આ સુંદર યુવતી જર્મનીની છે. આ યુવતીનું નામ લી રીક છે. લી રીકને બાઈક ચલાવવાનો ઘણો શોખ છે. આ યુવતી વિષે તમે જાણી ચોંકી જશો. તો ચાલો જાણીએ રીક વિષેની રોચક વાતો.
આ જર્મનીની યુવતી લી રીકએ બાઈકથી અત્યાર સુધી 37 દેશોની મુસાફરી કરી લીધી છે.
લીને બાઈકમાં ફરવાનો શોખ તેના પિતા તરફથી વારસામાં મળ્યો છે. તેના પિતાએ પણ બાઈક પર સવાર થઈ દુનિયાના ઘણા સ્થળ જોયા હતા.
એવું નથી કે લીને માત્ર બાઈક પર દુનિયા ફરવાનો અને રોમાંચક યાત્રાઓ કરવાનો જ શોખ છે, પરંતુ લી વ્યવસાયે લેખિકા છે અને તેને મેકઅપ અને સાજ શણગાર કરવાનો પણ શોખ છે.લીએ અત્યાર સુધીમાં કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાંન્ઝાનિયા સહિત ઘણા બીજા દેશોની યાત્રા કરી છે.
લી જણાવે છે કે, તેને પહેલેથી જ દુનિયા જોવાનો શોખ હતો એટલે તેના પિતાની જેમ જ તેણે પણ વર્ષ 2015માં બાઈક પર દુનિયાના અલગ અલગ વિસ્તારમાં જવાનો નિર્ણય લીધો. લીનું કહેવું છે કે, યાત્રાઓ દરમિયાન તેને અલગ અલગ લોકોને મળવાની પણ તક મળી હતી. લીએ જે દેશોની યાત્રા કરી ત્યાના રીતરીવાજ અને સ્થાનિક સંસ્કૃતિને આપનાવાનો પણ પ્રયાસ કર્યો હતો.
લીની યોજના દુનિયા ફરવાની છે તેને મેક્સિકો, આર્જેન્ટીના, સ્પેન, ફ્રાંસ, ઇટાલી થઇ જર્મની પાછા ફરવાનો કાર્યક્રમ બનાવ્યો છે.