Abtak Media Google News

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે બેંક ખાતું અને વીમા પોલિસી છે. તેમજ બેંક ખાતું ખોલાવતી વખતે, નોમિની વિશેની માહિતી પણ ફોર્મમાં પૂછવામાં આવે છે. કેટલાક લોકો કોઈપણ માહિતી આપ્યા વિના આ કોલમ ખાલી છોડી દે છે. તેથી આમ કરવાથી બેંકને કોઈ નુકસાન થતું નથી, પરંતુ વીમો લેનાર વ્યક્તિના પરિવારને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જો બેંક ખાતા અથવા વીમા પોલિસીમાં કોઈ નોમિની નથી, તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. તેમજ આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે બેંક ખાતું અને વીમા પોલિસી છે. બેંક ખાતું ખોલાવતી વખતે નોમિની વિશેની માહિતી પણ ફોર્મમાં પૂછવામાં આવે છે. તેમજ કેટલાક લોકો કોઈપણ માહિતી આપ્યા વિના આ કોલમ ખાલી છોડી દે છે. આમ કરવાથી બેંકને કોઈ નુકસાન થતું નથી, પરંતુ બેંક અથવા વીમો લેનાર વ્યક્તિના પરિવારને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

 

કેવી રીતે મોટી રકમ ગુમાવી શકાય?

બેંક અને વીમો પૈસા સંબંધિતની બાબતો છે. ભવિષ્યમાં કોઈ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિમાં બેંક ખાતાધારકનું મૃત્યુ થાય તો ખાતાધારકના મૃત્યુ પર, તેના કાનૂની વારસદારોએ ખાતાધારક પાસેથી પૈસા ઉપાડવા માટે લાંબી અને મુશ્કેલ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આથી કેટલીક પરિસ્થિતિઓમાં આ પ્રક્રિયા એટલી જટિલ હોય છે કે ખાતાધારકના પૈસા ખાતામાં પડ્યા રહે છે.

NOMINEE 1

બેંક ખાતાના વીમા માટે નોમિની શા માટે જરૂરી છે?

નોમિનીનું નામ બેંક અને વીમા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ બીજી વ્યક્તિને ખાતાધારક જેવી સુવિધાઓ મળતી નથી, પરંતુ કેટલાક વિશેષ અધિકારો મળે છે.

જો બેંક ખાતા કે ઈન્સ્યોરન્સમાં કોઈ નોમિની નથી તો તેના મૃત્યુ પર ખાતાધારકના પૈસા સરકાર પાસે જ રહે છે.

નોમિની કોણ બની શકે?

વ્યક્તિ તેના જીવનસાથીને નોમિની તરીકે પ્રાધાન્ય આપી શકે છે. આ સિવાય બાળકોને પણ નોમિની બનાવી શકાય છે. તેમજ પરિવારના અન્ય સભ્યો અને મિત્રોને પણ નોમિની બનાવી શકાય છે. જો કે, નોમિની બનનાર વ્યક્તિના સંબંધ વિશે સ્પષ્ટ હોવું પણ મહત્વપૂર્ણ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.