બિન્દી શબ્દ સંસ્કૃત ભાષાના શબ્દ ‘બિંદુ’ પરથી ઉપજ્યો
બીન્દી હોય કે ચાંદલો સ્ત્રીનો શણગાર એના વગર અધૂરો છે. અને ખાસ ત્યારે જ્યારે તેને ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હોય ત્યારે બિંદી તેની સુંદરતમાં ચાર ચાંદ લગાવે છે. બિન્દી ચહેરાની સુંદરતામાં વધારો કરે છે બિન્દી શબ્દ સંસ્કૃત ભાષાના શબ્દ ‘બિંદુ’ પરથી ઉપજ્યો છે. જેનો અર્થ થાય છે કે, નાનું ગોળ ચિન્હ. આજકાલ ચાંદીની ડબીમાં ચાંદીની સળીથી ધારણ કરાતી બિંન્દીને બદલે આર્ટિફિશિયલ બિંદીએ સ્થાન લઈ લીધું છે તેથી બિન્દીમાં પણ નવીનતા આવી છે.
થોડા ઊભરાયેલા ગાલ અને પહોળું માથું હોય તેવા લોકોને એકદમ નાની ડિઝાઈનવાળી બિન્દી લગાવવી જોઈએ.મોટી બિન્દી લગાવવાથી તમારું માથું વધારે પહોળું લાગશે.
તમારો ચહેરો રાઉન્ડ શેપ નો છે લાંબી બિન્દી રાઉન્ડ શેપ ચહેરાને ખીલવે છે.બિન્દીનો રંગ તમારી લિપસ્ટિક અને કપડાના રંગ સાથે મેચ કરી શકો છો. મોટી ગોળ બિન્દી તમારે ન લગાવવી જોઇએ કારણકે આવું કરવાથી તમારો ચહેરો ખુબ જ નાનો લાગશે.
ઓવલ શેપ ચહેરાવાળી મહિલાઓ માટે સૌથી સારી વાત એ છે કે, કોઇ પણ શેપની બિન્દી લગાવી શકે છે. છતાં પણ જો તમે બહુ લાંબી બિન્દી ન લગાવો તો તમારો ચહેરો વધારે લાંબો નહીં લાગે.