથે ઘણો સમય વાર્તાલાપ કર્યો હતો અને ઈશા ફાઉન્ડેશન ની કાર્યપ્રણાલી અંગે પણ તેઓને માહિતગાર કર્યા હતા એટલું જ નહીં અબતક દ્વારા જે રીતે ઉતરોતર સફળતા હાંસલ કરવામાં આવી રહી છે તે અંગે પણ તેઓએ માહિતી મેળવી કરી હતી.
ધ્યાનલિંગનું મહત્વ અનેરૂ
સંસ્કૃતમાં લિંગનો અર્થ છે: આકાર. આ ધ્યાનલિંગ યોગ મંદિર ધ્યાન માટે નો એક અદભૂત સ્થાન છે, જે કોઈ ખાસ સંપ્રદાય કે મત સાથે સંબંધ નથી ધરાવતું, ન તો અહીં કોઈ વિશેષ વિધિ -વિધાન, પ્રાર્થના કે પૂજાની જરુરત છે. ધ્યાનાલિંગ એક શક્તિશાળી અને અદ્વિતીય ઉર્જા સ્વરૂપ છે, જે તેના સંપર્કમાં આવનારા તમામ લોકોને જીવનની સંપૂર્ણતાનો અનુભવ કરવાની સંભાવના પેદા કરે છે.
ધ્યાનલિંગ આત્મ-જ્ઞાન અને મુક્તિનો દ્વાર છે, અને સાધકોને એક પ્રત્યક્ષ ગુરુ સાથે અત્યંત નજીકથી આધ્યાત્મિક અભ્યાસ કરવાનો અવસર પ્રદાન છે અને સદગુરુ એ કરે છે. પારંપરિક રૂપથી આ અવસર કેટલાક પસંદગીના લોકોને જ ઉપલબ્ધ થતો હતો. ધ્યાનલિંગ અનેક આત્મ-જ્ઞાનિયોનું સપનું રહ્યુ તેને ત્રણ વર્ષની ગહન પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા બાદ સ્થાપિત કર્યુ હતું. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયામાં માત્ર પ્રાણ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રક્રિયામાં તમામ સાત ચક્રોની ઉર્જા ઉચ્ચતમ સ્તર સુધી વધારવામાં આવી હતી, અને સમય સાથે તીવ્રતા ઓછી થતી રોકવા માટે તેને બંધ કરી દેવામાં આવી હતી. જ્ઞાનલીંગામાં જવા માટે પુરુષો માટે સૂર્યકુંડમાં સ્નાન કરી ત્યારબાદ ધ્યાનલિંગામા જો જવામાં આવે તો તેની વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એવી જ રીતે સ્ત્રીઓ માટે ચંદ્રકુંડમાં સ્નાન કરવું પણ એટલુંજ આવશ્યક છે . તેથી ધ્યાનલિંગામાં ખૂબ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને તેની હકારાત્મક ઉર્જા ને પ્રાપ્ત કરી શકાય.
દેવી માતૃશક્તિનું પરમ સ્વરૂપ એટલે લિંગ ભૈરવી
દેવી માતૃ-શક્તિનું પરમ સ્વરૂપ છે. તે વેલિંગિરી પર્વતથી તળેટીમાં એક ત્રિકોણીય મંદિરમાં વિરાજમાન છે. દેવી પરિશુદ્ધ છે, ભૌતિકતાથી જોડાયેલી છે અને કરુણા અને માતૃત્વ ભાવનું પ્રતિષ્ઠિત રૂપ છે. તે એક સાથે ઉગ્ર પણ છે, અને કરૂણામયી પણ છે. ભલે ભક્ત સંસારના ભૌતિક સુખો ઈચ્છતા હોય, અથવા તો તેનાથી પરે જવા ઈચ્છતા હોય દેવી એ તમામની પરમ દાતા છે. આ આઠ ફૂટ ઉંચી અનપમ અને અદ્રવિતીય લિંગ રૂપ વાળી દેવીની પ્રાણ પ્રતિષ્ઠા સદગુરુએ જાતે કરી હતી. લિંગ ભૈરવીની ઉર્જા માનવ પ્રણાલીના ત્રણ મૂળ ચક્રને તેજસ્વી બનાવે છે. જેનાથી શરીર, મન અને ઉર્જા પ્રણાલીમાં સંતુલન આવે છે. જો કોઈ પોતાને તેમની કૃપાને યોગ્ય બનાવે છે, તો જીવન એટલુ સુખમય બની જાય છે કે સ્વાભાવિક રૂપથી મન ભૌતિક જીવનથી ઉપર ઉઠી અધ્યાત્મિકતાની તરફ જવા માટે ઉતવાળો બની જાય છે. આધ્યાત્મિક સુખ મેળવનારા લોકો માટે ઉદાર દેવી માર્ગમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે.
