આપણે કોઈ પણ કાર્ય કેવી રીતે કરીએ છીએ તે આપણા વ્યક્તિત્વ અને સ્વભાવ વિશે ઘણું બધું કઈ દે છે. તમારી બધી ટેવો અને તમારી કામ કરવાની રીત તમારા વિશે ઘણું કહી જાય છે. કેટલાક લોકોને તેમનું વ્યક્તિત્વ અને સ્વભાવ વિશે જાણવામાં રસ હોય છે. તો જાણો કે તમે જે રીતે બેસો તે પરથી તમારું વ્યક્તિત્વ કેવું હશે.
જો તમે તમારા આખા પગને બદલે ફક્ત તમારા પગની ઘૂંટી વાળીને બેસો છો. તો આ રીત દર્શાવે છે કે તમે તમારી જાતને થોડી છુપાવી રહ્યાં છો.
ક્રોસ પગ
જો તમે બેસતી વખતે એક પગ બીજા પગ પર રાખીને છો. તો તમે તમારા એક પગને છુપાવી રહ્યા છો. આ તમારી અંદરની અસુરક્ષાની લાગણી કહે છે.
ક્રોસ પગવાળીને બેસવું
જો તમે તમારા પગને ક્રોસ વાળીને બેસો છો.આ રીત તમારું મન ખુલ્લું હોવાનું પ્રતીક કરે છે.
સીધા ખભા અને પગ સાથે બેસવું
જો તમે બેસતી વખતે તમારું શરીર પૂરેપુરું સીધું રહે છે. તેમજ જો બેસતી વખતે તમારી કમર સીધી રહે છે અને તમારા પગ પણ સીધા રહે છે. તો તે એ વાતનો પુરાવો છે કે તમે એકદમ આત્મવિશ્વાસ ધરાવો છો.
બેસવાની મુદ્રા માત્ર આરામની બાબત નથી. તે તમારા સ્વભાવ અને વ્યક્તિત્વને પણ કહી દે છે.તમે કોઈ વ્યક્તિ વિશે માત્ર તેના ઊભા રહેવાથી જ નહીં પણ તેની બેસવાની રીત જોઈને પણ તેનો ખ્યાલ મેળવી શકો છો. જો તમને ખબર ના હોય તો આ ટિપ્સ ની મદદથી તમે તમારી સામેની વ્યક્તિને તેના બેસવાની રીતથી જ ઓળખી શકો છો.