આજકાલ ટ્રોલ શબ્દ વારંવાર સાંભળવા જોવા મળી રહ્યો છે. કોઇપણ સેલીબ્રીટી કે રાજનેતાએ સોશિયલ મિડિયામાં તેનાં વિચારો રજૂ કર્યા નથી કે તેની ઉપેક્ષા કરવા વાળા લોકો તેની કોમેન્ટ આડેધડ મુકવા લાગે છે અને ચર્ચાનો વિષય બની જાય છે. આ ટ્રોલીંગથી સેલીબ્રીટીઝ પણ અનેકવાર મુશ્કેલીમાં મુકાયેલી જોવા મળી છે.

ટ્રોલ એક એવી વસ્તુ બની ગઇ છે. જે વ્યક્તિને તેના વિચારો રજૂ કરવાથી ડરાવે છે. વ્યક્તિ પોતાનો મત સોશિયલ મિડિયા પર મુકવાથી ડરે છે કે જો તે પોતાના વિચારો રજૂ કરશે અને તે ટ્રોલનો ભોગ બનશે તો…? પરંતુ શું ખરેખર આવા ટ્રોલથી ડરવાની જરુર છે…?

-એવા ટ્રોલ જે નેતાઓ પૈસા ચૂંકવીને કરાવે છે….

ટ્રોલનો આ પ્રકાર સૌથી ખરાબ છે. આ રીતે કરવામાં આવેલા ટ્રોલ કંઇપણ પાયા વગરના હોય છે. અને રાજેનેતાઓના   ઇશારે કરવામાં આવેલાં હોય છે. જો તમે કોઇ રાજનૈતિક પક્ષ વિશે કંઇપણ આડુ અવળું લખો છો, ત્યારે આ પ્રકારના ટ્રોલ બોમ્બાર્ડિંગની જેમ વરસવા લાગે છે.

એવા અનેક રાજનૈતિક પક્ષો છે જેની પાસે આ પ્રકારનાં ટ્રોલ કરી શકેતેવી આર્મી હોય. જેને વોર રુમ તરીકે ઓળખવામાં આવે છે.

– દેશભક્ત ટ્રોલ્સ

દેશભક્ત પ્રકારનાં ટ્રોલ્સ એવા હોય છે. જેની પોતાની દેશભક્તિની વ્યાખ્યા હોય છે. જે ખૂબ જ સિમિત હોય છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ દેશ વિશે ટીપ્પણી કરે ત્યારે આ પ્રકારનાં ટ્રોલ્સની વર્ષા થવા લાગે છે અને જ્યારે સરકાર પણ કંઇ બદલાવ લાવે છે ત્યારે પણ તેને વખોળવા દેશભક્તિો જાગૃત થાય છે.

જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે કોલેજમાં અભ્યાસ કરતી ગુરમહેર કૌર….. જેના પિતા આર્મી ઓફીસર હતા અને કારગીલનાં યુધ્ધમાં શહિદ થયા હતા. તે બાબતે યુધ્ધ કેટલી ખરાબ પરિસ્થિતિ છે તેના વિચાર રજૂ કરતા, તેણી પણ ટ્રોલનો ભોગ બની હતી.

– ભક્ત ટ્રોલ્સ :

આ પ્રકારનાં ટ્રોલ વાળી વ્યક્તિ હદ્યથી મોદીના ભક્ત હોય છે. તેની વિરુધ્ધ કાંઇ પણ સહન નથી કરી શકતા. તે લોકો એવું વિચારે છે કે જ્યાં સુધી બીજેપીની સરકાર નહોતી આવી તે પહેલાં ભારતમાં કંઇ પણ સારુ નથી થયું.

આ પ્રકારનાં ટ્રોલ્સ બિનસાંપ્રદાયઇકતા અને ભારતીયતા વિશે તેમજ માઇનોરીટી પર આક્ષેપો કરવા તૈયાર જ હોય છે.

Twitter trolls small1– ઉદારવાદી ટ્રોલ્સ : 

આ ટ્રોલ્સ એવા હોય છે જે ભક્તોનો ચોક્કસ વિરોધ કરતા હોય છે. તેઓ વિચારે છે કે ભારતમાં ફરી ઇમરજન્સી શરુ થઇ છે. અને આપણે જેલભેગા થવાનાં છીએ. આ પ્રકારનાં ટ્રોલ્સ મોદીની વિરુધ્ધમાં અને તેને નફરતકર્તા હોય છે.

