ફેબ્રુઆરી 2017 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસની ઉજવણીની જાહેરાત કરી અને 12 ડિસેમ્બરની પસંદગી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસને 12 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, તટસ્થ દેશ તે છે જે અન્ય દેશો વચ્ચેના યુદ્ધોથી પોતાને દૂર રાખીને તટસ્થ રહે છે. તેનો અર્થ એ છે કે તે દેશ લડતા દેશોમાંથી કોઈપણ એકને ટેકો આપતો નથી.
દર વર્ષે 12 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ એક દિવસ છે જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્ય છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તટસ્થતાના મહત્વ અને મૂલ્યો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસનો ઇતિહાસ :
12 ડિસેમ્બર, 1995 થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ 71/275 સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો, જેમાં તુર્કમેનિસ્તાનની કાયમી તટસ્થતાને સ્વીકારવામાં આવી છે. ફેબ્રુઆરી 2017 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસની ઉજવણીની જાહેરાત કરી અને 12 ડિસેમ્બરની પસંદગી કરવામાં આવી. ત્યારથી આ દિવસ દર વર્ષે 12 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.
તટસ્થતા શું છે?
આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, તટસ્થ દેશને સર્વભૌમ રાજ્ય પણ કહેવામાં આવે છે. તટસ્થ દેશ તે છે જે તટસ્થ રહે છે, અન્ય દેશો વચ્ચેના યુદ્ધોથી પોતાને દૂર રાખે છે. તેનો અર્થ એ છે કે તે દેશ લડતા દેશોમાંથી કોઈપણ એકને ટેકો આપતો નથી. તે સિવાય તટસ્થ દેશો હંમેશા યુદ્ધને બદલે વાતચીત દ્વારા વિવાદોનો ઉકેલ લાવવાનો આગ્રહ રાખે છે. સ્વિત્ઝર્લેન્ડ એક એવો દેશ છે, જે તેની ‘તટસ્થતા’ની નીતિ માટે ખૂબ પ્રખ્યાત છે. આ નીતિના કારણે સ્વિત્ઝર્લેન્ડ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધના વિનાશને ટાળવામાં ઘણી હદ સુધી સફળ રહ્યું છે.
ભારતની તટસ્થતાની નીતિ :
વિશ્વ રાજકારણમાં પણ ભારત અત્યાર સુધી તટસ્થ રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન, ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક હતો. જે બેમાંથી કોઈ એકમાં જોડાયા વિના તટસ્થ રહ્યા હતા. અત્યારે પણ અમેરિકા અને રશિયા હરીફ મહાસત્તા છે, પરંતુ ભારતનું કોઈ એક દેશ સાથે જોડાણ નથી. ભારતના અમેરિકા અને રશિયા બંને સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારે દબાણ હોવા છતાં ભારત તેની નીતિથી પીછેહઠ કરતું નથી. આ જ કારણ છે કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની આ નીતિના વખાણ થઈ રહ્યા છે.