પોતાના વ્યક્તિત્વને ઓળખવું એ સૌથી કઠિન કાર્ય છે. ત્યારે તમારી રાશીને ક્યુ તત્વ અનુસરે છે તેનાથી પોતાના વ્યક્તિત્વને ઓળખી શકાય છે. જો વિવિધ તત્વો અંગે વાત કરવામાં આવે તો પાણી, અગ્નિ, હવા અને પૃથ્વીનો સમાવેશ થાય છે. જે તમારી રાશીને આધીન રહી તમારું વ્યક્તિત્વ દર્શાવે છે. તો વાત કરીએ વિવિધ રાશિઓ અને તેને સંલગ્ન તત્વોની.
મેષ રાશિ (અગ્નિ તત્વ): આ રાશીના જાતકો ખુબજ પ્રબળ હોઈ છે. જે કોઈ એમના સંપર્કમાં આવે તે તેમનું ધ્યાન રાખતા હોય છે. આ રાશીના જાતકો ત્વરિત કામ કરવા તત્પર રહે છે. બીજી તરફ જ્યારે આ રાશિના જાતકો ખુશ હોઈ તો તે તેમની લાગણી દરેક સાથે શેર કરે છે. આ રાશીના લોકો સીધું બોલનારા હોઈ છે.
વૃષભ રાશી (પૃથ્વી તત્વ): આ રાશીના જાતકો ભવ્ય જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે. અને મોંઘીદાટ વસ્તુઓ પ્રત્યે લાગણી પણ એટલીજ ધરાવે છે. આ રાશિના લોકોને કુદરતની સાથે અને જીવનના દરેક રંગોને માણવાનો ખુબજ ઉત્સાહ હોઈ છે.
મિથુન રાશી (હવા તત્વ): આ રાશિના જાતકો સ્થિર થવાના બદલે સતત ચાલતા રહેતા હોય છે. અને તેમને જે દિશામાં જવું પસંદ પડે તે દિશામાં તેઓ આગળ વધતા રહે છે. સાથો સાથ તે જે લોકો સાથે સંબંધ ધરાવે કે મિત્રતા રાખે તો તેમની સાથે છેલ્લા સમય સુધી રહેતા હોય છે. પરંતુ તેમના દ્વારા જે નિર્ણય કરવામાં આવે તે ચોક્કસ નથી હોતા. અને તેમનું મન ચંચળ હોઈ છે.
કર્ક રાશી (પાણી તત્વ): કર્ક રાસીના જાતકો હૃદયથી ખુબજ ચોખા હોઈ છે અને તેઓ તેમના સ્વજનોને ખુબજ પ્રેમ કરતા હોય છે. તેમનું વર્તન હૃદય સ્પર્શી હોઈ છે અને તેઓ પૂર્ણત: લાગણીશીલ હોઈ છે. પાણી તત્વ હોવાથી તેઓ ખુબજ શાંત અને સૌમ્ય સ્વભાવના જોવા મળે છે.
સિંહ રાશિ (અગ્નિ તત્વ): સિંહ રાશિના જાતકો કોઈ દિવસ અન્ય વ્યક્તિ દ્વારા દોરાતા નથી. તેમની ઉર્જા શક્તિ અન્યની સરખામણીમાં ખુબજ પ્રબળ હોઈ છે. તેઓ સર્જનાત્મક અને લીડરશિપ ગુણ ધરાવતા હોય છે.
કન્યા રાશિ (પૃથ્વી તત્વ): કન્યા રાશિના જાતકો ખુબજ પ્રોફેશનલ અને અહંકાર વગરનું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓનો લક્ષ્ય અને તેમની ઈચ્છા ખુબજ પ્રબળ હોઈ છે. આ રાશિના લોકો શાંતિ અને એસોઆરામ વાળી જિંદગી જીવવા માંગતા હોય છે. સાથોસાથ તેઓ તમામ ઝીણવટ માહિતી રાખતા હોય છે.
તુલા રાશિ (હવા તત્વ): તુલા રાશિના જાતકો સર્જનાત્મક હોઈ છે. સાથોસાથ તેઓ ભ્રમ અને કલાત્મક દુનિયામાં રહેવાનું વધુ પસંદ કરે છે. તેઓ વાસ્તવિકતા અને ભ્રમ બંને વચ્ચેનો તફાવત સમજતા હોવાથી તેઓ પોતાના જીવનને સંતુલિત રાખી શકે છે. તેઓ સફળ વ્યક્તિત્વ હોવા છતાં તેમના અહંકાર સહેજ પણ રહેતો નથી.
વૃશ્ચિક રાશી (પાણી તત્વ): વૃશ્ચિક રાશીના જાતકો રહસ્યમય અને જિજ્ઞાસુ હોઈ છે. તે અવકાશી ઘટનાઓ અને ગ્રહો પાર વધુ વિશ્વાસ હોઈ છે અને તેમના જીવનને પણ સરખાવે છે. તેઓ વિશ્વાસ પાત્ર વ્યક્તિત્વ પણ ધરાવે છે.
ધન રાશિ (અગ્નિ તત્વ): ધન રાશિના જાતકો દરેક સ્થિતિમાં શાંત અને સ્થિર રહે છે. તેમને મળેલા દરેક કાર્યો તેઓ ઉત્સાહ ભેર પૂર્ણ કરવા માટે મહેનત કરતા હોય છે. આ રાશિના જાતકોમાં નિર્ણય લેવાની શક્તિ ખુબજ સારી હોય છે. અને તેઓ દરેક સંબંધને ખુબજ ઝીણવટથી સાચવે છે.
મકર રાશિ (પૃથ્વી તત્વ): મકર રાશિના જાતકોની માનસિક સ્થિતિ ખુબજ મજબૂત હોઈ છે જેથી તેઓ દરેક સ્થિતિ સામે મક્કમતાથી લડી શકે છે. તેઓ સામે વાળા લોકો સાથે સહેજ પણ દલીલ નથી કરતા પણ તેમનો વિચાર યોગ્ય રીતે કરતા હોય છે.
કુંભ રાશિ (હવા તત્વ): કુંભ રાશિના જાતકો ખુબજ ઉત્સાહિત હોઈ છે. અને દરેક નવા નવા કાર્યો કરવા તૈયારી દાખવતા હોઈ છે. કોઈક ક્ષણ તેઓ સહેજ પણ નિયંત્રિત રહી શકતા નથી.
મીન રાશિ (પાણી તત્વ): મીન રાશિના જાતકો કોઈ પણ સ્થિતિમાં ઢળી શકે છે. પોતાના ક્ષેત્રમાં તેઓ ઝડપી અને પૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે અને તેઓ દરેક પાસેથી જ્ઞાન લેવા માટે તૈયાર રહે છે અને દરેક કાર્યો કરવા સામર્થ્ય દેખાડે છે. સાથો સાથ તેઓ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવે છે.