– ધાર્મિકતાવાદી ટ્રોલ્સ :

આ પ્રકારનાં ટ્રોલ તમે હિન્દુ હોય કે મુસ્લિમ તેને કોઇપણ બાબત સાથે જોડી દે છે. અને ધાર્મિક દ્રષ્ટિકોણ સાથે ચર્ચાનો વિષય બનાવે છે. આપણે જે કાંઇ કહીએ છીએ કે વિચારીએ છીએ તે ધાર્મિક, જ્ઞાતિકે કોઇ કોમ્યુનીટી સાથે સંબંધ નથી ધરાવતુ… પરંતુ આ બાબત ટ્રોલ્સ નથી સમજતા.

ઉદાહરણ તરીકે આપણે સ્વરા ભાસ્કર અને સોનમ કપૂરને જ લઇ શકીએ જેને કથુઆમાં નાની બાળકી પર થયેલાં બળાત્કારને વખોળ્યો હતો. જેને ટ્રોલ કરી ધાર્મિકતા પર લઇ જવાયો હતો. અને એ ઘટનાને બદલે ધાર્મિકતાને નિશાન બનાવાયું હતું.

– ખોટા સમાચારને પ્રસરાવતા ટ્રોલ્સ :

આ ટ્રોલ તેના તમામ પ્રકારમાંના સૌથી નુકશાનકારક ટ્રોલ છે. જે અફવા ફેલવવામાં કુશળ હોય છે. વોટ્સએપ ગૃપ અને ન્યૂઝ ફીડમાં આ પ્રકારના ફેક ન્યૂઝ આવે તો તેનું ક્રોસ વેટીફિકેશન કરવું જરુરી બને છે. તેમજ તેને આગળ વધતા અટકાવવા જરુરી બને છે.

– સાચા સમાચારોને ખોટા ઠરાવતા ટ્રોલ્સ :

આ પ્રકારનાં ટ્રોલ્સ તરત જ કોઇપણ સમાચારને ટેગ કરી તેની ના પસંદ, બેજવાબદારીએ પછી સાચી હોય કે ખોટી તેને દર્શાવે છે. અને સમાચારોની ખરાઇ પર હંમેશ શંકા કરવાનું આ પ્રકારનાં ટ્રોલ્સનું જાણે કામ છે.

– સ્ત્રી જાતિને ધિક્કારતા ટ્રોલ્સ :

આ પ્રકારનાં ટ્રોલ્સ સ્ત્રી જાતિને નફરત કરતાં હોય છે. તેમજ સ્ત્રી તરફથી આવતા કોઇપણ પ્રકારનાં વિરોધને સ્વિકારતા નથી.

– બોડી શેમીંગ ટ્રોલ્સ :

આ પ્રકારનાં ટ્રોલ્સ એવી વ્યક્તિને ટાર્ગેટ કરે છે. જે જાડુ, પાતળું, અદોદરું શરીર ધરાવે છે. મુખ્યત્વે તેમાં સેલીબ્રીટીઝનો સમાવેશ થાય છે. અને એવું માત્ર તે મજા કરવા કરે છે તે જાણતા જ નથી કે સુંદરતા શરીરમાં નહીં પરંતુ તેની આંખોમાં હોય છે. જે તે જુએ છે.

– સરખામણી કરતાં ટ્રોલ્સ :

આ પ્રકારનાં ટ્રોલ્સ મુખ્યત્વે સેલીબ્રીટીઝને ધ્યાનમાં લ્યે છે. અને તેના પર ઉતરતી કક્ષાની ટીપ્પણી કરે છે. જેની સાથે પોતાની સરખામણી કરતા વિચારો પણ રજૂ કરે જે ક્યારેક મજાકનો વિષય પણ બને છે. તો આ હતા ટ્રોલનાં વિવિધ પ્રકારો, હવે જુએ કે તમે તો આમાંથી ક્યાંક ટ્રોલ નથી થયા ને …… ?

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.