શું ફોનની ઓનલાઇન ખરીદીને કારણે, પ્રત્યક્ષ વેચાણ ઘટયું છે?
હાલ છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ જોતા સ્માર્ટ ફોનની ખરીદીમાં 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. એમાં પણ લોકોની ઑનલાઇન ખરીદીની ઘેલછાને કારણે આજકાલ દુકાનોમાંથી થતી ફોનની ખરીદી ઉપર માઠી અસર પડી છે. પરંતું ઓનલાઇન ખરીદીને કારણે થતી સમસ્યાઓ અને ફ્રોડના કેસો તો હજુ પણ એટલા જ જોવા મળે છે.
આ સાથે ટેકનોલજીમાં અપડેટ આવતા 5જી ફોનના વિવિધ મોડલ પણ બજારમાં આવી ગયા છે. અને દુકાનદારો દ્વારા ગ્રાહકોને આકર્ષવા અલગ અલગ ઓફરો આપવામા આવી છે.
5G આવતા સ્પીડ તો વધશે જ દરેક વસ્તુ ઓટોમેટીક બનશે
રામદેવ મોબાઈલના રિપ્રેસેન્ટેટીવ દર્શને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફોનની ઑનલાઇન શોપિંગમાં ફોન ડેમેજ અને ફ્રોડના કેસિસ વારંવાર સામે આવતા હોય છે , જે એક જોખંભર્યું છે . આ સિવાય ઘણી વખત આવી સમસ્યાઓનું નિવારણ પણ ગ્રાહકોને મળતું નથી. અને બને ત્યાંસુધી મોબાઈલ તથા એસેસરીઝ વગેરે ઓફ્લાઈન ખરીદવી ખૂબ જ સુરક્ષિત છે. જેના માટે લાઈવ ડેમો ગ્રાહકોને મળે છે જે ખૂબ જ અગત્યનું છે આ સાથે આપડે 5જી તરફ઼ વળી રહ્યાં છીએ ત્યારે ફક્ત સ્પીડ જ નહીં પરંતુ એ આર ગેમિંગ વી આર ગેમિંગ ઘણો ફાયદો મળશે. આ સાથે નવી ટેકનોલજીના ઊપયોગથી ઘણું ખરું આપડું કામ ઓટોમેટિક થઈ જશે.
ઓનલાઇન કરતા 30 ટકા જેટલા ઓછા ભાવે ફોનનું વેચાણ
લેટેસ્ટ મોબાઈલના ઓનર રસિક સોરઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણી વાર ગ્રાહકોને અપૂરતી જાણકરીના કારણે તેઓ ફોનની ખરીદી કરતા હોય છે પરંતું એવું સહેજ પણ નથી ઘણી બધી દુકાનો છે કે જ્યાં ઓનલાઇન કરતા પણ સસ્તા ફોન ગ્રાહકોને મળે છે. દુકાનમાં જઈને ગ્રાહક પ્રત્યક્ષ રીતે ફોનને જોઈ શકે છે તેમજ ઓનલાઇનમાં થતાં ફ્રોડને પણ ઓફ્લાઈન ખરીદી દ્વારા અટકાવી શકાય છે. જ્યારે દુકાન દ્વારા કરાયેલ ખરીદી દ્વારા સરળતાથી તેનો ઉકેલ લાવી શકાય છે. લેટેસ્ટ મોબાઈલ શોપમાં ફોનની કિંમત કરતા 30%થી પણ વધુ ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે.આ સાથે જ્યારે હવે ટેકનોલોજી પણ અપગ્રેડ થવાના કારણે 5ગ ફોન્સ આપડા હાથમાં આવી ગયા છે ત્યારે હવે ધીમે ધીમે ડેટા ડાઉનલોડ તથા કોલ્સની ગુણવત્તામાં પણ વધારો થશે.
હંમેશા ગ્રાહકની જરૂરિયાત મુજબ, પસંદગીમાં મદદગાર રહીએ છીએ
પૂજારા ટેલીકોમના ડાયરેક્ટર દીપક પોપટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગ્રાહકોને સેવા આપતું આવ્યું છે. ગ્રાહકોના વિશ્વાસથી જ પૂજારા ખૂબ જ લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે પરંતુ જે લોકો સમજીને ફોન લેતા હોય એટલે કે ફીચર, કલર, કેમેરા વગેરે અલગ અલગ ફોનની સરખામણી કરીને લેતા હોય તેવા લોકો ફક્ત ઓફ્લાઇન જ વધુ પસંદ કરે છે. આ સાથે ઘણી વાર ઓનલાઈન ખરીદીમાં મંગાવેલ વસ્તુ કરતા ગ્રાહકોને કઈક અલગ જ મળતું હોય છે. 4જી અને 5જી ફોનની વાત કરવામાં આવે તો 4જી ફોન હજુ પણ લાંબો સમય માર્કેટમાં રેહવાના જ છે. એમાં પણ જે ગ્રાહકોને 5જી ફોન લેવા હોય તેના માટે પૂજારામાં 14 થી 15 હજાર સુધીમાં મળી રહે છે. ખાસ કરીને પૂજારા હંમેશા ગ્રાહકોને તેની જરૂરિયાતને સમજીને તેમના બજેટમાં મળી રહે.
300 થી વધુ શાખાઓ: ગ્રાહકોનો છે ફોન વાલે ઉપર વિશ્વાસ
ફોનાવાલેના સ્ટોર મેનેજર અલ્તાફ સમનાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ફોનાવાલેની 300થી પણ વધુ શાખાઓ છે તથા રાજકોટ માં 4 શાખાઓ છે, જેનુ મુખ્ય કારણ ગ્રાહકોની ફોનવાલે ઉપરની વિશ્વાનિયતા છે.વાસ્તવિકતામાં ઓનલાઇન અને ઓફ્લાઇનની સરખામણી જોવા જઈએ શક્ય જ નથી કારણકે કોઇપણ ઇલેક્ટ્રિક ગેજેટને ફક્ત ફોટોમાં જોઈએ. અહીંયા ફોનવાલેમાં ઓપ્પો, વીવો, સેમસંગ, એપલ, રિઅલમી, રેડમી બધા જ પ્રકારના ફોન ગ્રાહકોને મળી જાય છે સાથે સાથે કાર્ડમાં કેશબેક પણ મળે છે.અને ફ્કત ફોન ષ નહી પરંતું ફોનની સારામાં સારી સર્વિસ પણ ગ્રાહકોને અહીંયાથી જ મળી રહે છે. અત્યારે ગ્રાહકોમાં એપલની સારી એવી માંગ છે.