કેબીસી-9 થોડા સમય પેહલા જ શરૂ થયુ છે. આ શોએ પોતાની દરેક સિઝનમાં ઘણા લોકોની જિંદગી બદલી છે અને મહાનાયક અમિતાભ બચ્ચને તેમની બદલતી જિંદગીને જોયું પણ છે. જ્યાર થી કેબીસી શરૂ થયું છે ત્યાર થી જ અમિતાભ બચ્ચન આ શો સાથે જોડાયેલા છે અને હમેશા તેમણે તેમના ફેંસ તરફથી પ્રેમ મળતો રહ્યો છે. આ સિઝનમાં પણ તેમના ઘણા ફેંસ આવ્યા. અમિતાભ બચ્ચને આ મંચ પર ઘણા લોકોની જિંદગી બદલતી જોઈ છે.
હાલમાં જ તેમણે કેબીસીના સેટ પર હતી પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેમની આંખ થોડી નમ થયેલી નજર આવી રહી છે. આ તસવીર સાથે તેમણે લખ્યું , “આપ સભી કે સ્નેહ કે પળો કે લિએ ધન્યવાદ”.
T 2563 – At times like these it becomes difficult to hold back .. thank you for all those moments of affection all … pic.twitter.com/zIjFyGIt3T
— Amitabh Bachchan (@SrBachchan) September 30, 2017
તેમની આ તસવીર અને આ મેસેજને જોને કહી શકાય કે તેમણે આ સિઝનમાં પણ ઘણા લોકોની મુશ્કેલી વિષે સાંભયું અને તે લોકો આ શો માઠી અમુક રકમ જીતી જતાં એ ખુશીને પણ જોઈ છે. એટલું જ નહીં તેમણે આ શો માં પોતાના માટે તેમના ફેંસને જે પ્રેમ છે તે પણ જોયો. આ શો શરૂ થયા ને થોડો જ સમય થયો છે ત્યારે આ શો એ ઘણા ટોપ શોને ટીઆરપીના મામલમાં તેમણે પાછડ રાખી દીધા છે.