આજે એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ ખ્રીસ્તી સંત મધર ટેરેસાની પુણ્યતિથિ એ તેમના વિષે થોડું જાણીએ :
મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910ના રોજ ઓટ્ટોમન રાજ્યના ઉસ્કુબમાં થયો હતો. હવે આ શહેર મેસેડોનિયા ગણરાજ્યની રાજધાની કોપજે તરીકે ઓળખાય છે. મધર ટેરેસાનું સાચુ નામ એગ્નેસ ગોન્ક્સા બોજાક્ષિયુ હતું. તેઓ 8 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું નિધન થયું હતું.
તેમને પોતાનું જીવન પ્રભુ ઈસુના ચિંધેલા માર્ગે જીવવું હતું. ૧૮ વર્ષની ઉમરે તે નોરેટો મંડળમાં દાખલ થયા ત્યારે તેમને લોહેકસના સંત ટેરેસાનું નામ પસંદ કર્યું. તેમને ડબ્લીનમાં તાલીમ પૂરી કરી અને ૧૯૨૮માં તે ભારત આવ્યા. મધર ટેરેસા કલકત્તાની સેન્ટ મેરી સ્કૂલમાં ઈતિહાસ અને ભૂગોળ ભણાવતા હતા. તેમણે અહીં 15 વર્ષ સુધી કામ કર્યું. જો કે તેઓ પોતાની આસપાસના લોકોની ગરીબી જોઈને ખૂબ વિચલિત થતા હતા.
1948માં મધર ટેરેસાએ નનનો પોશાક ત્યાગીને સાદી સાડી અને પગલાં સાદા ચંપલનો પહેરવેશ અપનાવ્યો. સાથે જ તેઓ નાનકડા ભાડના ઘરમાં રહેતા થયા, જ્યાંથી તેમણે લોકસેવાની શરૂઆત કરી. મધર ટેરેસા દરેકમાં પ્રભુ ઈસુને જોતા. માનવતા અને પરોપકારના કાર્ય માટે 1980માં ભારતથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
મધર ટેરેસાએ નન તરીકે 1931માં શપથ લીધા હતા. ત્યારે જ તેમને ટેરેસા નામ મળ્યું હતું.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે મધર ટેરેસા :
કિરણ બેદી સાથે મધર ટેરેસા :
ક્વિન એલિઝાબેથ બીજા સાથે મધર ટેરેસા :
5 સપ્ટેમ્બર 1997માં મધર ટેરેસાનું નિધન થયું હતું :