ઈશા વિદ્યા કેન્દ્ર હજારો બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે
ઈશા વિદ્યા એક અગ્રણી પહેલ છે જે ભારતમાં ગ્રામીણ બાળકોની વચ્ચે શિક્ષા અને સાક્ષરતાના સ્તરને વધારવા માટે પ્રતિબદ્ધ છે. ઈશા વિદ્યા અંગ્રેજી-માધ્યમ અને કોમ્યુટર-આધારિત શિક્ષા પર વિશેષ ભાર આપે છે, અને ભારતના આર્થિક વિકાસનો લાભ લેવા અને તેમા ભાગ લેવા માટે, બધા માટે સમાન અવસર બનાવવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધી, ઈશા વિદ્યાએ 9 સ્કૂલોની સ્થાપના કરી છે, જેમાં 7100થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. જેમાંથી 60 ટકાને શિષ્યવૃતિ પ્રાપ્ત છે. ઈશા વિદ્યાએ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 512 સરકારી શાળાને પણ અપનાવીઅને સમર્થન આપ્યુ છે,જેનો 72, 000 વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યાં છે . ઈશા વિદ્યા છોકરીઓ અને અધિકારહીન સમુદાયો સુધી શિક્ષા પહોંચાડવા પર વિશેષ ધ્યાન આપે છે, અને ત્યાં ભણતા અનેક વિદ્યાર્થીઓ પોતાના ઘરથી સ્કૂલ જનાર પહેલી પેઢીથી છે.
ઈશા ફાઉન્ડેશન આયોજિત મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહ્યા ઉપસ્થિત
ઈશા ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રીનો પાવન અવસર ઉજવવામાં આવ્યો હતો જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત તામિલનાડુની મુલાકાતે આવ્યા હતા અને આ ઐતિહાસિક દિવસ અને પ્રસંગને માણ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રોપદીએ જણાવ્યું હતું કે આદિયોગીના શિવરાત્રી પરવે દર્શન કરવાનો જે અનેરો લાવવો મળ્યો છે તે અત્યંત આનંદાઈ છે. એટલું જ નહીં તેઓએ ધ્યાનલિંગા ખાતે પૂજા અર્ચના પણ કરી હતી અને લિંગભેરવી ખાતે તેઓએ આરતીનો લાભ પણ મેળવ્યો હતો. તો એ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી તે અંધકારને દૂર કરવા માટેનો એક અવસર છે.
ત્યારે સદગુરુ જગ્યાએ પણ જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં દેશના દરેક વ્યક્તિને યોગ સાથે જોડવાનો લક્ષ્યાંક ઈશા ફાઉન્ડેશન દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે જે માનવજાત માટે આશીર્વાદરૂપ નિવડશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇશા ફાઉન્ડેશનની તમામ પ્રવૃતિઓની પ્રશંસા કરી હતી. મહા શિવરાત્રીના પર્વમાં સહભાગી થવા માટે પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા સાથોસાથ આવી પ્રવૃત્તિઓથી ભારતીય સંસ્કૃતિ અને ધરોહર વધુ મજબુત બનશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.