ચંદ્રની સપાટી પર પ્રકાશ પડીને પૃથ્વી તરફ પરાવર્તિત થાય ત્યારે ચંદ્રને જોઇ શકાય છે.
ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.
આથી ચંદ્રની અલગ અલગ વધારે કે ઓછી સપાટી પર સૂર્યનું અજવાળું પડે છે.
પરિણામે પૂરો ચંદ્ર હંમેશા જોઇ શકાતો નથી પણ તેનો આકાર વધતો કે ઘટતો દેખાય છે.
આ રીતે ચંદ્રની કળાઓમાં વધઘટ થાય છે.